૨ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી દ્વારા એન્યુઅલ તાલીમ કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં વિવિધ શાળા–કોલેજોની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. તેમાં વિદ્યાર્થીનીઓ માટે અલગ–અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
એનસીસી કેડેટની શિબિર દરમિયાન રાજકોટ એનસીસીના વડા ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહે કેમ્પની મુલાકાત લીધી હતી. તેઓએ ડિફેન્સમાં જોડાવવા માટે પ્રેરણા આપી હતી. તેમજ આશ્રમના સંસ્થાપક ધર્મબંધુ સ્વામી દ્વારા ભવિષ્યમાં દેશ માટે કંઈક કરી છુટવાની પ્રેરણા આપી હતી અને તમામને સંબોધન કર્યા બાદ દરેક એનસીસીના સ્ટાફને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
કેમ્પના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં પણ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવેલ હતી. તેમાં નુકકડ, નાટક, ગ્રુપસોંગ, સોલો સોંગમાં મોદી સ્કુલની વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને મેડલ મેળવેલ તેમજ ત્યાંની ટ્રેનીંગ દરમિયાન ફાયરીંગમાં ડ્રિલએરીયામાં, આરડીસી ડિબેટમાં પણ મેડલ મેળવ્યા હતા. તેમજ દરેક વિદ્યાર્થીનીઓના સુંદર ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રભાવિત થઈને ઓલઓવર ગ્રેડિંગ સાથે મોદી સ્કુલને બેસ્ટ સ્કુલ માટે જનરલ ચેમ્પીયનશીપ શિલ્ડ આપવામાં આવેલ હતું. મોદી સ્કુલની વિદ્યાર્થીનીઓએ ૫ શિલ્ડ અને ૪ મેડલ મેળવ્યા હતા. જનરલ ચેમ્પીયનશીપ મેળવનાર વિદ્યાર્થીઓ તથા મોદી સ્કુલના એનસીસી, એએનઓ તૃપ્તિબેન પંડયાને પ્રોત્સાહિત કરતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.