એનસીપી કવોટાના મંત્રી નવાબ મલિકે વિધાનસભામાં મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની હિમાયત કરતા શિવસેના બચાવની સ્થિતિમાં
દેશના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક હલચલનું હંમેશાથી કેન્દ્ર રહેલા મહારાષ્ટ્રમાં તાજેતરમાં નવું રાજકીય ગઠબંધન ઉભુ વા પામ્યું છે. જેમાં કટ્ટરવાદી હિન્દુ મનાતા શિવસેના અને મુસ્લિમ તરફ કુણું વલણ ધરાવતા એનસીપી અને કોંગ્રેસે સો મળીને સરકાર બનાવી છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદ નીચેની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં ‘એક તાણે ગામ ભણી બીજો તાણે સીમ ભણી’ જેવી કહેવત જેવી સ્થિતિ સમયાંતરે ઉભી તી રહે છે. ગઈકાલે મુસ્લિમ તુષ્ટીકરણના પ્રયાસમાં ઉદ્ધ સરકારના બે સાથી પક્ષો એનસીપી અને શિવસેના ફરીથી આમને સામને આવી ગયા છે.
ગઈકાલે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવા માટે જુદા જુદા મંતવ્યો સામે આવ્યા હતા. એનસીપીના ક્વોટાથી મંત્રીએ મુસ્લિમોને શિક્ષણમાં ટૂંક સમયમાં ૫% આરક્ષણ માટે કાયદો લાવવાની વાત કરી હતી, જ્યારે શિવસેનાના મંત્રીએ કહ્યું હતું કે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શુક્રવારે વિધાન પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં રાજ્યના લઘુમતી વિકાસ પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજને શિક્ષણમાં ૫ ટકા અનામત મળશે. રાજ્ય સરકાર આ માટે કાયદા બનાવશે. એનસીપી-કોંગ્રેસે તેનું સ્વાગત કર્યું. શિવસેનાએ ભાજપના વિરોધ પછી બેકફૂટ પર જોયું.
કોંગ્રેસના ધારાસભ્ય શરદ રણપિસે પ્રશ્ર્નોતરી કાળમાં મુસ્લિમો માટે શિક્ષણ અને નોકરીમાં અનામતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ અંગે ભાજપ ગિરકરના ભાઈએ કહ્યું કે મુસ્લિમ સમાજને પહેલેથી જ અનામતનો લાભ મળી રહ્યો છે, તો તેમને ધર્મના નામે અનામત કેવી રીતે આપી શકાય?
મલિકે કહ્યું હતું કે હાઈકોર્ટે અગાઉની અગદી સરકાર દ્વારા અપાયેલા ટકા અનામતને માન્યતા આપી હતી, તેથી સરકાર મુસ્લિમ સમાજને શૈક્ષણિક અનામત આપવા માટે કાયદો ઘડશે. અધ્યક્ષ રામરાજે નાઈક-નિમ્બલકરે સરકારને આ અંગે વહેલી તકે નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો.
જો કે, વિધાન પરિષદમાં નવાબ મલિકની ઘોષણા પછી શિવસેનાના નેતા અને વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ વિધાન ભવન કેમ્પસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, મહા વિકાસ અઘાડીના નેતાઓ એક સાથે સમુદાયને અનામત આપવાના આયોજિત નિર્ણય પર વિચાર કરશે. હજી સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી, આ મુદ્દે એનસીપી અને શિવસેના આમને સામને આવી ગયા જેવો ઘાટ ઘડાયો છે.
ભૂતકાળમાં મુસ્લિમ અનામતનો વિરોધ કરનાર શિવસેના પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે: ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનભામાં મુસ્લિમોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત આપવાની એનસીપીના મંત્રી નવાબ મલિકે હિમાયત કરી છે. મલિકની આ જાહેરાતી શિવસેના બચાવની સ્થિતિમાં આવી જવા પામી છે. આ મુદ્દે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિશે શિવસેનાને ઘેરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં શિવસેના ધર્મના આધાર પર અનામત આપવાનો વિરોધ કરતું આવ્યું છે. આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટનો આખરી ચુકાદો આવ્યો ની ત્યારે તેમની સરકારના લઘુમતી બાબતોના મંત્રીની હિમાયત અંગે શિવસેનાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. બંધારણ ઘડનારા ડશે.બાબા સાહેબ આંબેડકરે પણ ધર્મના આધારે અનામત આપવાનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પણ આ જ પ્રકારનો ચૂકાદો આપ્યો છે. તાજેતરમાં મોદી સરકારે આર્થિક રીતે પછાત પરિવારોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. તેમાં મુસ્લિમોને પણ લાભ મળે છે.