ગરદનનો મેલ – તમે જોયું હશે કે ઘણા લોકોનો ચહેરો તો ખૂબ જ ચમકતો હશે પરંતુ ગરદન કાળી હશે.
તમારી સાથે પણ આવી બનતું હશે.દરેકની સાથે આવું થતું હોય છે.અમુક લોકોની ગરદન તો એટલી કાળી હોય છે કે જોઈને ખરાબ લાગે .ગરદનને વ્યવસ્થિત સાફ કરીએ તો આવું થતું નથી.જો કે ચેઇન પહેરવાથી પણ આવું થાય છે જેના પર લોકો ધ્યાન નથી રાખતા.
ઓ…હો…એક મિનિટ…તમારામાથી કોઈ ગરદન અને ગળાને એક તો નથી સમજતું ને ? જો હા તો તમે ખોટા છો.
ગરદનનો મેલ – ગળું સામેના ભાગને કહેવાય છે અને ગરદન પાછળના ભાગને કહેવાય છે.તો એકવાર ગળાના પાછળના ભાગમાં જુઓ.જો તે ભાગ ગંદો હોય તો આજે જ આ ઘરેલુ ઉપાયથી ગરદનનો મેલ સાફ કરવાનું ચાલુ કરી દ્યો.આ ઉપાય ફક્ત 20 મિનિટમાં જ તમારી ગરદનને સાફ કરી દેશે.
ગરદનને સાફ રાખવાનું કારણ શું છે ?
જો તમે વિચારો છો કે ગરદનને સાફ રાખવાનું કારણ શું છે તો અમે તમને જણાવી દઈએ કે આ ખૂબ જ વધારે જરૂરી છે.તમે ઓફીસ જાવ છો અથવા તો કોલેજ જાવ છો,એવામાં જો કોઈ જોશે તો તમારા વિશે સારું નહીં વિચારે.ભલે તે તમને સામે નો ક્યે પરંતુ ઘણી વાર કોઈક બોલી પણ દે છે.તો કોઈને બોલવાની તક મળી જાય તે પહેલા જ પોતાની ગરદન સાફ કરી લો.
સંપૂર્ણપણે ઘરેલુ :
આ ઉપાય સંપૂર્ણપણે ઘરેલુ ઉપાય છે જેનાથી કોઈ જ નુકશાન નથી થતું.
3 સ્ટેપથી થઈ જશે આપની ગરદન સાફ –
- સ્ટીમિંગ એટ્લે કે વરાળ લેવી
- એક્સફોલીએટીંગ
- વાઇટનીંગ
સ્ટેપ – 1 સ્ટીમિંગ
ગરદન સાફ કરવાનો પહેલો સ્ટેપ છે સ્ટીમિંગ.તેના માટે એક નાના ટુવાલમાં ગરમ પાણી લગાડો.હવે ટુવાલમાંથી પાણી નિચોવો અને પોતાની ગરદન પર લગાવો.5 મિનિટ સુધી એમ જ ટુવાલને ગરદન પર લગાવી રાખો.આ તમારી ત્વચાને નરમ કરવાની સાથે-સાથે જે પોર્સ બંધ હોય તેને પણ ખોલે છે.સ્ટીમથી ગરદન પર જામેલી ગંદકી અને સૂકી ત્વચા બહાર આવી જાય છે.
સ્ટેપ – 2 એક્સફોલીએટીં
બીજો સ્ટેપ એટ્લે કે એક્સફોલીએટીં કરવા માટે એક ચમચી નમક,એક ચમચી ખાવાનો સોડા,અને ત્રણ ચમચી નારિયેળનું તેલ લો.ત્યારબાદ તે ત્રણેયને એક બાઉલમાં મિશ્રણ કરો.યાદ રાખો.નમક અને ખાવાનો સોડા તેલમાં ભળતું નથી.હવે આ મિશ્રણને પોતાની ગરદન પર લગાવો અને 5 મિનિટ સુધી પોતાની આંગળીઓથી ગરદન પર અને આજુ-બાજુ ધીરેથી મસાજ કરો અને એક્સફોલીએટીં કરો.તે આપની ગરદનથી ગંદકી અને સૂકી ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે.
સ્ટેપ – 3 વાઇટનીંગ
આ પેસ્ટને બનાવવા માટે એક ચમચી ચંદનનો પાઉડર,એક ચમચી મુલતાની માટી,એક લીંબુનો રસ,અને અડધો કપ કાચું દૂધની જરૂર પડે છે.એક નાનું બાઉલ લઈને આ બધી વસ્તુઓને મિશ્રણ કરો.લીંબુનો રસ દૂધમાં મેળવવાથી દૂધ જામી જાય છે અને પેસ્ટ ઘાટું બની જાય છે.આ બધી વસ્તુઓને મિશ્રણ કરવાથી પેસ્ટ પીળા રંગનું બને છે.પેસ્ટ બની ગયા પછી તે પેસ્ટને ગરદન પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દેવું.મસાજની કોઈ જરૂર નથી.આ પેસ્ટ કુદરતી બ્લીચની જેમ આમ કરે છે અને ગરદનની ત્વચાને નિખારવામાં પણ મદદરૂપ થાય છે.આ ત્રણેય સ્ટેપ ફક્ત 20 મિનિટ સુધી જ કરવાના છે.
તો આ રીતે આજે જ તમારી ગરદનનો મેલ સાફ કરો અને તમારી સુંદરતામાં જે કમી છે તેને આજે જ દૂર કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,