Abtak Media Google News
  • સરકારી શાળા કરતાં ખાનગી શાળામાં શિક્ષકોની સંખ્યા વધુ છે : અંગ્રેજી માધ્યમની શાળા દિનપ્રતિદિન વધતી જાય છે, ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની બી.એડ.કોલેજની સંખ્યા જુજ: સરકાર માન્ય પ્રાઇવેટ શાળામાં અંદાજે 3 લાખ શિક્ષકો પૈકી 65 ટકા જ શિક્ષકની લાયકાત ધરાવે છે : હાલ જે-તે વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા બાળકોને ભણાવી રહ્યા છે
  • હાલ ગુજરાતમાં અંદાજે 16200 જેટલી સરકાર માન્ય પ્રાઇવેટ શાળા ચાલે છે, જેના તાલીમી શિક્ષકોને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓપન
  • સ્કુલના દર શની-રવિના કોર્ષમાં જોડીને તાલીમબધ્ધ કરી શકાય એમ છે, આ ક્ષેત્રે પાંચ વર્ષ પહેલા ઘણા શિક્ષકોએ પરીક્ષા પાસ કરી હતી
2014 03 03 teacheredu1 1
teachers

હાલ આ કાર્યક્રમ બંધ છે, જેને ફરી ચાલુ કરીને જીલ્લા શિક્ષણ તાલિમ ભવનને જવાબદારી સોંપીને આ પેચીદો પ્રશ્ર્ન ઉકેલી શકાય

કોઇપણ વ્યવસાયની તાલીમ હોવાથી તે કાર્યમાં તેની સજ્જતા વધતા સારૂ પરિણામ મળી શકે, તેમ પ્રી.પીટીસી, પીટીસી કે બી.એડ.શિક્ષકો માટે ફરજીયાત છે: સરકારી શાળાનાં શિક્ષકોને જેટલી તાલિમ સરકાર માન્ય પ્રાઇવેટ શાળાને મળતી ન હોવાથી તે નવા પ્રવાહથી પુરા વાકેફ થતાં નથી

રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલમાં આવતાં જ હવે આપણે વિષય નિષ્ણાંત સાથે સજ્જતાસભર શિક્ષકોની જરૂર પડશે: સંગીત-ચિત્ર કે સ્પોર્ટ્સ શિક્ષણ અંગે પણ અંશકાલિન શિક્ષકોની જરૂર પડશે: દરેક જીલ્લામાં શિક્ષણ તાલીમ ભવનો શરૂ કરવા જોઇએ

શિક્ષણની વર્ગ ખંડમાં ચાલતી પ્રક્રિયા ખુબ જ મહત્વની હોવાથી શિક્ષક જ્ઞાનિ, તાલીમબઘ્ધ અને સજજ હોવો જોઇએ, સરકારી કે ખાનગી શાળાની કોઇ સરખામણી નથી પરંતુ, તેમાં શિક્ષણ આપવાની પઘ્ધતિ અને આપનારની પઘ્ધતિમાં ઘણો તફાવત જોવા મળે છે, જે દૂર થવો જોઇએ. રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલવારી પછી હવે આપણે નિષ્ણાત શિક્ષકોની દિવસે અને દિવસે વધુ જરૂર પડશે ત્યારે તેના તાલીમ માળખા અંગે સરકારે તાકીદે વિચારવું જ પડશે. બાળક સરકારી કે ખાનગી શાળામાં ગમે ત્યાં ભણતો હોય પણ તેને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે આપણે પ્રયત્નો કરવા જ પડશે.

શિક્ષક પાસે જો વ્યવસાયિક લાયકાત હોય તો વિષય વસ્તુના ઘણા બધા કઠીન મુદ્દાઓને સરળ કરીને વિદ્યાર્થીને સમજાવી શકે છે, ડિગ્રી લીધા વગર બની ગયેલા શિક્ષક વર્ગ ખંડમાં કયારેય સારૂ ભણાવી ન શકે, કદાચ તેની પાસે જ્ઞાન હોય પણ તે કેવી રીતે પીરસવું, કઇ પઘ્ધતિથી ભણાવવું તેની તેને સમજ હોતી નથી.

આજનો યુગ શિક્ષણ યુગ છે. ચારે કોર શિક્ષણની બોલબાલા છે.  શેરી ગલીએ નાનકડા મકાનોમાં શાળા શરૂ થઇ ગઇ છે. અચરજની વાત તો એ છે કે આવી શાળામાં કવોલીફાઇડ સ્ટાફ જ હોતો નથી. સરકારના ધારાધોરણ મુજબ પ્રાથમીકમાં પી.ટી.સી. અને હાઇસ્કુલમાં બી.એડ. કોર્ષ કરેલ જ શિક્ષક બની શકે કે તેને જ નોકરી મળે છે.

શિક્ષાનો અધિકાર અધિનિયમ-2009 મુજબ શાળામાં કવોલીફાઇડ જ શિક્ષકો છાત્રો ને ભણાવતા હોવા જોઇએ. તેવો  નિયમ છે, જો આમ ન જોવા મળે તો દંડની જોગવાઇ કે માન્યતા રદ થઇ શકે છે. શિક્ષણ આપતી દરેક શાળાને આ નિયમ લાગુ પડે છે પણ હજી ઘણી શાળામાં આવા ડિગ્રી વગરના માસ્તર જોવા મળે છે , જેને કારણે જ શિક્ષણની ઘોર ખોદાય છે.

સૌથી શ્રેષ્ઠ મૂલ્યો આધારિત શિક્ષણ પધ્ધતિ છે. શિક્ષણ એ મનુષ્યની વિશિષ્ઠ ગુણવત્તા છે. તેના થકી જ કોઈ પણ પ્રગતિના શિખરો સર કરે છે. આપણે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ ખરીદી કરીએ ત્યારે તેની ગુણવતા જાણીએ છીએ પણ આપણી બાળકને ભણાવતા ટીચર કેટલું ભણ્યો છે તે કોઈએ કયારેય પૂછયું નથી શિક્ષણ એ એક ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. આજે શિક્ષકને પોતાના એટલાબધા પ્રશ્ર્નો જીવનમાં હોય ત્યાં તે બાળકની મનોદશા કયાંથી સમજે.

ડીગ્રી વગરના તબીબ ઉપર એક્શન લેવાય છે, પણ શાળાઓમાં બિનતાલિમી કે શિક્ષકની લાયકાત ન ધરાવનાર શિક્ષકો ઉપર નથી લેવાતા. ગુજરાત રાજ્યમાં સરકારી શાળાનાં કુલ વિદ્યાર્થી, શિક્ષકો કરતાં સરકાર માન્ય પ્રાઇવેટ શાળાનાં શિક્ષકોની ઘણી વધારે છે. સરકારી શાળામાં લાયકાત હોય તેને જ નોકરી મળે છે. ધો.1 થી 8 માટે પીટીસી કે બી.એડ. માન્ય કોર્ષ કરેલ હોય તેને જ નોકરી મળે છે. ધો.1 થી 5 માટે પીટીસી, બાલમંદિર કે બાલવાટીકા માટે પ્રી-પીટીસી અને ધો.6 થી 8 કે ધો.9 થી 10 માં બી.એડ. તાલિમ કોર્ષ ફરજીયાત છે. ખાનગી શાળાનાં અંદાજે 3 લાખ જેટલા શિક્ષકો પૈકી 30 ટકા જેટલા બિન તાલિમી કે શિક્ષકની લાયકાત ધરાવતા નથી.

આ શિક્ષકોને તાલિમ કે કોર્ષ કરવો છે, પણ જો તે ફૂલટાઇમ જોડાય તો તેની આજીવિકાનો પ્રશ્ર્ન આવે છે તેથી જો શની-રવિમાં આવા કોર્ષ સરકાર શરૂ કરે તો આ પેચીદો પ્રશ્ર્ન હલ થઇ શકે એમ છે, અગાઉ ગઈંઘજ દ્વારા આવા કોર્ષ ચાલુ હતા, જે આજે બંધ થઇ ગયા છે. દરેક જિલ્લા તાલિમ ભવનને જવાબદારી સોંપીને બીનતાલિમ શિક્ષકો માટે કોર્ષનું કામ સોંપવું જોઇએ.

બીજી એક વાત પવર્તમાન સમયમાં દિવસેને દિવસે અંગ્રેજી શાળા વધી રહી છે, તેની સામે આપણા રાજ્યમાં અંગ્રેજી માધ્યમની બી.એડ. કોલેજની સંખ્યા નહિવત છે. હાલ જે-તે વિષયના નિષ્ણાંત ગ્રેજ્યુએટ શિક્ષકો ધો.8 થી 12 માં ભણાવી રહ્યા છે. સ્વ.નિર્ભર શાળા એસોસિએશનની રાજ્યની તમામ બ્રાંચો તો ઘણા સમયથી શિક્ષકોને તાલિમબધ્ધ કરવા રજૂઆત કરે જ છે, પણ હજી કોઇ વ્યવસ્થા થઇ નથી.

રાજ્યની ઘણી પીટીસી બી.એડ.કોલેજ બંધ થતી જાય છે ત્યારે, શિક્ષકોનો કોર્ષ કયા કરવા જવું? દરેક જિલ્લામાં એક શિક્ષણ ભવન હોવું જોઇએ જ્યાં શિક્ષકોને તાલિમ માર્ગદર્શન સાથે દર માસે રીફ્રેશમેન્ટ કોર્ષની તમામ અદ્યતન વ્યવસ્થા હોવી જોઇએ.

નવા પ્રવાહો અને નવી તરાહની વિવિધ શિક્ષણ પધ્ધતિઓ, એજ્યુકેશનલ ટોયસ બાબતનો લાઇવ ડેમો સાથે કઠિન મુદ્દા સરળ બતાવવા જેવા વર્કશોપ યોજવા જોઇએ. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020નો અમલ જૂન-2023 થી થઇ ગયો છે, ત્યારે સરકારનાં શિક્ષણ વિભાગે તેના અમલીકરણની આડે આવતા આવા ઘણા પરિબળો વિશે વિચારવું પડશે. શેરી-ગલ્લીએ ચાલતા બાલમંદિરોમાં ભણતા નાના-ભૂલકા બાબતે વિચારવું પડશે. કારણ કે હવે નવી તરાહમાં પ્રથમ પાંચના તબક્કામાં બાળવાટીકાના પ્રથમ ત્રણ વર્ષ અને ધો.1-2 સરકારી દાયરામાં આવતાં, મા-બાપો આવા બાલમંદિરમાં બેસાડે તો તેને માન્યતા જ નથી, જોકે ચાલુ વર્ષના માર્ચ મહિનામાં આ બાબતે નિયત રજીસ્ટ્રેશન કરાવવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. શિક્ષક સજ્જતા શિક્ષણ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત હોવાથી સરકારે ખાનગી શાળાનાં શિક્ષકો બાબતે વિચારવું જ પડશે, કારણ કે તેની સંખ્યા સરકારી શાળા કરતાં પણ વધારે છે. પ્રિ-સ્કૂલ અને પ્રાયમરી કે ઉચ્ચ પ્રાયમરી શિક્ષણનો પ્રારંભિક ગાળો હોવાથી તે કાચો ન રહે તે જોવાની સૌની જવાબદારી છે. આજે શિક્ષણમાં બદલાવ આવ્યો છે ત્યારે અસરકારક વર્ગ વ્યવસ્થા, જીવન કૌશલ્યો સાથે શ્રવણ-કથન-લેખન-વાંચન અને ગણન કૌશલ્યોનો શ્રેષ્ઠ વિકાસ થશે તો જ આપણે નિપુણ ભારતનું 2027 સુધીમાં તમામ આ બાબતે સિધ્ધતા હાંસલ કરવાના લક્ષ્યાંકમાં સફળ થશું.

શિક્ષક પાસે વ્યવસાયિક તાલીમ કે ડિગ્રી ન હોવાથી તેનો ભોગ વિદ્યાર્થી બને છે

શિક્ષણ એ ત્રિધ્રુવી અને સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બે ધૃવમાં બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે , કારણ કે એક પક્ષે બાળક હોય છે અને સામે પક્ષે શિક્ષક હોય છે. ત્રીજા ધ્રુવ તરીકે અભ્યાસક્રમ હોય છે. આ અભ્યાસક્રમને સારી રીતે આપવાની કામગીરી શિક્ષકની હોય છે, અને સારી રીતે સમજવાની જવાબદારી વિદ્યાર્થીની બાળકની હોય છે. એટલે આ શિક્ષણની પ્રક્રિયા આમ જોઈએ તો સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એક કેળવણી ના સિદ્ધાંત મુજબ ઔપચારિક અને અનૌપચારિક રીતે ચાલતી જોવા મળે છે, પરંતુ અહીં આપણે જો ઔપચારિક રીતે ચાલતી શિક્ષણ પ્રક્રિયા ની વાત કરીએ તો એક વર્ગખંડની અંદર એટલે કે નિશ્ચિત કરેલ સ્થળ સંખ્યા અને સિલેબસ ને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી કેળવણી એટલે ઓપચારિક કેળવણી કહી શકાય.આ શિક્ષણની વર્ગખંડમાં ચાલતી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા શિક્ષકની હોય છે. એટલે શિક્ષક સંપૂર્ણપણે જ્ઞાની અથવા તો વિષય નિષ્ણાંત હોવો જોઈએ. વિષય નિષ્ણાતની સાથોસાથ શિક્ષક વર્ગખંડના શિક્ષણ પ્રક્રિયા ના તમામ પાસાઓ થી વાક્ય અને પારંગત હોવું જોઈએ. આ પારંગતતા મેળવવા માટે શિક્ષકે ખાસ પ્રકારની તાલીમ કે ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.