કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા વર્ગોની જરૂરિયાત રહેશે. ગત વર્ષે ધો.10 ના 57.82 ટકા પરિણામ સામે ચાલુ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવ્યું છે. શહેર-જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાં ધો.11 ના કુલ 295 વર્ગો કાર્યરત છે.
જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.10 ના નોંધાયેલા 16298 માસ પ્રમોશન આપવામાં આવતા સીધો ધો.11 માં પ્રવેશ મળશે.
આ વર્ષે ધો.10 માં રીપીટર સિવાયના તમામ 16298 વિધાર્થીને માસ પ્રમોશનથી ધો.11 માં પ્રવેશના પ્રશ્નની સમસ્યા ઉભી થવાની ભીતિ છે.પરંતુ શહેર-જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.11 ના મંજૂર વર્ગોની સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાના કારણે માસ પ્રમોશન બાદ પણ ધો.11 ના નવા ફકત 10 વર્ગોની જરૂરિયાત રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.