હવે ભાવના બાપોદરાને માઉન્ટ એવરેસ્ટ કે જેની લંબાઇ 8848 મીટર છે તે સર કરવાનું લક્ષ્ય
શહેરની પ્રખ્યાત કણસાગરા કોલેજની અને એનસીસીની વિઘાર્થીનો ભાવના બાપોદરાએ અનેરી સિઘ્ધી હાંસલ કરી છે. ભાવના કોલેજમાં અભ્યાસની સાથો સાથ ગુજરાત ગર્લ્સ બટાલિયનમાંથી એનસીસી કરી રહી છે. બેઝિક માઉન્ટેનિંગ કોર્સમાં સિલેકટ થયા બાદ માઉન્ટ યુનુમ એકસપિડિશન માટે પસંદગી થઇ હતી. મનાલીમાં 10 દિવસ રિવર ક્રોસિંગ, વાતાવરણને ઓળખવું પર્વતારોહણ સહિતની તાલીમ લીધી હતી. 14 જુને તેઓ હિમાચલ પ્રદેશ અને ત્યાંથી સમ્મીર કેમ્પ પહોંચી 18 જુને ફાઇનલ માઉન્ટ યુનુમ સમ્મીટ માટે નીકળ્યા જેમાં 11 ગર્લ્સ ક્રેડેટસ અને 8 બોયઝ હતા. જેમાંથી ચાર ગર્લ્સ અને 1 બોયઝ મેડીકલ ફિટ નહી થતાં પરત ફરી ગયા હતા. પર્વતની ઉંચાઇ 6111 મીટર તે ભાવનાએ આસાનીથી સર કરી અને હવે ભાવનાનું લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું
છે તેને વધુમાં જણાવ્યું હતું કે,આ ફિલ્મમાં અહી સુધી પહોચાડનાર જેની મારી પાછળ ખુબ જ મહેનત અને સાથ સહકાર છે. તે મારા માતા-પિતા મારી કણસાગરા કોલેજ અને એન.સી.સી. નો ખુબ જ મોટો ફાળો છે. તેમજ તેની હું ખુબ જ આભારી છું.