કુલ રૂ. ૩૪.૮૧ લાખનો મુદામાલ જપ્ત : બન્ને શખ્સ વિરુદ્ધ માળીયા પોલીસ મથકે ગુનો નોંધાયો
મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી આરઆર સેલે પકડી પાડેલા ટ્રકમાંથી કુલ રૂ. ૨૪.૭૯ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે. કુલ ૩૪.૮૧ લાખના મુદામાલ સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે.
આરઆર સેલે મોરબી નજીક આવેલા અણીયારી ટોલનાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. આ ટ્રકમાં પાવડરની બોરીઓ નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. દારૂ ભરેલ આ ટ્રક એમપીના ઇન્દોર થી કચ્છ તરફ જઈ રહ્યો હતો.દરમિયાન આર આર સેલને મળેલ બાતમીના આધારે અણિયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી બેઠા હતા તે સમયે ત્યાં થી પસાર થતી જીજે ૨૦ટી ૪૯૪૪ નંબરના ટ્રકની તલાશી લેતા ટ્રકમાં થી પાવડરની બોરીઓ નીચે દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી. આરઆરસેલે ટ્રકને ઉભો રખવતા ટ્રકમાં બેઠેલો શખ્સ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષફળ રહ્યો હતો અને આ શખ્સને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ટ્રક એમપીના ઇન્દોરથી કચ્છ જતો હોવાનું ખુલ્યું હતું.આ ટ્રકમાંથી આરઆર સેલે વિદેશી દારૂની ૯૮૭૪ બોટલ કિંમત રૂ. ૨૨,૩૮,૩૦૦ અને બિયર ટીન નંગ ૨૪૧૨ કિંમત રૂ. ૨,૪૧,૨૦૦ મળીને કુલ રૂ. ૩૪,૮૧,૫૦૦ના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી માળીયા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેડને આરઆરસેલના પીએસઆઇ મનીષ વાળા, રામભાઈ મંઢ, રસિકભાઈ પટેલ, સતિષભાઈ હૂંબલે સફળ બનાવી હતી.