કૃષિ, જણસ અને કોમોડિટી ક્ષેત્રે અગ્રેસર નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટીવ્સ એક્સચેન્જ લીમીટેડ એનસીડીઇએક્સ દ્વારા લગાતાર વિકાસ સાધીને જૂન-2021માં રેકોર્ડ બ્રેક સરેરાશ ટર્ન ઓવરમાં વાર્ષિક 126 ટકા વૃધ્ધિ પ્રાપ્ત કરીને જૂન મહિના સુધીમાં 1,945 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર પ્રાપ્ત કરીને દેશના કૃષિ કોમોડિટી ક્ષેત્રે થતાં ટર્ન ઓવરમાં 74%ની હિસ્સેદારી પ્રાપ્ત કરી છે.
અગાઉની વિપરિત પરિસ્થિતિનો સામનો કરીને ઉભરી આવેલાં બજારની રફતાર પુન: આગળ વધી રહી છે ત્યારે જૂન મહિનામાં એનસીડીઇએક્સ દ્વારા કૃષિ જણસના વાયદાના વેપારમાં ભાવ અને વિનિમયમાં પ્રગતિ કરીને એક નવી ઉંચાઇ સર કરી છે. એનસીડીઇએક્સના મેનેજીંગ ડીરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અરૂણ રાસ્તેએ જણાવ્યું હતું કે જૂન મહિનામાં રિફાઇન્ડ સોયાબીન તેલ એગ્રી કોમોડિટીમાં સૌથી ટોચ પર રહીને 10 ટકાનો વૃધ્ધિ દર પ્રાપ્ત કર્યો હતો અને સરેરાશ ટર્ન ઓવરમાં જૂન-2021માં રૂપિયા 653 કરોડનો આંકડો પાર કરીને 2020ના 178 કરોડના ટર્ન ઓવર સામે 267 ટકા વૃધ્ધિ પ્રાપ્ત કરી હતી.
રાયના વાર્ષિક ટર્ન ઓવરમાં 135 ટકાનું રૂા.326 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર આ જ રીતે ચણામાં 129 ટકાની વૃધ્ધિ 277 કરોડનું ટર્નઓવર, સોયાબીનમાં 93 ટકા વૃધ્ધિદર સાથે 199 કરોડનું ટર્નઓવર જૂનના અંત સુધીમાં 57 ટકાના દરે વાર્ષિક ટર્નઓવરનો આંકડો 652.232 ટર્નના કોમોડિટીના રૂપિયા 3.884 કરોડના ટર્નઓવરનું અગાઉના વર્ષ કરતા 57 ટકા વધુ રહેવા પામ્યો છે. ગયા વર્ષે 416.294 ટર્નની કોમોડિટીનું રૂા. 1,781 કરોડના ટર્નઓવરના આંકડા સામે આ વર્ષે ઉંધી નોંધાઇ હતી.
એનસીડીઇએક્સમાં અલગ-અલગ કોમોડીટીઓની માવજતમાં પણ 91 ટકાનો વધારો થયો હતો આ વર્ષે વેર હાઉસમાં કુલ 263.500 ટનનો જથ્થો વેર હાઉસમાં જમા થયો હતો. તે અગાઉના જથ્થાના પ્રમાણમાં 91 ટકા વધુ હતો. એનસીડીઇએક્સ વાર્ષિક ટર્ન ઓવર અને નફામાં સતતપણે વધારો નોંધાયો છે. ખરીફ પાકોની વાવણી અને ખેડૂતોને પૂરેપૂરા ભાવ મળી રહે તેવી વ્યવસ્થાથી એનસીડીઇએક્સનો વિશ્વાસ વધતો જાય છે. બિઝનેસ અને પ્રોડક્ટના મુખ્યા કપિલ દેવએ જણાવ્યું હતું કે જૂન-2020માં વાર્ષિક ટર્નઓવર 860 કરોડ જે કુલ બજારના 70 ટકા થવા જઇ રહી છે.
એનસીડીઇએક્સ વિશે જાણો
એનસીડીઇએક્સ એક એવી સંસ્થા છે જે દેશભરમાં કૃષિ પેદાશોને ખરીદ-વેંચવાનું એક મંચ પુરુ પાડે છે. પાક તૈયાર થાય તે પહેલાં જ તેના વાયદાના સૌદા કરવાની એનસીડીઇએક્સ સમગ્ર કૃષિ જણસો માટે ખરીદનાર અને વેચનારનું એક ઇલેક્ટ્રોનીક્સ ટ્રેડીંગ માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
એનસીડીઇએક્સના મુખ્ય રોકાણકારો અને ખરીદનારમાં નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ, ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ, ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસમેન્ટ ફંડ, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બિલ્ટ ઇન્ડિયા કેપીટલ એડવાઇઝર એલએલબી, ઇવેન્ટકોર્ડ પ્રાઇવેટ ઇક્વિટિ ફંડ જેવી સંસ્થાઓનું એક સુદ્રઢ માળખુ ધરાવે છે. હવે વધારાના વિગતો માટે કલ્પેશ શેઠ – 098203 05936, ભુવાન ભાસ્કર – 095604 73332, પ્રિયંકા ગોસ્વામી – 084477 58280નો સંપર્ક જણાવાયું છે.