વિવિધ શાળા-કોલેજોની છાત્રાઓને પરેડ, ફાયરીંગ, સ્પોર્ટસ, વેપન અને મેડિકલ અંગેની તાલીમ અપાઈ
ગુજરાત ગર્લ્સ બટાલ્યન એન.સી.સી. દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન વૈદિક આશ્રમ પ્રાંસલા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળા તથા કોલેજોના છાત્રાઓ દ્વારા અલગ-અલગ પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેવી કે સવારની પીટી પરેડ, ડ્રીલ, ફાયરીંગ, મેપરિડીંગ, સ્પોટસ, વેપન ટ્રેનિંગ, મેડિકલ અવેરનેસ, સ્વચ્છતા અભિયાન, લિડર શોપ ઉપરાંત કલ્ચરલ, પ્રવૃતિઓ તથા વ્યકિતત્વ વિકાસ શિક્ષણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આશ્રમના સંસ્થાપક સ્વામી ધર્મબંધુ દ્વારા છાત્રાઓને ભવિષ્યમાં દેશ માટે કંઈક કરી છુટવાની પ્રેરણા આપી હતી તથા તમામ છાત્રાઓને સંબોધન બાદ તમામ એનસીસીના સ્ટાફને શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. એન.સી.સી.કેડેરનાં શિબિર દરમ્યાન રાજકોટ એનસીસીના વડા ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર અજીતસિંહે કેમ્પની મુલાકાત લીધી હતી. તેઓએ છાત્રાઓને ડિફેન્સમાં જોડાવવા માટે પ્રેરણા આપી. કેમ્પના સમાપન દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને ટ્રોફી તથા મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પી.વી.મોદીને જુનિયરનો શિલ્ડ તથા કણસાગરા કોલેજને સિનિયરનું શિલ્ડ એનાયતકરવામાં આવ્યા હતા.