વૈકલ્પિક વિષય તરીકે એનસીસીનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે કારકીર્દીની સોનેરી તકો લાવશે: ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ. માથુર

યુજીસીની વર્ષ 2021 ની ગાઇડલાઇન્સ દ્વારા ભારતની તમામ યુનિવર્સિટીઓને એનસીસીને જનરલ ઇલેકટીવ ક્રેડિટ કોર્સ (વૈકલ્પિક વિષય) તરીકે અભ્યાસક્રમમાં ઉમેરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. ગુજરાત એનસીસી નિર્દેશાલય અંતર્ગતના જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટસ દ્વારા પણ વિદ્યાર્થીઓની કારકીર્દીને ઉજજવળ કરતા આ નિર્ણયનો મહત્તમ વિઘાર્થીઓ લાભ લે તેવા પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે.

જામનગર, પોરબંદર, વેરાવળ, ભુજ, ગાંધીધા આ તમામ યુનિટમાં કોલેજમાં વિઘાર્થીઓ-વિદ્યાર્થીનીઓ વધુમાં વધુ સંખ્યામાં એનસીસીના આ જીઇસી કોર્સમાં જોડાય તે માટે એનસીસી જામનગર ગ્રુપ હેડકર્વાટસના ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર દ્વારા કોલેજ પ્રસાશન અને એએનઓ (એસોસીએટ એનસીસી ઓફીસર) નો સઁપર્ક કરી તેમને આ બાબતે વધુમાં વધુ સક્રિય બનાવવા પ્રોત્સાહીક કરી રહ્યા છે.

કોલેજમાં જે વિદ્યાર્થીઓ આવ જીઇસી કોર્સની પસંદગી કરશે તેમને કુલ 6 સેમીસ્ટરમાં એનસીસી પાઠયક્રમનો અભ્યાસ કરવાનો રહેશે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ વિંગ્સના કોમન સબજેકટસ અને સ્પેશ્યલ સબજેકટસ સામેલ થશે.

આ અભ્યાસક્રમ અંતર્ગત ફાયર ફાઇટીંગ, નેચરલ ડિઝાસ્ટર, યોગા, લીડરશીપ (નેતૃત્વના ગુણો), ઇફેકટીવ કોમ્યુનીકેશન (અસરકારક સંવાદની કળા) વગેરે વિષયોના અભ્યાસ ઉપરાંત ડ્રીલ, વુપન ટ્રેનીંગ, સહિત વિવિધ કેમ્પોમાં પણ તાલીમ મેળવવાની રહેશે. આ કોર્સની સફળતાપૂર્વક તાલીમ બાદ વિઘાર્થીઓને એનસીસી ‘બી’ તથા ‘સી’ સટીફીકેટ તેમજ ર4 કેડિટ (એકેડેમીક ર્માકસ-મુલ્યાંકન) પ્રાપ્ત થશે. જે વિઘાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં અભ્યાસ તથા સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીની વિશેષ ભરતીઓમાં ખુબ ઉપયોગી અને ફાયદાકારક નીવડશે. આમ એનસીસીના જીઇસી કોર્સમાનં જોડાઇને વિઘાર્થીઓ-વિઘાર્થીનીઓ સર્વાગી વિકાસ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.