Table of Contents

ધોરણ 12ના વિદ્યાર્થીઓના આપઘાતના વધતા જતા બનાવોના મુદ્દે નીટ સામે રાજકીય નિશાન તાકાયું

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને દેશના અલગ-અલગ 12 મુખ્યમંત્રીઓનેમેડિકલ કોલેજ માટે જરૂરી નીટની પરીક્ષા રદ કરવાની માંગ ના અમલમાં સહકાર આપવા પત્ર લખ્યો છે નીટ મુદ્દે ન્યાયમૂર્તિ એ.કે રંજનની સમિતિએ આપેલા અહેવાલના પગલે સ્તાલીને હવે આ મુદ્દો રાજકીય રીતે ઉઠાવવા અને 12 મુખ્યમંત્રીઓના સહકારથી સરકાર પર દબાણ લાવવા ની  રણ નીતિ અપનાવી છે.

સ્તાલીને લખેલા પત્રમાં જણાવાયું છે કે ની ટ રદ કરવાના મુદ્દેદેશ વ્યાપી કરવામાં આવશે આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી ઝારખંડ કેરલ મહારાજ ઓરિસ્સા પંજાબ રાજસ્થાન ગંગાના પશ્ચિમ બંગાળ અને ગોવાના મુખ્યમંત્રીઓને પહેલી ઓકટોબરે પત્ર લખવામાં આવ્યું છેકેન્દ્ર સરકારની આ પરીક્ષા અને રાજ્ય સરકારના કાયદા સામે ના પ્રકાર ના રૂપ માં આવી છે.

નીટના વિરોધીઓની એવી માંગ છે કે મેડિકલ કોલેજની પ્રવેશ પરીક્ષા રાજ્ય સ્તરે થવી જોઈએ અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષા ને ખુબ જ અઘરી અને વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધારનારી માનવામાં આવે છે ની પરીક્ષા માટે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ને ફરજિયાત પણે શહેરી વિસ્તારમાં કોચિંગ ક્લાસ માટે આવવું પડે છે ગ્રામ્ય વિસ્તારમાં કોચિંગ ક્લાસ ની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને નીટ ની પરીક્ષા ને લઈને જ મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે.

કાલ ની આગેવાનીમાં દેશના એનડીએના તમામ મુખ્યમંત્રીઓ ને એક જૂથ કરીને આ ટ્વીટને રદ કરવા માટે સરકાર પર દબાણ ઊભું કરવાની રણનીતિ આગામી દિવસોમાં એવા રૂપ લેશે તેના પર તમામની મીટ મંડાયેલી છે,રાષ્ટ્રીય સ્તરની મેડિકલ પ્રવેશ પદ્ધતિ અને શિક્ષણવિદો આદર્શ વ્યવસ્થા તરીકે માન્ય કરે છે ત્યારે ભાજપના 12 રાજ્યના મુખ્યમંત્રીઓને નીટ રદ કરવા ના મુદ્દે એક કરવાના તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન પ્રયાસોએ સહિતના મુદ્દે સમગ્ર દેશમાં ભારે ચર્ચા ઊભી કરી છે.

મેડિકલ કોલેજમાં અભ્યાસ અને પ્રવેશ મેળવવો એ દરેક વિદ્યાર્થીઓ માટે એક સપનું હોય છે ત્યારે રાષ્ટ્રીય ધોરણે એક સમાન ભાવે અને અલગ-અલગ 15 ભાષાઓમાં નીટની પરીક્ષા લેવાય છે ત્યારે ભાભી તબીબો નું ઉત્તર અને તબીબી અભ્યાસક્રમની ગુણવત્તા જળવાઈ રહે તે માટે નીટની પરીક્ષા ને આદર્શ ગણવામાં આવે છે.

અબ તક દ્વારા નીટની પરીક્ષા શિક્ષણક્ષેત્રે કેટલીક અગત્યની છે તે અંગે શિક્ષણવિદ નિષ્ણાતોનો મત લઈ ની પરીક્ષા લેવાવી જોઈએ કે નહીં ? ની ટ ની પરીક્ષા માં માતૃભાષાનું મહત્વ અને જો યોગ્ય ન હોય તોવેકલપિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે અંગે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

મેડિકલ કોલેજના પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાવી જોઈએ પણ સાથે સાથે ગુજસેટને ધ્યાને લેવી જોઈએ: ડોક્ટર રશ્મિકાંત પ્રવિણચંદ્ર મોદી (મેનેજીંગ ટ્રસ્ટી મોદી સ્કૂલ રાજકોટ)

મેડિકલ કોલેજોમાં રાષ્ટ્રીય સ્તરની નીટની પરીક્ષા આધારે પ્રવેશ આપવામાં આવે છે.આ વ્યવસ્થા રાષ્ટ્રીય સ્તરની તબીબી વ્યવસાય ની ગુણવત્તા નું ધોરણ જાળવી રાખવામાં જરૂરી છે કેળવણીકાર અને વિજ્ઞાનના અભ્યાસ માટે રાજ્ય કક્ષાની કીર્તિ ધરાવતા મોદી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર રશ્મિકાંત પ્રવિણચંદ્ર મોદીએ આ પુસ્તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીટ થી ભાવી ડોક્ટરોની ગુણવત્તા જળવાઈ રહે છે હવે વૈશ્વિક સ્તરના તબીબોની જરૂર છે નીટ વિદ્યાર્થીઓને અઘરું પડે પણ તબીબો માટે ગુણવત્તા જાળવવી જરૂરી છે

તેમણે જણાવ્યું હતું કે એવું કરી શકાય કે  આંતરરજ્ય પ્રવેશ માટે નીટની પરીક્ષા અને જો જો ગુજરાતમાં જ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો હોય તો તે માટે ગુજસેટ ને માન્ય રાખવું જોઈએ નીટની પરીક્ષા શહેરી વિસ્તારો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર  વિદ્યાર્થીઓ માટે અઘરી નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ભણેલા વિદ્યાર્થીઓને નીટ ની તૈયારી માટે ફરજિયાત શહેરમાં આવવું પડે, મોંઘા ભાવના કોચિંગ ક્લાસ રાખવા પડે ,આથી હોશિયાર વિદ્યાર્થીઓ માટે રાજ્ય ના બોર્ડ ના મેરિટના આધારે ગુજસેટ ની વ્યવસ્થા રાખવી જોઈએ બાકી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની ગુણવત્તા જાળવવા માટે નીટ જેવી પરીક્ષા હોવી જ જોઈએ.

નીટ ની પરીક્ષા ડોક્ટરોની ગુણવત્તા જાળવવા માટે અતિ અનિવાર્ય: જીતુભાઈ ધોળકિયા (મેનેજિંગ ડિરેક્ટર ધોળકિયા સ્કૂલ રાજકોટ)

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભાર રૂપ હોવાનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેળવણી ક્ષેત્રે અને ખાસ કરીને સાયન્સના અભ્યાસક્રમ માટે જાણીતીધોળકિયા સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર જીતુભાઈ ધોળકિયા એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીટની પરીક્ષાથી મેડિકલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા જળવાઈ રહે છે

વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્પર્ધા થી કોલેટી સુધરે છે સાથે સાથે અલગ અલગ રાજ્યના બોર્ડ નું પરફોર્મન્સ પણ જળવાઈ રહે તે જરૂરી છે ની ટ ને બંધ કરવાની કોઈ જરૂર નથી, હા તેમાં રાજ્યના બોર્ડના માર્ક ને પણ મૂલ્યાંકિત કરવા જોઈએ. જીતુભાઈ ધોળકિયા એ માતૃભાષાનું મહત્વ સમજાવતા એક દાખલો આપ્યો હતો કે ત્રણ વર્ષ પૂર્વે રાષ્ટ્રીય સ્તરની સી,એની પરિક્ષામાં રાજકોટના કીરી પરાગ સમગ્ર દેશમાં સીએની પરીક્ષા માં પ્રથમ આવ્યો હતો તેણે ત્યારે ગુજરાતીમાં પરીક્ષા આપી હતી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની હોશિયારી કરતા તેનું કૌશલ્ય માંપવાનું હોય છે ત્યારે ત્રણ કલાકમાં પોતાના જ્ઞાનનો પૂરેપૂરો નીચોડ અને વર્ણન સારી રીતે જે ભાષામાં કરી શકે તે ભાષાને માન્ય રાખવી જોઈએ આવી પરીક્ષા માં ભાષા નું બંધન ન હોવું જોઈએનીટની પરીક્ષા 15 ભાષામાં અપાય છે

સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં વિદ્યાર્થી સારું પરફોર્મન્સ ન કરે તો બોર્ડનું પરિણામ પણ ધ્યાન માં રાખવાની જોગવાઈ કરવી જોઈએ, તેમણે જણાવ્યું હતું કે ની ટ જેવી પરીક્ષામાં જો પ્રથમ પરીક્ષા એ સફળતા ન મળે તો બે ત્રણ પ્રયત્નો પછી સમય અને પૈસાનો બગાડ ન કરવો જોઈએ.

નીટની પરીક્ષાની તૈયારીઓ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે મોંઘી સાબિત થાય છે: ડોક્ટર કેતન ભાલોડીયા (ટ્રસ્ટી એસ.ઓ.એસ સ્કૂલ રાજકોટ)

તામિલનાડુના મંત્રી સ્ટાલિન એ દેશના ઈન્ડિયાના અન્ય 12 મુખ્યમંત્રીઓને પત્ર પાઠવી રદ કરવાની ઝુંબેશ માં મદદરૂપ થવાની અપીલ કરી છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે જરૂરી છે કે કેમ? તેનો એક પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે “અબતક” સાથેની વાતચીતમાં રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા અને 12 વિજ્ઞાન બોર્ડ માં વારંવાર તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે રાજકોટનું નામ રોશન કરતી એસ ઓએસ સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર કેતન ભાઈ ભાલોડીયા એ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં હોશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ,અગાઉ પણ બોર્ડ મેરીટના આધારે મેડીકલમાં પ્રવેશ આપવામાં આવતો હતો હવે રાષ્ટ્રીય કક્ષાની નીટની પરીક્ષા લેવાય છે વ્યવસ્થા આદર્શ છે પરંતુપ્રવેશમાં સમાન તક મળવી જોઈએ ની તૈયારી ગ્રામ્ય વિસ્તાર અને આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે ભારરૂપ બની જાય છે ગરીબ વિદ્યાર્થીઓને મોંઘા કોચિંગ ક્લાસ ની જરૂરિયાત અન્યાય કરાવે છે,

ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડિકલમાં એડમિશન માટે મેરીટ અને સ્થાનિક પરીક્ષા ની વ્યવસ્થા હોવી જોઈએ, ભલે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે નીટ રાખવામાં આવે પણહોશિયાર અને ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અબ તક સાથેની વાતચીતમાં ડોક્ટર કેતન ભાલોડિયાએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં માતૃભાષા જ સવિશેષ સારું પરિણામ લાવી શકે.

મેડીકલ કોલેજના પ્રવેશમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે નીટની પરીક્ષા ક્યારેય રદ ન થવી જોઈએ: જયેશ ભરાડ (ભરાડ વિદ્યા મંદિર જુનાગઢ)

મેડિકલ કોલેજ ના પ્રવેશ માટે લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની “નીટ”પરીક્ષાને લઇને ઊભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે અબ તક સાથેની વાતચીતમાં જૂનાગઢના કેળવણીકાર ભરાડ વિદ્યા મંદિર ના મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ ભરાડ એ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરણે મેડિકલના પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા આદર્શ વ્યવસ્થા છે, જો નિટ નહોય તો દેશના ઘણા એવા રાજ્યો છે જ્યાં બોર્ડની પરીક્ષાઓમાં સેટિંગ થાય છે અને નબળા વિદ્યાર્થીઓ નેઊંચી ટકાવારી નું પરિણામ આપીને મેડિકલમાં એડમિશન નું કૌભાંડ થઈ શકે,નામ જાહેર ન કરાય પણ દેશમાં ઘણા એવા રાજ્યો છે ત્યાં એડમિશન થી લઇ પરીક્ષાઓમાં મોટા કૌભાંડના નેટવર્ક ચાલે છે,

નીટ જેવી પરીક્ષાથી રાષ્ટ્રીય સ્તરે મેડિકલના અભ્યાસક્રમ માટે એક નિશ્ચિત ગુણવત્તા જળવાઈ રહે જોકે નીટ સાથે સાથે રાજ્યના બોર્ડ  ના માર્ક નું પણ આંકલન થવું જોઈએ,તમામ પરીક્ષામાં માતૃભાષાનું મહત્વ હોઈ જ શરૂઆતમાં જ્યારે નીચનો પ્રારંભ થયો ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષા માં ભાષા નું બંધન ન હોવું જોઈએ એવું સૂચન કર્યું હતું આજે નીટ અલગ-અલગ ભાષામાં લેવાય છે,

નીટ નો વિરોધ યોગ્ય નથી હા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન નો પ્રશ્ન છે ત્યારે દરેક રાજ્ય સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી વિદ્યાર્થીઓના ડિપ્રેશન ઓછા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ બાકી તબીબી ક્ષેત્રમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ની ટ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા વ્યાજબી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.