ધોરાજીમાં શહેરમાં ભગવતસિંહ બાપુ વખતનાં અમુલ્ય વારસો ત્રણ દરવાજા અને દરબાર ગઢ તેમજ રેલ્વે સ્ટેશનનો ટાવર જર્જરીત આ ઐતિહાસિક ધરોહરને રીનોવેશનની તાતી જરૂરિયાત
ધોરાજી શહેરમાં ભગવતસિંહ બાપુ એ બનાવેલ દરબાર ગઢ અને ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશનનો ટાવર ભગવતસિંહજી બાપુની ઐતિહાસિક ધરોહર છે ધોરાજી પંથકની આત્રણેય મોટી ઓળખ છે રાજા રજવાડા વખતી આ ઈમારતો બનાવેલ છે પણ આ ઈમારતો બનાવેલ છે તેનાં પણ ઘણા વર્ષો વીતી ગયાં છે.
ત્યારે આ ઈમારતો ધૂળ ખાતી અને જર્જરીત હાલતમાં છે ઘણાં વર્ષો થયાં તંત્ર દ્વારા કોઈપણ જાતની આ ઈમારતોની માવજત કરવામાં આવી નથી જેથી આ ભગવતસિંહ જી ની આ અમૂલ્ય વારસો અને ધરોહર તથા ઐતિહાસિક ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામની તાતી જરૂરિયાત છે.
આ ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશનનો ટાવર તથા દરબાર ગઢ જેવાં ઐતિહાસિક ધરોહરને કાયમી સાચવવા માટે તંત્ર કે સરકાર શ્રી દ્વારા રીનોવેશન કામ તાત્કાલીક કરવામાં આવે તેવી ધોરાજીનાં સ્થાનિક એવાં વિવેકાનંદ ગૃપના આગેવાન રાજુ ભાઇ એરડા તથા ડોક્ટર બાવનીયા સાહેબ ઐતિહાસિક અને અમુલ્ય વારસો સાચવવા માટે આગળ આવ્યા છે આ ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામની તાતી જરૂરિયાત છે તેવી લાગણીને માંગણી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com