ચૂંટણીમાં ઇવીએમની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભા તા ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં શકય તેટલા વધુ વીવીપીએટી (વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેઇલ) મશીનનો ઉપયોગ કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. વીવીપીએટી ખરીદવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા જેટલા વીવીપીએટી આવશે તેને મહત્તમ મતદાન મકમાં મૂકવામાં આવશે. હાલ ગુજરાતને ૬૦ હજારી વધુ વીવીપીએટીની જરૂર છે. એકતરફ ગુજરાત હાઇકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં વીવીપીએટીનો મુદ્દો ચાલી રહ્યો છે અને ગુજરાત સરકારને નોટિસ અપાઇ છે ત્યારે વીવીપીએટીની સંખ્યા વધારવા માટે પંચે તૈયારી કરી છે.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ ઇવીએમ સો ૧૨ જેટલી વિધાનસભામાં વીવીપીએટી લગાવવાનો પાઇલોટ પ્રોજેક્ટ કર્યો હતો. જો કે તે ચૂંટણી પરિણામ વખતે કોઇ વિવાદ વા પામ્યો ન હતો પરંતુ તાજેતરમાં ભાજપને ઉપરાછાપરી ચૂંટણીઓમાં વિજય મળતા વિપક્ષ દ્વારા ઇવીએમ પર શંકા ઉઠાવવામાં આવી રહી છે. જેને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચ ૨૦૧૭ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વીવીપીએટીના વધુ ઉપયોગ કરવા પર તૈયાર ઇ છે અને તે માટે વધારાના મશીન ખરીદવા માટે નિર્ણય પણ લેવાઇ ગયો છે. ગુજરાતને મળી જતા જેનું ટેસ્ટિંગ કરીને ઉપયોગમાં પણ લેવામાં આવશે. જો કે ઇવીએમ સો ચેડાં ઇ શકે છે તેમ સાબિત કરી શકાયું ની. સૂત્રોના જણાવ્યામુજબ જાન્યુઆરી મહિનામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે પછી ૮ લાખ જેટલા મતદારો વધવા પામ્યા છે. વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા ૧૮ વર્ષ ઇ ગયા હોય તેવા પ્રમવારના મતદારો કે અન્ય કોઇ કારણસર રહી જતા મતદારોના નામ પણ ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી તૈયાર ન કરે તે પહેલા જુલાઇ મહિનામાં ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન હા ધરવામાં આવશે. મતદાન મકો વધારવાનીજરૂરત પડશે તે માટે પણ પંચ દ્વારા વિગતો મંગાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેી મતદાન મકોમાં કેટલો વધારો કરવાની જરૂર છે, મતદાન મકનું સ્ળ બદલવાની જરૂર છે કે નહીં અને અન્ય જરૂરિયાત અંગે પણ જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.