ભોજનમાં કે ભોજન બાદ ‘છાશ’ વગર જમવાનું મોટાભાગે અધુરુ લાગે છે. છાશ શરીરને ઠંડક પ્રદાન કરવાની સાથે અનેક ગુણધર્મો ધરાવે છે. જમ્યા પછી છાશ પીવાથી ખોરાકનું સારી રીતે પાચન થાય છે એ વાત તો સૌ કોઇ જાણે છે પરંતુ છાશ પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી ઘાતક તત્વો મુત્ર વાટે બહાર કાઢવાની શકિત એકમાત્ર છાશમાં છે છાશનું સેવન કરવાથી રોગપ્રતિકારક શકિત પણ વધે છે. છાશમાં એટલી શકિત છે કે વ્યકિત માત્ર પર છાશ ત્રણ દિવસ આરામથી પસાર કરી શકે છે.
શેકેલો અજમો, કાળી મરી પાવડર, દેશી ગોળ કે સાકર નાખીને અમૃત પીણું પીવાથી પિત, એસીડીટી જેવા દર્દોમાંથી છુટકારો મળે છે
આયુર્વેદમાં છાશની તુલના અમૃત સાથે કરવામાં આવે છે. ખાસ કરીને સાંજે કરતા બપોરના સમયે છાશ પીવાથી શરીરને ઘણા લાભો થાય છે. તેમાં પણ ગાયના દુધની છાશ પીવી હિતાવહ છે. સાંજના સમયે છાશ પીવાથી પિત થાય છે. તેમજ ખટાશનો ભાગ હોવાથી પગ, કમર અને સાંધાઓમાં પણ દુ:ખાવો થાય છે. એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એક માત્ર ગાયના દુધની છાશ આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી પણ ઓગળી જાય છે.
ચહેરા પરના દાગ દૂર થાય છે તેમજ ચહેરામાં ચમક પણ આવે છે.છાશમાં અમુક વસ્તુ ઉમેરવાથી બહુ મોટા ફાયદા થાય છે જેમ કે વારંવાર પેશાબની તકલીફવાળાઓ માટે માપસર નમક વાળી છાશ લાભદાયક છે. ફુટેલો અજમો નાખીને પીવાથી પેટના જંતુઓ નાશ પામે છે. દેશી ગોળ નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરાં મટે છે. કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત તથા એસીડીટી મટે છે.