જામીન આપી શકાય તેવા કેસમાં પણ આરોપીને જેલ હવાલે કરવાથી જેલ અન્ડર ટ્રાયલ કેદીઓથી ભરાઇ ગઇ

જામીનના અભાવે અને વિલંબથી થતી સુનાવણીના કારણે 2-3 જેટલા કેદીઓ જેલમાં સબડી રહ્યા છે. ત્યારે આ અંગે અલગ કાયદો બનાવી જામીન અરજીનો ત્વરીત નિકાલ થાય અને ગુનાના ગુણદોષને ધ્યાને લઇ ઝડપથી જામીન અરજીનું હીયરીંગ થાય તો બીન જરૂરી ધરપકડો થતી અટકી શકે તેમ હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા અવલોકનમાં કેન્દા સરકારને નિર્દેશ સાથે સુચન કર્યુ છે. જેના કારણે બીન જરૂરી ધરપકડો થતી અટકે અને પોલીસરાજની છાપ પણ અટકી શકે તેમ હોવાનું સુચન કર્યુ છે.

દેશભરની જેલોમાં અન્ટર ટ્રાયલ કેદીઓથી ઉભરી રહી છે ત્યારે ગુજરાત હાઇકોટ4 દ્વારા તાજેતરમાં જ આગોતરા જામીન અરજીની સુનાવણી ત્રણ દિવસમાં અને રેગ્યુલર જામીન અરજીની સુનાવણી બે દિવસમાં પુરી કરવાના આદેશ જારી કર્યા હતા. દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે વધુ ગંભીર બની પોલીસ દ્વારા કરવામાં આવતી બીન જરૂરી ધરપકડ સામે રોક લગાવતો નિર્દેશ આપ્યો છે. સીઆરપીસી કલમ 41 અને 41(એ)નું કડક પાલન કરી ધરપકડ કરવા આદેશ કર્યો છે.

પોલીસ અધિકારી ધરપકડના કારણો લેખિતમાં રેકોર્ડ કરવા બંધાયેલા: કેન્દ્ર સરકારે જામીન અરજી માટે અલગ કાયદો લાવવો જરૂરી

સાત વર્ષથી ઓછી સજાના કેસના આરોપીની ધરપકડની જરૂર ન હોવા છતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. જેના કારણએ કોર્ટમાં કેસનું ભારણ વધી રહ્યું છે. પોલીસના આવા વલણના કારણે ગરીબ, અભણ અને મહિલાઓને વિના કારણે જેલમાં ગયાનું લેબલ લાગતું હોય છે. પોલીસની કઠોળ પગલું સુપ્રીમ કોર્ટ દ્વારા ગણાવી પોલીસરાજની છાપ ઉભી થતી હોવાનો નિર્દેશ આપ્યો છે.

જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બંધારણની કલમ 21 મુજબ જીવન અને સ્વતંત્રતાનો તમામને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. અદાલત દ્વારા આ મુદે વારંવાર સ્પષ્ટતા કરે છે. નિર્દોષતાની ધારણા એ સાર્વત્રિક સિધ્ધાંત છે. કોગ્નિસેબલ ગુમાં ધરપકડ ફરજીયાત નથી સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં આરોપી દ્વારા પોલીસ તપાસમાં સહયોગ આપવામાં આવી રહ્યાનો તપાસનીશ અધિકારીને સંતોષ હોય ત્યારે તે જામીન આપવાની કાયદામાં જોગવાય છે.

પોલીસ અધિકારીઓ ધરપકડના લેખિત કારણો રેકર્ડ કરવા માટે બંધાયેલા છે. અને વિશ્ર્વાસનું કારણ અને સંતોષ માટે ધરપકડ બંને ઘટકો ફરજીયાત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે અગાઉ કરેલા આદેશનું પોલીસ દ્વારા પાલન થતુ નથી કલમ 41નું યોગ્ય રીતે પાલન કરી ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસ અધિકારીઓ કાયદાની જોગવાયને અનુસરવા બંદાયેલા છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને એમ.એમ.સુંદરેશનની ડિવજન બેન્ચ દ્વારા કેન્દ્ર સરકારે રેગ્યુલર જામીન અરજી અને આગોતરા જામીન અરજી અંગે નવો કાયદો બનાવવો જરૂરી હોવાની ભલામણ કરી છે. સેકશન 41(એ) મુજબ નિર્ધારીત કાયદાને ધ્યાને રાખવામાં આવે નિર્દોષતાની ધારણાના ટચસ્ટોનનો ઉપયોગ કરી વિવેક બુધ્ધી સાથે કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.