ચૂંટણી પંચે આ પક્ષોને નોટિસ ફટકારીને રાષ્ટ્રીય પક્ષનો દરજજો શા માટે રદ ન કરવો? તે મુદે જવાબ માંગ્યો
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં ચૂંટણી નિષ્પક્ષ અને સ્વાતંત્ર રીતે યોજાઈ તે માટે ચૂંટણી પંચ કાર્યરત છે. ચૂંટણી પંચ દ્વારા દરેક નાગરીકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવાની સાથે દરેક રાજકીય પક્ષોને ચોકકસ શરતો અને જોગવાઈઓના પાલન સાથે સ્થાનિક રાજય અને રાષ્ટ્રીય પક્ષ તરીકેને દરજજે આપવામાં આવે છે. આ પક્ષોને તેમને મળેલા દરજજા મુજબ ચૂંટણી પંચ દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ જો શરતોના આધારે પક્ષને દરજજો આપવામાં આવ્યો હોય તેનો ભંગ થાય તો તેને આપવામા આવેલો દરજજે રદ કરવાની પણ ચૂંટણી પંચે બંધારણીય સતા મળેલી છે.
જેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નેશનાલીસ્ટ કોંગ્રેસ તુણમુલ કોંગ્રેસ અને કોમ્યુનિષ્ટ પાર્ટીને કારણદર્શક નોટીસ પાઠવી શા માટે આ પક્ષોના રાષ્ટ્રીય દરજજો રદ ન કરવો તેનો જવાબ માંગ્યો છે. તૃણમુલ કોંગ્રેસ અને શરદ પવરના પક્ષનું રાષ્ટ્રીય પક્ષનો દરજજો જોખમમાં મૂકાઈ ગયો છે.
ગૂરૂવારે ચૂંટણી પંચે આ પક્ષોને કારણદર્શક નોટીસ ફટકારતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચે સવાલ કર્યો છે કે શા માટે આ પક્ષોના રાષ્ટ્રીય દરજજો રદ કરવો પંચે આ નોટીસનો જવાબ ૫ ઓગષ્ટ સુધી માંગ્યો છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં એનસીપી એ છ બેઠકો જીતી હતી આ વખતે એનસીપીને માત્ર પાંચ બેઠકો જ મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકમાં પણ એનસીપીનો દેખાવ સારો રહ્યો નથી આજ રીતે ૨૦૧૪ની લોકસભાની બેઠકમાં તૃણમુલ કોંગ્રેસને ૩૪ બેઠકો મળી હતી અને આ વખતે તુણમુલ કોંગ્રેસ પણ ૨૨ બેઠકો પૂરતી સિમિત બની છે સીપીઆઈ આ વખતે બેઠકો જીતી હતી અને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં એક બેઠક પ્રાપ્ત કરી શકી હતી પરંતુ તેના દેખાવ વેસ્ટ બંગાલ અને અન્ય રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં પણ નિરાશાજનક રહેવા પામ્યું હતુ સીપીઆઈ, બસપા, એનસીપી સામે પોતાના રાષ્ટ્રીય પક્ષના દરજજા ગુમાવવાનં જોખમ ઉભુ થયું છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ અને કેટલીક વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની નિરાશાજનક પરિસ્થિતિને લઈને આ પક્ષો પાસેથી શા માટે રદ ન કરવો તેવું કારણદર્શક નોટીસો ફટકારવામાં આવી છે. તેમ છતા ૨૦૧૬માં ઈલેકશન કમીશન ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષોના દરજજાઅંગેના કાયદામાં સુધારો કરીને રાષ્ટ્રીય પક્ષના પફોર્મન્સની સમિક્ષાનો સમયગાળો પાંચ વર્ષમાંથી ૧૦ વર્ષનો કરવામાં આવ્યો હતો.
બહુજન સમાજપાટી બીએસપી, લોકસભાની દસ બેઠકો અને કેટલીક વિધાનસભાની બેઠકો જીતી હોવાથી રાષ્ટ્રીય પક્ષનો દરજજો ગુમાવાનો સામનો કરવાથી બચી ગઈ છે. રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી ચિહનની ફાળવણીની અને અનામત રાવાની જોગવાઈના ૧૯૬૮ના અધિનિયમ મુજબ કોઈપણ રાજકીય પક્ષને પોતાના ઉમેદવારોને ઓછામાં ઓછા કુલ મતદાનના ૬% મતો કે તેથક્ષ વધુ રાજયમાં લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાંમળવા જોઈએ અને ઓછામાં ૪ સાંસદો ચૂંટાવવાજોઈએ સાથે સાથે લોકસભાની કુલ બેઠકોમાથી ૨% બેઠકો ત્રણ રાજયમાંથી મળવી જોઈએ અત્યારે ટીઅમેસી પછી ભાજપ, બીએસપી, સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ભારતીય કોંગ્રેસ, એનસીપી અને નેશનલ પીપલ્સ પાર્ટી ઓફ મેઘાલય પાસે રાષ્ટ્રીય પક્ષનો દરજજો છે ત્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં તૃણમુલ કોંગ્રેસ અને એનસીપીની સતત ઘટી ગયેલી જનાધારની ટકાવારી અને સતત પણે સકોચાતી જતી રાજકીય સ્થિતિને લઈને મમતા બેનર્જની તૃણમુલ કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય પક્ષનો દરજજો રદ થાય તેવુંહ જોખમ ઉભુ થયું છે. ભારતના રાજકારણ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ઉદયના તપતો સૂર્ય અને ભાજપના વિજય અશ્ર્વમેઘ યજ્ઞના પરિતાપમાં મુખ્ય હરીફ કોંગ્રેસ પક્ષ અસ્તીત્વનો જંગ ખેલી રહ્યો છે. પણ ભાજપ ને કોઈપણ સંજોગોમાંફાવવા ન દેવાના મનસુબા સાથે જબ્બર પ્રતીકાર કરનાર મમતા બેનરતી અને શરદ પવારની રાજકીય તાકાત જેવા પોતાના પક્ષ ટીએમસી અને એનસવીપીનો રાષ્ટ્રીય પક્ષ, મમતા બેનરજી, શરદ પવારના પક્ષના ચિહનોની ઓખળ પર જોખમ ઉભુ થઈ ગયું છે. દેશમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ભાજપનો વધતો જતો જનાધાર રાષ્ટ્રીય મંચ પર અનેક નવા સમીકરણો સર્જી રહી છે. ત્યારે પ્રાદેશીક પક્ષો માટે અસ્તીત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બન્યું છે.