સેબીના મત મુજબ કેટલાક લોન કરારોમાં રહેલી જોગવાઈઓ એનડીટીવીના શેર હોલ્ડરના હિતને નુકસાનકારક બની રહી છે
દેશના કોર્પોરેટ જગતમાં રોકાણકારો અને પ્રમોટરો વચ્ચે કાયદાકીય વિસંગતતાઓ અને નાણાકીય ગેરવહીવટથી શેર હોલ્ડરોનો હક્ક, હીત વારંવાર જોખમાતો હોવાની ઘટનામાં કોર્પોરેટ જગત પર દેખરેખ રાખતી સેબીએ એનડીટીવીના પ્રમોટરો પર ૨૭ કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સેબીએ એનડીટીવી પર આક્ષેપ કર્યો હતો કે, કેટલાક લોન કરારોમાં એવી જોગવાઈ રાખવામાં આવી હતી જે શેર હોલ્ડરોના હક્ક, હિતમાં નુકશાનકારક હતી. સેબીએ ગુરૂવારે એનડીટીવીના પ્રમોટરો પ્રણવ રોય, રાધીકા રોય અને આર.આર.પી.આર હોલ્ડીંગ પર કેટલાક લોન કરારો અંગે શેર ધારકોને અંધારામાં રાખી વિવિધ સિક્યુરીટીના નિયમોને ભંગ કરવા બદલ ૨૭ કરોડનો દંડ ફટકાર્યો હતો.
સેબીએ જણાવ્યું હતું કે, લોન કરાર અંગે શેર ધારકોને સંપૂર્ણ વિગતો આપવાની નિયમનું ઉલ્લંઘન એનડીટીવીએ કર્યું હોવાનું ખુલ્યું છે. એક લોન કરાર આઈસીઆઈસીઆઈ બેંક સાથે થયો હતો અને બીજો વીસીપીએલ સાથે કરવામાં આવ્યા હતા. જેમાં આઈસીઆઈસીઆઈ બેંકની લોન ભરપાઈ કરવા માટે ૩૫૦૦ કરોડની લોન માટે વીસીપીએલ સાથે ૨૦૦૯માં ૨૦૦૦ કરોડની સમજૂતી કરવામાં આવી હતી. એક વર્ષ પછી સીપીએલએ ૮૫-૮૫ કરોડનો બીજો કરાર કર્યો હતો. આ લોન કરારમાં એવી કલમ અને શરતો સામેલ હતી કે એનડીટીવીના કામકાજ પર અસર કરી શકે છે. વળી લોન કરારની શરતે હોલ્ડીંગ ઈક્વિટી શેરમાં વોરંટમાં રૂપાંતરીત દ્વારા એનડીટીવીની ૩૦ ટકા શેર હોલ્ડીંગને મંજૂરી આપવામાં આવી હતી જે શેરધારકો માટે નુકશાનકારક બની શકે છે. એનડીટીવીને લગતી બાબતો સંવેદનશીલ માહિતી શેરધારકોથી છુપાવવામાં આવી હતી. જો કે બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે, એનડીટીવી કોઈ પક્ષકાર ન હોવાથી સ્ટોક એક્ષચેન્જને તેની વિગતો જાહેર કરવાની જરૂર રહેતી નથી.
એનડીટીવીની મુડીનું પુન: ગઠન કરવા માટે આ કરાર શેરધારકોના હિતને નુકશાન કરે તેમ હોવાથી એનડીટીવીના પ્રમોટર સામે આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રણવ રાય સહિતના પ્રમોટરો પર ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રણવ અને રાધીકાને વધારાના ૧ કરોડનો દંડ કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં સેબીએ ત્રણેય પ્રમોટરોને પ્રતિબંધીત જાહેર કર્યા હતા અને આ સમયગાળામાં કંપનીમાં કોઈ બોર્ડ અથવા મેનેજમેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુક્યો હતો. ગયા મહિને સેબીએ રોય દંપતિને ૧૨ વર્ષ કરતા પણ વધુના સમયગાળા દરમિયાન આંતરીક વેપારમાં ૧૬.૯૭ કરોડથી વધુની ગેરરીતિનો આરોપ મુક્યો હતો તેને નકારી કઢાયા હતા.