કરદાતાઓને રિટર્ન ભરવા આખરી તારીખ ૩૧ જુલાઈ છે ત્યારે લોકો દ્વારા સમયની માંગ
સરકાર દ્વારા આધાર સાથે પાન જોડવું એ વર્તમાન સમયની જ‚રત ગણાવવામાં આવી રહી છે. ત્યારે કરતાદાઓને આધાર સાથે પાન જોડવાની પ્રક્રિયા માટે વધારે સમયની જ‚રીયાત જણાઈ રહી છે. ત્યારે કરદાતાઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈ વધારે સમય સરકાર ફાળવશે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે સરકારી સુત્રો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતુ કે આયકર વિભાગને કરદાતાઓ દ્વારા ફરિયાદ કરતા કેટલાક પત્રો મળી રહ્યા છે. કે જેમાં આધારને પાન સાથે જોડવામાં ખાસ કરીને સીનીયર સીટીઝનને મુશ્કેલી નડી રહી હોવાની રજૂઆત કરવામાંઆવી છે.
કેટલીક ફરિયાદોમાં આધાર અને પાનના નામો મેચ નથી થઈ રહ્યા કે કેટલાકમાં નામ પહેલા આવે છે તો કેટલાકમાં અટક જયારે આધારમાં આખા નામો સાથે સરખાવવામાં આવે છે.
કેટલાક બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા હોવાની ફરિયાદો મળી રહી છે. કારણ કે સરકારનાં આ નીતિ નિયમો તેમણ પણ અનુસરવા પડે છે. કેટલાક મોટી ઉંમરનાં લોકો આધારને પાન સાથે જોડવા માટે ‚બ‚ જઈ શકે તેમ નથી જયારે અધિકારીઓ જણાવે છે કે આધાર ને પાન સાથે જોડવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. માત્ર જૂજ કેસો જ એવા છે જેમના માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસ સીબીડીટી દ્વારા વિચારણા કરવાની જ‚ર છે.
આ અંગે સુત્રો જણાવે છે કે આ બાબતમાં સરકાર ત્વરીત નિર્ણય સંભળાવી શકે છે. કારણ કે સરકાર એવું નથી ઈચ્છી રહી કે કરદાતાઓને રિટર્ન ભરવામા કોઈ મુશ્કેલી થાય કારણ કે રિટર્ન ભરવાનીક આખરી તા.૩૧ જુલાઈ છે આ બાબતનો ફેંસલો તુરંત જ આવશે કારણ કે આધાર ને પાન સાથે જોડવાની પ્રક્રિયા કરદાતાઓ સાથે જોડાયેલી છે. અને કરદાતાઓ રિટર્ન ત્યારે જ ભરી શકશે જયારે આધાર અને પાન જોડાયેલા હોય પરંતુ ઘણા કરદાતાઓના આધાર સાથે પાન જોડવાના પેપર અધિકૃત થયા નથી.
સરકાર પાસેથી મળેલ ડેટા મુજબ ૨૫ ટકા પાનકાર્ડ ધારકો દ્વારા ૧૭ જુલાઈ સુધીમાં આધારને જોડવામાં આવ્યું છે. આ આંકડો હજુ વધશે કારણ કે હાલ રિટર્ન ભરવાની સમય મર્યાદા પણ પૂર્ણ થવા જઈ રહી છે. આવકવેરાના કાયદાના સેકશન ૧૩૯ એએ મુજબ આધારને પાન સાથે જોડી રિટર્ન કરવું ૧ જૂલાઈથી અમલી બનાવવાના ફેંસલાને ૯ જુલાઈએ સુપ્રીમમાં સ્વિકારવામાં આવ્યો છે. ૫ લાખથી વધુ આવક ધરાવનારા કરદાતાઓ કે જેમની પાસેના આધાર જોડવામાં ન આવ્યા હોય તેને રિટર્ન ઓનલાઈન ભરવું પડશે સરકારના જણાવ્યા મુજબ આધારને પાન સાથે જોડવાથી ખોટા પાન કાર્ડના પ્રશ્ર્નો નિવારી શકાશે.