ફીર એકબાર મોદી સરકાર!!!
ગઠબંધનનાં ગણિતમાં ભાજપ અવ્વલ નંબરે, કોંગ્રેસને પડશે ગ્રેસીંગમાં પણ ફાંફાં
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ૧૭મી મહાપંચાયતનાં ગઠન માટે યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણી સાત તબકકામાં યોજાય હતી ત્યારે ભાજપ પક્ષ દ્વારા ચુંટણી પહેલા જ ગઠબંધન કરવામાં સૌથી સફળ નિવડી હતી જયારે કોંગ્રેસને ગઠબંધન કરવામાં ફાફા પણ પડયા હતા. સાતમાં તબકકા બાદ જાહેર થયેલા એકઝીટ પોલોમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ફરીથી સ્પષ્ટ બહુમતી સાથે સતા પર આવે તેવા સર્વેક્ષણમાં ભાજપને દેશમાં સ્પષ્ટ જનાધાર મળે તેવા સર્વેક્ષણ જાહેર કરવામાં આવ્યા છે.
સાતમાં તબકકા બાદ જાહેર થયેલા એકઝીટ પોલ બાદમાં ભાજપને ૨૨૭ થી ૨૯૧ બેઠક જયારે એનડીએને ૨૭૭ થી ૩૫૨ બેઠકો મળશે. કેશરીયા પક્ષને ૨૦૧૪ની ચુંટણીમાં ૨૮૨નો આંકડો પાર કરવાની ઉજળી તકો દેખાઈ રહી છે. જો એકઝીટ પોલની આગાહી સાચી પુરવાર થાય તો ભાજપ માટે એક નવો ઈતિહાસ રચાશે. કોંગ્રેસ ૧૯૮૦ અને ૧૯૮૪માં બે ચુંટણી જીતીને લોકસભા શાસન મેળવવામાં સફળ થયાનો ઈતિહાસ જે નોંધવામાં આવ્યો હતો તે આ વખતે ભાજપ પણ નોંધી શકશે. એકઝીટ પોલમાં કોંગ્રેસ ૩૮ થી ૮૭ બેઠકો મેળવશે. કોંગ્રેસ ૨૦૧૪ની સૌથી કંગાળ ૪૪ બેઠકોનો આંકડો પાર કરીને ૮૭ સુધી પહોંચી શકશે અને આ વખતે કોંગ્રેસ એકલા હાથે વિપક્ષી નેતાગીરીનો દાવો પણ કરી શકશે.
નરેન્દ્ર મોદી એનડીએનાં વડાપ્રધાન તરીકે દિલ્હીમાં આરૂઢ થશે ત્યારે એકઝીટ પોલમાં એનડીએ એક પછી બીજા તબકકાની ચુંટણીમાં ભાજપની વધતી જતી બેઠકોનાં સહારે સારો દેખાવ કરે તો નવાઈ નહીં. ૨૦૧૪ની સરખામણીમાં ભાજપને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહારમાં આ વખતે સારો લાભ થયો હોવાનું દેખાઈ રહ્યું છે. આ સર્વેમાં પશ્ચિમ બંગાળ અને ઓરીસ્સામાં પણ ભાજપ, મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ વધુ સારો દેખાવ કરશે. પ્રાદેશિક પક્ષો સામે આ વખતે બેઠકોમાં વધારો આવશે પણ સરેરાશ ભાજપને જ ફાયદો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉતરપ્રદેશ અને કર્ણાટક ભાજપ માટે મહત્વનાં રાજયો બની રહેશે અહીં કોંગ્રેસ અને જનતા દળ ૨૦૧૪ જેવી ફાવત આવી નથી. ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ૨૮ માંથી ૧૧ બેઠકો જીતનારને આ વખતે ૯ બેઠકો મળી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાંથી ૪ દાબેરીઓ લઈ જશે. આંધ્રપ્રદેશમાં જગમોહન રેડ્ડી અને ટીડીપી વચ્ચેનાં સંબંધો ઉપર મીટ મંડાઈ છે. એકઝીટ પોલ દેશનાં રાજકારણની સંપૂર્ણ તાસીરને આલેખવામાં આવી રહી છે. આ વખતે ભાજપ અને એનડીએનું વિનવિન પરિસ્થિતિમાં હોયતેવું પણ માનવામાં આવી રહ્યું છે.
૨૦૧૯ની ચુંટણીનાં ૭માં તબકકા બાદ જાહેર થયેલા એકઝીટ પોલમાં અબ કી બાર ફિર સે મોદી સરકારનું નામ સામે આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસે ભાજપ અને એનડીએને સતા મળવાની આગાહીને માનવાનો ઈન્કાર કરીને જણાવ્યું છે કે, ૨૩મી મેનાં પરીણામો સતાધારી પક્ષ અને રાજકીય પક્ષો માટે આધારવિહોણા રહેશે. પરીણામો પરીવર્તન લાવનાર અને શાસક પક્ષને સતામાંથી દુર કરીને વિપક્ષને સતા આપનારા થશે. કોંગ્રેસનાં પ્રવકતા રાજીવ ગોવડેએ જણાવ્યું હતું કે, દરેક એકઝીટ પોલમાં એનડીએને સતા મળવાની વાત કરવામાં આવી છે. ૨૩મી મેએ કોંગ્રેસ અને યુપીએ ભાજપ અને એનડીએને સરપ્રાઈઝ આપશે. મતોનું ધ્રુવિકરણ અને બેઠકોની વહેંચણીનાં કામ જોઈએ તો તે એટલા સહેલા નથી. લોકો કોઈ દિવસ તેમની મનની સાચી વાત કોઈ દિવસ જાહેર પણ કરતા નથી ત્યારે એકઝીટ પોલ કે જે ભાજપ અને એનડીએ માટે ફાયદારૂપ માનવામાં આવી રહ્યો છે તે કદાચ ખોટો પણ સાબિત થશે પરંતુ એક વાત સાચી છે કે ભાજપ ગઠબંધનનાં ગણિતમાં અવ્વલ નંબરે આવ્યું છે અને કોંગ્રેસને ગ્રેસીગમાં પણ ફાફા પડયા છે.
રવિવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં શાસકપક્ષ એનડીએ ફરીથી કેન્દ્રમાં સરકાર રચશે. વિશેષ કરીને જો વાત કરવામાં આવે તો ૫૪૩માંથી એનડીએને ૩૦૪ બેઠક મળશે જેમાં એક્ઝિટ પોલ દર્શાવતી અનેકવિધ ટીવી ચેનલો એનડીએને વધુ બેઠકો મળે તેવી ધારણા કરી રહ્યું છે અને ફરી એકવાર મોદી સરકાર બનશે તેવી પણ વાત સામે આવી રહી છે. ૨૦૧૯ની ચૂંટણીના ૭ તબક્કા પૂર્ણ થયા બાદ અલગ-અલગ એક્ઝિટ પોલ બહાર આવ્યા છે જેમાં એકજ સૂર પૂરવામાં આવ્યો છે કે સરકાર એનડીએની બનશે જ્યારે કોંગ્રેસને ૨૦૧૪ની સરખામણી કરતા પણ ઓછી બેઠક મળશે તો નવાઇ નહીં પરંતુ આ તમામ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. સાચી હક્કીત ૨૩મેના રોજ જ જાહેર થશે અને લોકોનો જનાધાર અને લોકોનો વિશ્ર્વાસ ક્યાં પક્ષ તરફનો છે તે વાત પણ સ્પષ્ટ થઇ જશે. પરંતુ હાલ જો એક્ઝિટ પોલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એનડીએ સતામાં આ‚ઢ થાય તે શક્યતા જોવામાં આવી રહી છે.
૩ કરોડ મતદારો વધવા છતાં ગત ચૂંટણીનાં પરિણામમાં ૨ ટકા મતદાનમાં નોંધાયો ઘટાડો
૨૦૧૯ની સામાન્ય ચુંટણી કરતાં ૨૦૧૪ની ચુંટણીની સરખામણીમાં ૨ ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો છે. પુરુષ અને મહિલા મતદારોની સરખામણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં ૧.૪ ટકા રહ્યું હતું કે જે ૨૦૧૯ની ચુંટણીમાં ઘટીને ૦.૪ ટકા રહ્યું છે. કુલ મતદાનનાં ઘટાડા વિશે જો વાત કરવામાં આવે તો ૨ ટકાનો ઘટાડો ૨૦૧૪ની સરખામણીમાં જોવા મળી રહ્યો છે પરંતુ આ આંકડો સાતમાં તબકકાનાં અધિકૃત આંકડા આવ્યા બાદ ફેરબદલ પણ થઈ શકે છે. પુરુષ અને સ્ત્રી મતદારોની સંખ્યાની જો વાત કરીએ તો ૨૦૦૯માં ૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે ચાલુ વર્ષે ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.
અમુક રાજયોમાં પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે. પશ્ર્ચિમ બંગાળમાં નજીવી ઘટનાને ધ્યાને ન લેતા સાતમાં તબકકાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું ત્યારે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ૩ કરોડ મતદારો વઘ્યા હતા તેમ છતાં ગત ચુંટણીની સરખામણીમાં ૨ ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ અને હિમાચલમાં ૨૦૧૪ની સરખામણીમાં મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉતરપ્રદેશ અને પંજાબની કુલ ૧૩ સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૯ની ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી જે ૨૦૧૪માં ખુબ જ ગંભીર ઘટનાઓનું સાક્ષી પણ બન્યું હતું. ચુંટણીપંચ દ્વારા સાત તબકકામાં કેટલા મતદારોએ મતદાન કર્યું તે અંગેનો આંકડો હજી અધિકૃત રીતે બહાર આવ્યો નથી. હાલ ચુંટણીપંચ દ્વારા ૬ તબકકા સુધીનાં જ આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે.
જેમાં ૨૦૧૪માં ૬૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતું પરંતુ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં મતદાન ૬૭.૩૭ ટકા નોંધાયું છે જે ૧.૨૪ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તેલંગણા, પંજાબ, દિલ્હી અને નાગાલેન્ડમાં મતદાન સરખામણી કરતા થોડુ ઓછું નોંધાયું છે. મધ્યપ્રદેશમાં ૨૦૧૪માં ૬૬.૮૭ ટકા મતદાનની સરખામણીમાં ૨૦૧૯માં ૭૫.૦૫ ટકા મતદાન નોંધાયું છે. જયારે પશ્ચિમ બંગાળમાં ૭૯.૧૫ ટકાની સામે ૭૩.૫૧ ટકા મતદાન નોંધાયું છે. જયારે ઝારખંડમાં પણ મતદાનની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે જેમાં ૨૦૧૪માં ૬૮.૮૭ ટકાની સરખામણીમાં ૭૧.૧૬ ટકા મતદાન રહેવા પામ્યું છે. એટલે કહી શકાય કે ૨૦૧૪માં જે મતદારોએ મતદાન કર્યું હતું તેની સરખામણીમાં ૩ કરોડ વધુ મતદારો નોંધાયા હતા તેમ છતાં ૨૦૧૪ની લોકસભા ચુંટણી કરતા ૨૦૧૯ની ચુંટણીમાં ૨ ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો છે.
એકિઝટ પોલનો દાવો: એનડીએ ૨૭૭ થી ૩૫૨ બેઠક મેળવી શકશે
૨૦૧૯ની લોકસભાની ચુંટણી અતિમહત્વપૂર્ણ ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આ ચુંટણી ભાજપ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કારણકે સામાન્ય ચુંટણી ગઠબંધનનાં ગણિત ઉપર જ યોજાય છે. જેમાં ભાજપ દ્વારા ગઠબંધનનાં ગણિતમાં કોંગ્રેસની સરખામણીમાં વધુ મજબુત બન્યું છે. વાત કરવામાં આવે તો એકઝીટ પોલનાં દાવા અનુસાર એનડીએને ૨૭૭ થી ૩૫૨ બેઠકો મળશે. જયારે ભાજપ પક્ષને ૨૨૭ થી ૨૯૧ બેઠક મળી શકશે. એકિઝટ પોલનાં દાવા અનુસાર ૨૦૧૪માં કેશરીયા પક્ષને જે ૨૮૨ બેઠકો મળી હતી તેનાથી ૨૦૧૯માં વધુ બેઠક મળશે.
એકિઝટ પોલનાં દાવા અનુસાર કોંગ્રેસ પક્ષને ૩૮ થી ૮૭ બેઠકો મળશે જો આ વાત સાચી સાબિત થાય તો ૨૦૧૪માં જે ૪૪ બેઠકો કોંગ્રેસને મળી હતી તેમાં પણ ઘટાડો જોવા મળશે ત્યારે એનડીએ ગઠીત પક્ષો ફરીથી નરેન્દ્ર મોદીને સતા પર આરૂઢ કરે તેવા પણ સંકેતો સામે આવી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં ૨૦૧૪ દરમિયાન ભાજપને જે રીતે બેઠકો મળી હતી તે ફરીથી ચિત્ર ચરિતાર્થ થશે. જયારે પશ્ર્ચિમ બંગાળ અને ઓરીસ્સામાં પણ કેસરીયો પક્ષ ફરીથી સતામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.