લોક ડાઉનનાં કારણે અસંખ્ય પરિવારો પોતાના ઘર તથા વતનથી દૂર રોજીરોટી માટે દૂર દૂરનાં જિલ્લાઓમાં ફસાયેલા હતાં. જેમ જેમ લોક ડાઉનનાં તબક્કાઓ વધતા જતા ગયા હતા. તેમ તેમ આ પરિવારોની ચિંતા વધતી જતી હતી ત્યારે સરકાર દ્વારા વતન વાપસી માટે મંજૂરી આપતા રાજુલાના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ સહિતના લોકોએ દરિયાઇ પટ્ટી વિસ્તારના શ્રમિકો પરિવારોને માદરે વતન પહોંચાડવા માટે બીડું ઝડપ્યું હતું ત્યારે આવાં અસંખ્ય પરિવારો દ્વારા ધારાસભ્ય નાં આવકાર કાર્યલયનો સંપર્ક સાધતાં ધારાસભ્યની ટીમ દ્વારા ઓનલાઇન મંજૂરી થી લઈને વાહનો વ્યવસ્થા તથા માદરે વતન પહોંચાડવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે રાજુલાના ચાંચ બંદર ગામના રહેવાસી ૨૮ લોકો કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાના લોદ્રાણી ગામ પાસે પાકિસ્તાનની બોર્ડર નજીક રોજગારી અર્થે ગયેલા હતા. પરંતુ લોક ડાઉનનાં કારણે આ પરિવારો ત્યાં ફસાયેલા હતાં ત્યારે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો સંપર્ક કરતાં તેમનાં દ્વારા જરુરી વ્યવસ્થા કરવામાં આવી તથા ઓનલાઇન મંજૂરી મેળવવા માટે આ શ્રમિક પરિવારોની મદદ  રાપરનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાનાં કાર્યલય થી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્યો અંબરીશ ડેર અને સતોકબેન તથા આગેવાનોની મદદથી આ પરિવારો પોતાના માદરે વતન ચાંચ બંદર ગામે પહોંચ્યા હતા. ત્યારે આ પરિવારોએ મદદ કરનાર તમામ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.