સ્કોપીયો કારમાં આવેલા આવાર તત્વોએ જામનગર-તુલસીશ્યામ રૂટની બસમાં તોડફોડ કરતાં નોંધાતો ગુનો
વંથલીના શાપુર નજીક સ્ક્રોપીઓમાં સવાર પાંચ શખ્સોએ એસ.ટી. બસનાં ચાલકને હેરાન કરી, બસ આંતરી, બસ ચાલકને માર મારી ઇજાઓ કરી દઈ, બસનાં કાચ તોડી નાખતા બસમાં બેસેલા મુસાફરોમાં અફડા તફડી મચી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ એસ.ટી. ચાલક વિજયભાઇ રામશીભાઇ નંદાણીયા એસ.ટી. બસ લઈને શાપુર ગામના નવા અન્ડરબ્રીજ પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ભાવીન, સંજય, લાખોતથા બીજા બે અજાણ્યા ઇસમો પોતાના હવાલાની સ્કોર્પીયો કાર રજી નં. જીજે – 03 – એમએચ – 98 પાછળ ચલાવી, હોર્ન મારી, સાઇડ કાપેલ અને સ્કોર્પીયો એસ.ટી.બસની આગળ રોકી એસ.ટી. ચાલકને હેરાન કરેલ. જેથી એસ.ટી. ચાલકએ કહેલ કે ભાઇ શું કામ હેરાન કરો છો. બસમા મુસાફર બેઠા છે.
આમ કહેતા કારમાં સવાર પાંચેય આરોપીઓએ લાકડીઓ તથા લોખંડના પાઇપો વડે એસટી ચાલક ઉપર હુમલો કરી, માર મારી બન્ને હાથની હથેળીઓ તથા શરીરે મુંઢ ઇજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, એસ.ટી.બસમાં લાકડીઓ તથા પાઇપોનાં ઘા મારી, કાચ તોડી નાખી નુકસાની કરી હોવાની વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદના આધારે વંથલી પોલીસે 5 આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે, જેની વંથલી પો.સ.ઇ. વાય.બી. રાણા તપાસ ચલાવી રહ્યા છે.