પરિવાર અગાસી પર સૂતો રહ્યો અને તસ્કરો હાથ સાફ કરી ગયા
મોરબીના લાલપર ગામ નજીક રહેતાં રહેણાંક મકાનમાં પરિવારનાં સભ્યો છત પર સુતા રહ્યા અને તસ્કરો ઘરમાં હાથ સાફ કરીને સોના ચાંદી નાં દાગીના અને રોકડ સહીત રૂ.૨.૧૩ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામમાં રહેતાં મૂળ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ઘનશ્યામસિંહ કાનાજી ઉર્ફે કનુભા સોલંકી અનેં તેમનાં પરિવારના સભ્યો ગત રાત્રિના છત પર સુવા ગયા હતાં તે દરમીયાન તસ્કરો ત્રાટકયા હતાં.અનેં ઘરનાં તાળાં તોડી ઘરની તિજોરીમાથી રોકડ રુ.૧.૩૦ લાખના સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨.૩૦ લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સવારે ઘનશ્યામ ભાઈએ જોતાં ઘર અસ્ત વ્યસત હતુ અનેં ઘરમા ચોરી થયાનું માલુમ પડતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલિસે ગુન્હો નોંધી વધું તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com