મગફળી ખરીદી પ્રક્રિયા ઝડપથી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામા આવશે

સરકાર દ્વારા હાલ ટેકાનાભાવે મગફળી ખરીદી કરવાનું ચાલુ છે ત્યારે જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ૬૦૦૦ જેટલા તાલુકાના ખેડુતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વહેચવા માટે નામ નોંધણી કરાવ્યા છે. આ નોંધણી બાદ રજીસ્ટ્રેશન થવું ફરજીયાત છે. ત્યારે ૬૦૦૦માંથી ૪૫૦૦ લોકોના રજીસ્ટ્રેશન થયા છે. તો આ બાબતે જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હેમતભાઈ ખવાએ જણાવ્યું હતુ કે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. ગત વર્ષે ભાજપના નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રભરમાં મગફળી કૌભાંડો આચર્યા હતા. આમ જો મગફળી ખરીદી કરવામાં ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.