યુવકે મોબાઈલ લેવા આપેલા રૂ.૪૪ હજાર પર માગતા બંને શખ્સોએ ખૂન કરી નાખવાની ધમકી દેતા નોંધાતો ગુનો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારી,ધમકી સહિતની ઘટનાઓ બનવા પામી છે.ત્યારે ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાલાજી હોલ પાસે ધરમ નગર શેરી નંબર 4 માં રહેતો અને દૂધની ડેરીમાં નોકરી કરતા યુવકે રૂપિયા ૪૪ હજાર દેના બે મિત્રોને મોબાઈલ લેવા માટે હાથોચીના આપ્યા હતા જે રૂપિયા યુવકે બંને શખ્સોએ પાસેથી પરત માંગતા તે બંને શખ્સોએ યુવકના ઘરે જઈ ગાળો અપો છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર બાલાજી હોલ પાસે આવેલા ધરમ નગર શેરી નંબર 4 માં રહેતા જશુબેન પરબતભાઈ સિંધવએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર મહેશ સિંધવ તેમની સાથે રહે છે અને દૂધની ડેરીમાં પ્રાઇવેટ નોકરી કરે છે. ગઈ તા-૦૭/૦૯ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના આસપાસ તેઓ ઘર બહાર તેના દિકરા મહેશ તથા તેનો મિત્ર ધ્રુવિત પીઠડીયા તથા તેમના સંબંધી બહેનો ભાવુબેન કાટોડીયા તથા સેજલબેન ખીટ સાથે મકાન બહાર બેઠા હતા.
ત્યારે ત્યા આનંદ સજયભાઇ પરમાર તથા તેનો મિત્ર પાવન ન ટુભાઇ મકવાણા બન્ને (રહે.રાજકોટવાળા) આવી તેમના પુત્ર મહેશને કહેવા લાગેલ કે ‘તુ મોબાઇલ આપેલ તેના પૈસા તેમજ ગાડીના કામ માટે હાથ ઉછીના રૂ.૪૪૦૦૦ આપેલ ની માંગણી અવાર નવાર કેમ કરશ’ જેથી મહેશે તેઓને કહેલ કે આનંદને મારો મોબાઇલ ફોન વાપરવા આપેલ હતો જે મને હજી સુધી પાછો આપેલ ન હોય જેથી મોબાઇલ ફોન માંગુ છુ અને મે રૂ.૪૪૦૦૦ હાથઉછીના આપેલ હતા જે હજી સુધી મને આનંદ પરત આપેલ નથી જેથી હુ માંગુ છુ તેવુ મહેશે તેઓને જણાવતા આરોપીઓએ ઉશ્કેરાઈ છરી બતાવી હાથઉછીના આપેલ પૈસા માગીશ તો તને જાનથી મારી નાખીશુ ની ધમકી આપતા તાલુકો પોલીસે બંને શખ્સોએ વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.