માનવ શરીરમાં ધમની દ્વારા લોહીનો પ્રવાહ સતત વહેતો રહે છે, ડોકટરને તેના ધબકારાના સુક્ષ્મ અભ્યાસ દ્વારા દર્દીના રોગની ઘણી ઉપયોગી જાણકારી મળે છે
નાડીના ધબકારાનો અનુભવ શરીરનાં જાુદા જાુદા અંગોમાં ધમનીની ઉપરની સપાટી પરથી પસાર થાય છે, જો કે સૌથી સરળ અનુકુળ સ્થાન કાંડાનો ભાગ છે ,અંગુઠાના મૂળ પાસે તમે બે આંગળીઓ મુકશો તો ધબકારાનો સ્પષ્ટ અનુભવ થશે
‘દિલ ધક ધક કરને લગા’ આ ફિલ્મગીતમાં ‘ૂધક ધક એટલે આપણાં હ્રદયના ધબકારા, અંગ્રેજીમાં તેને પલ્સ કહે છે. આપણા હાર્ટને યુવાધન ‘દિલ’ હાર્ટ સાથે સિમ્બોલિક રીતે જોડે છે. હ્રદયનો આકાર પ્રેમના પ્રતિક ‘દિલ’ જેવો નથી પણ વર્ષોથી ચલણમાં છે. માનવ શરીરનાં મહત્વના અંગોમાં હ્રદયનું મોખરાનું સ્થાન છે. એ જયાં સુધી ‘ૂધક ધક’ થાય ત્યાં સુધી માનવી જીવે છે એમ સૌ કોઇ કહે છે. ડોકટર પણ સ્ટેથોસ્કોપ દર્દીની છાતી અને તેની આજાુબાજાુના ભાગમાં મૂકીને ધબકારા ચેક કરે છે. નાડીના ધબકારાની ભાષા ડોકટર માટે અતિ મહત્વની હોય છે.
માનવ શરીરમાં ધમની દ્વારા રકત પ્રવાહ સતત વહે તો રહે છે. હ્રદયના ધબકારાથી ડોકટરને દર્દીના રોગ વિશે ઘણી ઉપયોગી માહિતી મળે છે. જો કે સામાન્ય રીતે નાડીના ધબકારાનો અવાજ શરીરનાં જાુદા જાુદા અંગોમાં કે ધમનીની ઉપલી સપાટી કે અંગુઠાના મૂળ પાસે આંગળી રાખવાથી આપણને પણ સ્પષ્ટ અનુભવ થાય છે. માંદી વ્યકિતનું હ્રદય બરાબર કામ કરે છે કે કેમ, તેના શરીરનાં જાુદા જાુદા ભાગમાં લોહી યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તે દર્દીના ધબકારા પરથી ખબર પડે છે. હ્રદય ધબકે ને લોહી ધમનીમાંથી આગળ વધે છે. એટલે કે પંપીગ કરે છે.
આખા શરીરમાં ફેલાયેલી ધમની દ્વારા મસ્તક, આંખ, કાન, નાક, હાગ-પગ વિગેરે તમામ જગ્યાએ રકત વહે છે. હ્રદયના કે નાડીના ધબકારામાં ગડબડ લાગે તો ડોકટરને ખબર પડે અને તે પ્રમાણેની સારવાર કરે છે. શરીર વિજ્ઞાન સમજવાની જરૂર છે, તેનું જતન કરો, પોષ્ટિક આહાર લો એ જરુરી છે. હાર્ટના એક એક ધબકારો રકત પ્રવાહ ધમનીની દિવાલોમાં આગળ ધપે છે, આ દિવાલો સ્થિતિ સ્થાપક હોવાથી લોહી તેમાં આસાનીથી પરિભ્રમણ કરે છે. તમે ઘણીવાર નળી બ્લોક છે. એવું સાંભળ્યું હશે. જો આમ થાય તો રકત પ્રવાહ સરળતાથી આગળ વધતો નથી, કે મંદ પડી જાય છે. આવે વખતે મુશ્કેલી ઉભી થાય છે. અનિયમિત ધબકારાને કારણે હ્રદય બંધ પડે કે, દર્દી બેહોશ થઇ જાય છે. કેટલાંકને તો ફિટ અથવા ઝટકા પણ લાગે છે.
ચીની પરંપરાગત તબિબ શાસ્ત્રમા: દર્દીનું સામાન્ય પરિક્ષણ, હ્રદયના ધબકારા કે ફેફસાનું હલનચલન સાંભળવું, આંખ, કાન, નાકની ક્ષમતા તપાસવી એ છેે નાડી નિદાન પ્રક્રિયા ચિન-જાપાનમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. ધબકારાના વિવિધ પ્રકારોમાં છુટાછવાયા, તૂટક તૂટક ઝડપી ખોખલા, હળવા, હિડનપલ્સ, તાણયુકત, ઉતાવળીયા, લાંબા, ટૂંકા, ઝીણા, અચોકકસ, સ્લિપરીપલ્સ, રિલેકસ્ડ પલ્સ, સાધારણ, તંગ, સ્ટ્રીંગી, પરિપૂર્ણ નબળા, અશકત, વુેગેલા, ધીમા, ઉતરતા, જેવા હોય છે. જેના પરથી ડોકટર અલગ અલગ નિદાનને બાદમાં તેની સારવાર કરે છે.
આપણાં શરીરનું રૂધિરા ભિસરણ તંત્ર અતિ મહત્વનું છે. તે એક ઇન્દ્રિયતંત્ર છે. (એમિનો એસીડ, ઇલેકટ્રોલાઇટસ) જેવા પોષક તત્વો, વાયુઓ, અંત:સ્ત્રાવો, રકત કોશિકાઓ વિગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે, અને રોગ સામે લડવામાં અને હોમિયોસ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરનું તાપમાન અને પી.એચ. ને સ્થિર રાખવામાં મદદ કરે છે. આ તંત્રનું સૌથી મહત્વનું અંગ હ્રદય છે. તેથી જ આ તંત્રને રકત વિતરણ નેટવર્ક તરીકે જોવાય છે.
રૂધિરા ભિસરણ તંત્રની ૧૬મી સદીમાં પ્રાચિન ઇજિપ્તમાં થઇ હોવાનું જાણવા મળે છે. ત્યારે પણ ધમનીઓના હ્રદયના જોડાણને પૃષ્ટિ અપાય હતી. પ્રાચિન ભારતમાં આયુર્વેદીક વૈદ્ય સુશ્રુતે શરીરનાં મહત્વના પ્રવાહીનું જ્ઞાન આપ્યું હ્રદયના વાલની શોધ તો ચોથી સદીમાં ડોકટર હિપ્પોક્રેટીયને કરી હતી.
આપણા હ્રદયને આપણે સંભાળીને રાખવું કારણ કે તે અતિ મહત્વનું અંગ છે. આખા જીવન દરમ્યાન ૧૬ કરોડ લિટર લોહી પંપ કરે છે. ચાર અઠવાડીયાની ગર્ભધારણ અવસ્થા બાદવા શિશુનું હ્રદય ધબકવા લાગે છે. અત્યાર સુધીમાં માણસના સૌથી ઓછા ર૬ ને વધુ ૪૮૦ પ્રતિ મિનિટે નોંધવામાં આવ્યા છે. તાજા જન્મેલા બાળકના ૭૦ થી ૧૬૦ ને વૃઘ્ધના સૌથી ધીમા ૩૦ થી ૪૦ ધબકારા હોય છે.
તમારૂ હ્રદય એક મિનીટમાં ૭ર વખત અને આખા દિવસમાં ૧ લાખ વખતને જીવનમાં લગભગ અઢી અબજ વાર ધબકે છે. આજથી લગભગ ત્રણ હજાર વર્ષો પહેલાના સંગ્રહ કરેલા મૃત શરીરમાં (મમ્મી) પણ હાર્ટની બિમારી જોવા મળી હતી. બહુ જુજ કેસોમાં હાર્ટનું કેન્સર જોવા મળે છે. દુનિયામૉ સૌથી હ્રદય રોગીઓ તુર્કમેનીસ્તાન દેશમાં મૃત્યુ પામે છે. ઇતિહાસમાં ૧૮૯૩માં પ્રથમ હાર્ટ સર્જરી થઇ, ૧૯૫૦માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો અને ૧૯૬૭માં પહેલીવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ જો કે એમાં દર્દી ફકત ૧૮ દિવસ જ જીવ્યો હતો. જનાવરમાં ઓકટોપસને ૩ હાર્ટ હોય છે. હાર્ટના ઇ.સી.જી. મશીનનો શોધ ૧૯૦૩ માં કરાઇ હતી.હ્રદયની એક અચંબા ભરી વાતમાં મલેશીયા અને બીજા દેશોમાં ઉંદરની એક પ્રજાતિમાં હ્રદયના ધબકારા ૧પ૧૧ પ્રતિમીનીટે તો નોર્થ અમેરિકાની ખિસકોલીમાં સૌથી ઓછા ફકત પાંચ ધબકારા પ્રતિમિનીટે નોંધવામાં આવ્યા છે. તમારૂ જમણું ફેફસું ડાબા કરતા આકારમાં નાનું હોય છે. કારણ કે તેને હાર્ટને જગ્યા આપવાની હોય છે. આપણા હ્રદયનું વજન ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જ હોય છે. તમે ગમતાં ગીતો સાંભળો તો પણ તમારા હ્રદયના ધબકારામાં બદલાવ આવે છે. એક વિચિત્ર એક વિચિત્ર વાત જોઇએ તો પુરૂષ કરતા સ્ત્રીના ધબકારા દર મીનીટે ૮ વધુ હોય છે.
આપણાં હ્રદયમાં સૌથી મોટી ધમની ‘અરોટા’ છે જે ગાર્ડનમાં પાણી પાવા માટે રાખેલ પાઇપ ને મળતી આવે છે. ધારો કે આપણું હ્રદય શરીરની બહાર લોહી ફેકે તો તે ૩૦ ફુટ ઉંચે જઇ શકે છે. હાર્ટમાં આવેલા ૪ વાલ્વ ખોલ બંધ થવાથી ધબકારાનો અવાજ આવે છે. પુરૂષ-સ્ત્રીમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ જોવા મળે છે. આપણાં શરીરમાં ૬૫ ટકા પાણી છે. અને પાચન, રૂધિરાભિસરણ, ઉત્સર્ગ, શ્વસન અને પ્રજનન એમ પાંચ શરીરની મુખ્ય ક્રિયા છે.
નાડીના ધબકારા ઉપરથી ઓળખો રોગોને
નાડી પરીક્ષા વિશે આયુર્વેદ શાસ્ત્રના અને ગ્રંથોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે નાડી પરીક્ષણ દ્વારા આપણે કોઇપણ પ્રકારના રોગો વિશે જાણકારી મેળવી શકીએ છીએ, નાડી પરીક્ષાની અંદર આપણા હ્રદયના થતા ધબકારા ઉપરથી આપણે જાણી શકીએ છીએ, કે આપણા શરીરમાં કયા અંગની અંદર કયા પ્રકારનો રોગ છે. નાડી પરીક્ષણ દ્વારા તમારી કિડનીથી માંડી અને કેન્સર જેવી જટિલ સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.સામાન્ય રીતે વૈધ દ્વારા પુરૂષોના જમણા હાથની નાડી અને સ્ત્રીઓના ડાબા હાથની નારીનું પરીક્ષણ કરવામાં આવે છે. ઘણી વખત વેદ સ્ત્રીઓના જમણા હાથની નારીનું પણ પરીક્ષણ કરતા હોય છે. મોટે ભાગે નાડી પરીક્ષણ માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મોટાભાગના વૈદ્ય સવારના સમયમાં તમારા નાડી પરીક્ષ દ્વારા તમારા રોગની જાણકારી મેળવતા હોય છે.
રોગના સંબંધમાં શું કહે છે નાડી વિજ્ઞાન
- માનસીક રોગ ટેન્શન ભય અને ગુસ્સાવાળા લોકો નહીં નાડીની ગતિ ખુબ ઝડપથી હોય છે, અને સાથે સાથે તે ગરમ ચાલતી ચાલતી હોય છે.
- કસરત અને મહેનતનું કામ કરતા લોકોની નાડી પણ ખૂબ ઝડપથી ચાલતી હોય છે.
- ગર્ભવતી મહિલાઓની નાડી પણ ખૂબ ઝડપથી ચાલતી હોય છે.
- જો કોઇપણ વ્યકિતની નાડી રોકાઇ- રોકાઇને ચાલતી હોય તો તેને અસાઘ્ય રોગ થવાની સંભાવના વધી જતી હોય છેે.
- ક્ષય રોગની અંદર નાડીની ગતિ મસ્ત ચાલ વાળી હોય છે.