રાજકોટમાં એન.સી.સી.ના ડાયરેકટ જનરલનું પ્રેરણાદાયી માર્ગદર્શન
રાજકોટ ખાતે પધારેલા એન. સી. સી.ના ડાયરેક્ટર જનરલ વસિષ્ટ વિનોદે કેડેટ્સને નેતૃત્વ અને અનુશાસનના ગુણ કી જીવનમાં સફળતા અને વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વના ગુણ, સફળતાની ચાવી વગેરે માટે અનુશાસન, ત્યાગ, ભાઈચારો, સાહસિકતાની મહત્તા તેમજ છેલ્લા શ્ર્વાસ સુધી હિમ્મત નહિ હારવાની કળા અંગે સમજ આપી હતી.
ભારત દેશમાં હાલ ૧૪ લાખ જેટલા એન. સી. સી. કેડેટ્સ છે, જે શ્રેષ્ઠ સમાજના નિર્માણના વાહક બની શકે છે, તેમ ડાયરેક્ટર જનરલ વિનોદે કહ્યું હતું. ગુજરાતમાં એન. સી. સી. કેડેટ્સની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયમાં પણ ખુબ વધારો યો છે અને હાલ ૭૫ હજાર જેટલા કેડેટ્સ ગુજરાતમાં છે. આવનારા સમયમાં ગુજરાતના દરિયા કિનારાને ધ્યાને લઈ નેવીની પાંચ સહીત કુલ ૬ બટાલિયન શરુ કરાશે. એન. સી. સી. ના માધ્યમ કી કેડેટ્સ લશ્કરમાં ભરતીનો લાભ મેળવવો જોઇએ. તમામ કારકિર્દીમાં સૌી ગૌરવવંતી કારકિર્દી એ સેનાની છે.
રાજકોટની આત્મીય કોલેજ ખાતે આયોજિત કેડેટ્સ સોના વાર્તાલાપ પ્રસંગે ગુજરાત એન. સી. સી. ના હેડ મેજર જનરલ સુભાષ શરન, રાજકોટ ટુ ગુજરાત બટાલીયનના સી. ઓ. સંજય ડઢાણીયા, પ્રશિક્ષક જવાનો પી. આઈ સ્ટાફ, એસો. ઓફિસર, શાળા કોલેજના કેડેટ્સ વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતાં