ભગવતીપરામાં પૈસાની ઉઘરાણી કરતા યુવાનને બે શખ્સોએ છરી ઝીંકી દીધી
અબતક,રાજકોટ
મકરસંક્રાંતિના દિવસે બે મારામારીના બનાવો પ્રકાશમાં આવ્યા છે.જેમાં પ્રથમ બનાવમાં બેડી ચોકડી પાસે પારકા ઝઘડામાં દરમ્યાનગીરી કરવા જતા બેયુવાનો પર શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા યુવાનએ ગઈકાલે ઉછીના પૈસા આપ્યા હતા તેની ઉઘરાણી કરવા જતા બે શખ્સોએ તેને છરી ઝીંકી દેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રથમ બનાવની મળતી માહિતીજબ સેટેલાઈટ યાર્ડમાં રહેતોઅનીલભાઈ કાનજીભાઈ ચૌહાણ નામનો યુવાન ગઈકાલે તેના મીત્રને ત્યાં પતંગ ઉડાડવા માટે ગયો હતો બાદ બંને મિત્રો ચા પીવા માટે મઢુલી હોટલ ખાતે ગયા હતા ત્યારે હોટલની બાજુમાં આવેલ પંચરની દુકાનમાં ઝઘડો થતો હતો તે અનીલભાઈએ જોવા જતા રવિરાજસિંહ સોઢા, હિતેષ જીજુવાડયા અને જયેશ મકવાણા નામના શખ્સોએ તે ઝઘડો કરવા આવ્યો છે સમજી તેના પર ધોકા વડે તુટી પડતા તેને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટળમાં ખસેડવામા આવ્યો હતો.
જયારે ચાની કેબીન ધરાવતા રવિરાજસિંહ દિલીપસિંહ સોઢાએ બી ડીવીઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુંં હતુ કે તેઓ તેના મિત્ર હિતેશ જીજુવાડીયા તથા જયેશ પ્રકાશભાઈ મકવાણા સાથે ચાની દુકાને હતા ત્યારે બાજુમાં પંચરની દુકાને ઝઘડો થતા જોતા તેઓ ત્યાં સમજાવા જતા રવિરાજસિંહ પર શૈલેષ વાલજીભાઈ રીબડીયા, શૈલેષ રીબડીયાનો મિત્ર કાળાભાઈ, શૈલેષનો મિત્ર રજાક અને સંજય દેત્રોજાએ તેઓ ઝઘડો કરવા આવેલ સમજી તેના પર ધોકા -પાઈપ વડે હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બી. ડીવીઝન પોલીસે બંને યુવાનોની ફરિયાદ પર શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતો અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા રાજેશભાઈ જગદીશભાઈ જીલરીયા ઉ.૨૬એ ગઈકાલે સાંજે ત્રિમુત્રી ચોકમાં હતા ત્યારે ૨૦ હજારની પૈસાની ઉઘરાણી મામલે સાગર માલવા અને યોગેશ મલવાએ ઝઘડો કરી અને રાજેશને છરી ઝીંકી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને બી. ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.