સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. મેઘરાજાએ તોફાની ઈનીંગ શ‚ કરતા ચો-તરફ થઈ ગયું છે. જળાશયો એક દિવસની અંદર છલકાઈ ગયા છે તો ઘણા સ્થળોએ પુરજોશમાં પાણી વહી નીકળ્યા છે. મોરબીના ટંકારામાં છેલ્લા પખવાડિયાની અંદર બીજી વખત મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ૨૪ કલાકની અંદર ૧૬ ઈંચ વરસાદ ખાબકતા લોકોએ વધુ એક વખત મેઘરાજાનું તોફાની સ્વ‚પ જોયું છે.
મોરબીમાં બારેમેઘ ખાંગા થતા જિલ્લાના ટંકારામાં ૩૪૦ મીમી, વાંકાનેરમાં ૧૩૨ મીમી, મોરબીમાં ૪૮ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકની અંદર નોંધાયો છે. બીજી તરફ હળવદ અને માળીયા મિયાણામાં વરસાદ સામાન્ય રહ્યો હતો. હજુ આગામી બે દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે બચાવદળો ખડેપગે છે. તેમજ તંત્ર દ્વારા પણ વરસાદની સ્થિતિ પર ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે.
તેમાં પણ ટંકારામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાતા ૩ કલાકની અંદર ૧૩ ઈંચ જેવો વરસાદ ખાંબકતા પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ૧૨૦૦થી વધુ લોકોને ઘર ખાલી કરાવી દરગાહમાં આશ્રય આપવામાં આવ્યો છે. ભારે વરસાદ સાથે ટંકારાના ડેમના દરવાજા ૮ ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ ઉપરાંત ટંકારાના નગરનાકાં, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, ઝમઝમનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. વધુમાં મોટાભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે વરસાદના પગલે એનડીઆરએફની બે ટીમને સતર્ક કરી દેવામાં આવી છે. હજી પણ વરસાદ અવિરતપણે ચાલુ હોવાથી અમરાપર અને ટોળ સંપર્ક વિહોણા બન્યા છે.
આ દરમિયાન મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરને પણ વરસાદની આગાહીના કારણે સતર્ક કરી દેવામાં આવ્યું છે. જો કે, ભારે વરસાદ વચ્ચે પણ દરિયો શાંત હોવાથી હજુ સુધી કોઈ ભયજનક સિગ્નલ લગાડવાની સુચના મળી ન હોવાનું અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
ગઈકાલે મોરબી, ટંકારા પંથકમાં ધીમીધારે મેઘસવારી શ‚ થયા બાદ સાંજે મેઘરાજાએ ‚દ્ર સ્વ‚પ ધારણ કર્યું હતું. જેના પરિણામે નાના ખીજડીયા, સાવડી, ખાંખરા, લક્ષ્મીનગર, જબલપુર, ઓટાળા, બંગાવડી અને ટંકારામાં ૧૪૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા હતા. ભારે વરસાદના પગલે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે બે વધારાના અધિકારીઓને ટંકારાનો ચાર્જ આપીને પળેપળની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. એનડીઆરએફ ઉપરાંત રાજકોટ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમને ખડેપગે રાખવામાં આવી છે.