સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ નડ્ડાએ મોદી સરકારના ત્રણ વર્ષની સફરના લેખાજોખા દર્શાવ્યા: નર્મદાના દરવાજા બંધ થવાથી ગુજરાતને ત્રણ ગણુ પાણી વધુ મળશે

કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની સફરના લેખાજોખા દર્શાવતું પ્રદર્શન આજે એ.પી.એમ.સી. બેડી, માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયું હતું. વડાપ્રધાન મોદીએ આપેલા સુત્ર ‘સબ કા સાથ સબ કા વિકાસ’ થીમ પ્રદર્શન આજે ખુલ્લુ મુકવામાં આવ્યું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર સાંસદ સભ્ય જગત પ્રકાશ નડ્ડા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

20170617 105542સબ કા સાથ, સબ કા વિકાસ સંમેલન કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, મ્યુનિસપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને મોહનભાઈ કુંડારીયાએ દીપ પ્રાગટય કરીને શુભારંભ કર્યો હતો. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક ગીતો રજુ કરવામાં આવ્યા. આ ઉપરાંત સંમેલનમાં ઉપસ્થિતિ મોહનભાઈ કુંડારીયા, ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઈ પટેલ, પ્રવિણભાઈ માંકડિયા, બાવનજીભાઈ મેતલીયા, ધનસુખ ભંડેરી, વલ્લભ કથીરીયા, ડી.કે.સખીયા, ખાસ હાજર રહ્યા હતા. ભારતીય વિમાનપતન પ્રાધિકરણ સહયોગ બેડી ખાતેના સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાનું મોમેન્ટો અને હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં વરસાદના લીધે ખેડુતોના પાક નાશ થયો હતો. તેના વળતર સ્વરૂપે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા નુકસાનધારકોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડા એ સંબોધન આપતા જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષ દેશમાં મોદી સરકાર દ્વારા ઘણા કાયદાઓ અને નિયમો ઘડવામાં આવ્યા દેશમાં ગરીબ, દલીત, ખેડુતો માટે સમર્પિત પ્રધાન મંત્રી મોદીની સરકારે ત્રણ વર્ષ પૂરા કર્યા છે. ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને આતંકવાદ નાબુદ આઝાદી પછી ઘણા બધા પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. ૪૦ વર્ષથી વન રેક વને પેન્શન યોજના ખાલી પડી હતી તે પણ હવે શ‚ કરી છે.

20170617 110215વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે જીએસટીના નિર્ણય થી આજે પ્રજા ખૂબ ખુશ છે. તેમજ જનધન યોજના અંતર્ગત ૨૮ કરોડથી પણ વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમજ સાડા સાત કરોડ લોકોની મુદ્રા યોજના પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. બે કરોડથી વધુ ગરીબ પરિવારોને ફ્રીમાં ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. ૧૩ હજાર શહેરોને પાછળના ત્રણ વર્ષમાં વીજળીની સવલત પૂરી પાડી છે.

આ ઉપરાંત વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુંં હતુ કે ઈન્દીરા ગાંધી જયારે પ્રધાન હતા તે સમયમાં ૩ કરોડ લોકો જ બેંકમાં જોડાયેલા હતા. હાલ મોદી સરકારનાં નેજા હેઠળ ૨૯ કરોડ લોકો બેંક સાથે જોડાયેલા છે. આજે કેન્દ્ર સરકાર તરફથી જે નિર્ણય આવ્યો છે. તે નર્મદા ડેમના પાટીયા બંધ કરી દેવામાં આવ્યા છે. જેનાથી ગુજરાતને મોટો ફાયદો થશે અને પાણીનું પ્રમાણ પણ વધુ મળશે સરકાર દ્વારા અવાર નવાર ગરીબો માટે યોજના બહાર પાડવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી વાતો એવી સામે મળી છે કે ગરીબ લોકો સુધી આ યોજના પહોચતી નથી ગરીબો સુધી યોજના પહોચે તે માટે વધુ પ્રયાસો કરવામાં આવશે.

અંતમાં તેમણે જણાવ્યું હતુ કે કેન્સર પ્રી મેડીકલ ટેસ્ટ માટે ભારતમાં કોઈ વ્યવસ્થા નથી પરંતુ આવતા દિવસોમાં ટેસ્ટની સુવિધા ભારતમાં બધે પહોચશે તેવી સુવિધા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.