બાળકોનું આંતરીક અને બાહ્ય મૂલ્યાંકન થવુ જરૂરી: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનથી છાત્રોના વિકાસનો ખ્યાલ આવી શકે છે: સેમેસ્ટર પધ્ધતિથી છાત્રોનું ભારણ ઘટી જાય છે
આખા વર્ષનો અભ્યાસક્રમ માત્ર ત્રણ કલાકના એક પેપરમાં વિદ્યાર્થીને વર્ણન કરવું મુશ્કેલ છે: સમગ્ર વર્ષ દરમ્યાન તેમનું ગુણાંકન થાય તે અતી જરૂરી છે: લેખન કૌશલ્ય પ્રશ્ર્નોના જવાબો આપવાથી જે ખીલી શકે છે
અભ્યાસક્રમમાંથી અને અમૂક ઓપ્શન એવું બંનેનું સમન્વય કરીને 100 ગુણની કસોટી લેવાવી જોઈએ: પ્રશ્ર્ન પત્રોની સ્ટાઈલ પણ છાત્રોનાં રસ રૂચી મુજબ બદલવી જરૂરી છે: દરેક છાત્રનું ક્ષમતા વાઈઝ મૂલ્યાંકન થવું જોઈએ
શિક્ષણની પરીક્ષાકે પરીક્ષાઓનું શિક્ષણ-આજકાલ સૌથી ચર્ચાને ચિંતન પરીક્ષા પધ્ધતિ ને લઈને થાય છે. બાળકનું 100 ટકા મુલ્યાંકન થવું જ જોઈએ પણ સમયની માંગ પ્રમાણે પરીક્ષા પધ્ધતિમાં લચીલા પણુલાવવાની જરૂર છે. વર્ષોથી ચાલી આવતી પરીક્ષા પધ્ધતિામં હવે ફેરફાર કરવાની જરૂર છે. વર્ણનાત્મક સાથે ઓબજેકટીવ ટેસ્ટ પણ હોવી જોઈએ. વર્ષો પહેલા કાચી પરીક્ષાને પાકી પરીક્ષા શબ્દ ચલણમાં હતો મતલબ કે છ માસીક અનેવાર્ષિક પરીક્ષા હતી. આજે તોવિકલી ટેસ્ટનો યુગ આવી ગયો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઓબજેકટીવ ખુબજ જરૂરી છે.
મૂલ્યાંકનમાં બાહ્ય મૂલ્યાંકન સાથે આંતરીક મૂલ્યાંકનનું વિશેેષમહત્વ છે. બીજી વાત હવે સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવતા સેમેસ્ટરનાં અંતેલેવાતી ટેસ્ટ બાદ તે છાત્ર બીજા સેમેસ્ટરમાં જાય છે. જેથી આગલા સેમેસ્ટરનું ભારણ છાત્ર ઉપર રહેતુ નથી. આજકાલ ધો.10-12ની બોર્ડનીપરીક્ષાનું ભારણ વિદ્યાર્થી ઉપર ઘણુ રહે છે.તેમને ભાર લાગે છે. જેને કારણે આ છાત્રોમાનસીક તાણને કારણે આપઘાત કરે છે. મા-બાપની અપેક્ષા પણ ઘણીવાર છાત્રોઉપર ગંભીર અસર કરે છે. વિદ્યાર્થીનાં ગુૂણાત્મક અને તેના કૌશલ્યોનો વિકાસ કરવો પણ જરૂરી છે. ગુણપત્રકના માર્ક આધારીત છાત્રોની આવડત કયારેય સાચી મુલવી ન શકાય.
પ્રારંભથી અંત સુધી આખા ર્વેનો અભ્યાસક્રમ માત્ર 3 કલાક ના એક પેપરમાં વિદ્યાર્થીને વર્ણન કરવું ખૂબજ મુશ્કેલી ભર્યું હોય છે. અને ત્રણ કલાકનાં પરીક્ષણ-મૂલ્યાંકન સાથે તેની વિવિધ કૌશલ્યો આધારીત ક્ષમતા સિધ્ધીનું મૂલ્યાંકન પણ થઈ શકે નહી છાત્રોનું સમગ્ર વર્ષ દરમ્યાન સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે જરૂરી છે.વિદ્યાર્થી માનસીક રીતે સ્વસ્થ હોયતોપોતાને આવડતું હોય તેઅને તેની શકિતનું સારી રીતે પ્રગટીકરણ કરી શકે છે. આજે છાત્રોમાં પરીક્ષાનોડર વ્યાપી ગયો છે. વધતા ઓછા પ્રમાણે એજયુકેશન સિસ્ટમાં બદલાવની સાથે સ્કુલ સિસ્ટમમાં પણ પરિવર્તન લાવ્યા નથી. નવા યુગની સાથે મૂલ્યાંકન પધ્ધતિમાં બદલાવની તાતી જરૂરીયાત છે. સૌથી બાળકને ટ્રસ મુકત રાખવો હોય તો પરીક્ષા સમયે માતા પિતાએ ધીરજ રાખવી જરૂરી છે.
આજકાલ કોરોના કાળમાં શાળાઓ બંધ હતી તે છાત્રો ઓનલાઈન ભણ્યા હતા ત્યારે પરીક્ષા લેવી? તેવી ચર્ચા છે. ત્યારે છાત્રોનો સૂર એ લેવી જ જોઈએ એવા છે. પ્રમોશન ને કારણે હોશિયાર વિદ્યાર્થીને ઘણુ નુકશાન જાય છે. અંગ્રેજ કાળથી ચાલી આવતી શિક્ષણ પધ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા પણ આમુલ પરિવર્તન લાવી શકયા નથી ત્યારે નવી શિક્ષણ નીતિ-2020 આવી રહી છે. જેમાં સૌને આશા દેખાઈ રહી છે.પરીક્ષા પે ચર્ચા કેચાલો પરીક્ષા આપીએ જેવા કાર્યક્રમો પણ યોજવા લાગ્યા છે.ઓબ્જેકટીવ અર્થાત બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્ર્નો જે વિદ્યાર્થીનું જ્ઞાન ચકાસી શકે પણ તેનું મૂલ્યાંકન બાયસ વગરનું હોવું જરૂરી છે. આ સીસ્ટમનો ફાયદો તેની ઓબ્જેકટીવીટી ઉપર છે. પ્રોજેકટ અસાયમેન્ટ પ્રોબ્લેમ સોલ કવિઝ જરૂરી છે, તે ઉપયોગી પધ્ધતિ છે. પણ આમા શિક્ષક અને વાલીની ભૂમિકા પ્રોત્સાહન અને મેન્ટરની છે.વિદ્યાર્થી પ્રોજેકટકે અસાયમેન્ટ જાતે કર તેજરૂરી છે. આજકાલ મા-બાપ લખી આપે કેબીજાનોઉતારો કરીલે છે. સમસ્યા ઉકેલ જેવીલાઈફ સ્કીલનો વિકાસ થવો જરૂરી છે. પણ આવા લુપ્સને કારણે થતો નથી. લાઈફ સ્કીલના મૂલ્યાંકન માટે પ્રાયોગીક પરીક્ષા જરૂરી છે. જેના કારણે વિવિધ કૌશલ્યોનું મૂલ્યાંકન થઈ શકે છે.
છાત્રોનાં પૂર્ણ મૂલ્યાંકન માટે એક બહુ મુલક સંપૂટ સમાન છે. સર્વગ્રાહી માપન માટે કોઈએક રીત કયારેય ન હોય શકે. પરીક્ષાથી વિદ્યાર્થી પાસે રહેલ માહિતી જ્ઞાન, સમજ,ઉપયોગ, ઉપયોજન, સમસ્યા ઉકેલ,ક્ષમતા, કૌશલ્યો આ બધા પાસાઓથી તેનું મૂલ્યાંકન થવું જોઈએ. આજે તો આખા વર્ષનાં અભ્યાસ બાદ ત્રણ કલાકનાં લેખન કે 5 થી 10 મીનીટનાં મૌખીક મૂલ્યાંકન થી કેવી રીતે થઈ શકે? આ પ્રશ્ર્ન ચિંતા ઉપજાવે છે.ગોખેલા જવાબો કે જેની ગોખણ પટ્ટી વધુ સારી તેને વધુ માર્ક આવે છે.એવું ચાલી રહ્યું છે.હાલની પરિક્ષા પધ્ધતિની ધણી મર્યાદાઓ છે.જેમાં વર્ષ કે સેમેસ્ટરનું 3 કલાકનું મૂલ્યાંકન થાય છે. પેપર ચકાસણીમાં પણ ધણી ખામી જોવા મળે છે.દાખલા તરીકે એક પ્રશ્ર્નના જવાબને એક પરીક્ષા 10 માંથી 7 આપે તોબીજો 5 આપે એવું બની રહ્યું છે. પેપર કાઢનારો પણ મર્યાદીત પ્રશ્ર્નો નેઆધારે તેની ક્રિએટીવીટી બતાવી શકતો નથી. આવડતું હોયતેવું જો પુછાયતો મૂલ્યાકંન ઉંચુ આવે અને ન આવડતું પુછાય તો નીચુ મૂલ્યાંકન આવે છે. આજનો છાત્રો કેટલુંક તો ઓપ્શનમાં છોડી દે છે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં પૂછાયેલા પ્રશ્ર્નો ફરી રીપીટ પણ થાય છે.તેથી ગાઈડ, અપેક્ષીત જેવા પુસ્તકો જ વંચાય છે. પૂર્ણ પાઠય પુસ્તકનો અભ્યાસ કોઈ કરતું જ નથી. મૂલ્યાંકારની પોતાની સબજેકટીવીટીને કારણે એક જ પ્રશ્ર્નના જવાબમાં મોટુ વેરિએશન આવે જે મૂલ્યાંકનની ખામી દર્શાવે છે.
વર્ષો પહેલા કાચી પરિક્ષા અને ‘પાકી’ પરીક્ષા શબ્દો ચલણમા હતા !
બાળકોની વય-કક્ષા અને ક્ષમતા વાઈઝ તેનું દર માસના પો ગ્રેસ રીપોર્ટ આધારીત અર્ધવાર્ષિક અને વાર્ષિક મૂલ્યાંકન થવું અતિ જરૂરી આકા વર્ષની છાત્રની મહેનત પરીક્ષક ત્રણ કલાકના મૂલ્યાંકનમાં કેમ તપાસી શકે. છાત્રોનું પૂર્વ મૂલ્યાંકન એક બહુમુલક સંપૂટ જેવું છે. છાત્રોનું જ્ઞાન-સમજ-ઉપયોગ-ઉપયોજન, સમસ્યા ઉકેલ ક્ષમતા, કૌશલ્યો જેવા બધા પાસાનું મૂલ્યાંકન થવું જોઈએ. આજે નર્સરી કે પ્રી-સ્કુલના બાળકોની પણ ટેસ્ટ લેવાય છે. આ ટબુકડા બાળકને સમજવાની કૌશિષ કરવી જરૂરી છે. ત્યાં તેની ટેસ્ટ લેનારાને શું કહેવું ? આપણે ત્યાં વર્ષો પહેલા કાચી અને પાકી એમ બે જ પરીક્ષા લેવાતી ત્યારે છાત્રો ટ્રેસ વગર મુકત વાતાવરણમાં પરીક્ષા આપતાને શિક્ષણની સાથે જીવનની પરીક્ષામાં પણ પાસ થઈ જતા.