આર.આર.સેલે બાતમીને આધારે ઓટોપાર્ટ્સના નામે લઈ જવાતા ૩૩ લાખના દારૂ સહિત ૪૩ લાખના મુદામાલ સાથે બે ને ઝડપી લીધા
વિદેશીદારૂ ઘુસાડવા માટે ગ્રીન કોરિડોર સમાન કચ્છ મોરબી હાઇવે પર માળીયાના અણિયારી ટોલનાકા નજીકથી આર.આર.સેલે ઓટોપાર્ટ્સના નામે ક્ધટેનરમાં વિદેશીદારૂ ગુજરાતમાં ઠલવાઇ તે પૂર્વે જ અંદાજે અડધો કરોડના વિદેશીદારૂ અને મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લેતા બુટલેગર આલમમાં સોપો પડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા નજીકથી આર.આર.સેલના પી.એસ.આઈ. કૃણાલ પટેલને મળેલ બાતમીના આધારે આર.આર. સેલના રામભાઈ મંઢ, રસીકભાઈ પટેલ સુરેશભાઈ હુંબલ સહીતના સ્ટાફે ગોઠવેલ વોચ દરમ્યાન ત્યાથી પસાર થતા ટ્રક ક્ધટેનર નંબર એચ.આર. ૬૬ એ ૧૬૦૩ ને રોકી તલાસી લેતા સીલ બંધ ક્ધટેનર શંકાસ્પદ જણાયુ હતું જેને પગલે આરઆરસેલ ના સ્ટાફે ખોટી રીતે લગાડેલ સીલ તોડતા અંદરથી રૂ.૩૩,૨૬,૪૦૦ ની કિંમતનો જુડો જુદી બ્રાન્ડની દારૂની બોટલનો જથ્થો નીકળ્યો હતો અને ક્ધટેનરમાં દસ હજાર નંગથી વધારે બોટલો નો જથ્થો અને ક્ધટેનર કિંમત રૂપીયા દસ લાખ મળી કુલ ૪૩,૨૭,૯૦૦ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં આર.આર.સેલે વિદેશીદારૂ ગુજરાતમાં ઘુસાડવા બદલ ટ્રકચાલક સત્યવીર હરચંદ ગુર્જર ઉ.વ.૩૩ રહે. જલાલપુર અલવર રાજસ્થાન અને અશોકકુમાર ગણેશારામ ભાદુ ઉ.વ.૩૦ રહે.ભીલાડી જી.અલવર રાજસ્થાન વાળા ની ધરપકડ કરી માળીયા મીયાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વિદેશી દારૂનો જથ્થો હરીયાણા તરફથી લઈ આવી કચ્છ તરફ લઈ જવાતો હોવાનુ પ્રાથમીક તપાસ મા ખુલ્યુ છે અને ઓટો પાર્ટ્સની ખોટી બીલ્ટી બનાવી બુટલેગરો દ્વારા આ જંગી જથ્થો ગુજરાતમાં ઠાલવવા પ્રયાસ કરાયો હતો પરંતુ આર.આર.સેલની સતર્કતાને કારણે તેત્રીસ લાખથી વધુ કિંમતનો વિદેશી શરાબ ઝડપાઇ ગયો હતો.
વિદેશી દારૂ રાજ્યમાં ઘુસાડવા મામલે આર.આર.સેલે ઝડપાયેલા બંને આરોપીઓ ઉપરાંત આ જથ્થો ક્યાં ઠાલવવાનો હતો તે સહિતની બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.