- NCBનું પોરબંદરના દરિયામાં સૌથી મોટું ઓપરેશન, 3500 કરોડનું 700 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 3500 કરોડનું 700 કિલોનો જથ્થો ઝડપી પાડ્યોની સામે આવ્યું છે આ ડ્રગ્સ જથ્થાને કિંમત કરોડો રૂપિયા થાય છે.
પોરબંદર નજીકના દરિયામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની સૌથી મોટી કાર્યવાહીમાં 3500 કરોડનું 700 કિલોનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અફઘાનિસ્તાનમાંથી નીકળતા ડ્રગ્સની દરિયાઈ હેરફેર પરના મોટા ક્રેકડાઉનનો એક ભાગ છે.
અનુસાર માહિતી મુજબ, ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. NCB દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. તેમાં 3500 કરોડનું 700 કિલોનો જથ્થો ઝડપી પાડ્યોની સામે આવ્યું છે. આ ડ્રગ્સ જથ્થાને કિંમત કરોડો રૂપિયા થાય છે.
મહત્ત્વનું છે કે, થોડીવારમાં પોરબંદર દરિયા કિનારે NCB દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો લઈને પહોંચશે. પોરબંદરના દરિયામાં NCB એ સૌથી મોટુ ઓપરેશન કર્યું છે. ત્યારે 3500 કરોડ 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ઓપરેશન કેવું હતું?
માહિતી મળતાં જ દિલ્હી NCBએ તરત જ ભારતીય નૌકાદળનો સંપર્ક કર્યો. આ ઓપરેશનમાં ગુજરાત NCB અને ગુજરાત ATSની ટીમો પણ સામેલ હતી. મોડી રાત્રે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં દરિયાની વચ્ચે એક બોટને અટકાવવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ જથ્થોની કુલ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે કરોડો રૂપિયાની આસપાસ હોવાની ધારણા છે.
બોટને કિનારે લાવવામાં આવી રહી છે
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર બોટને પોરબંદર દરિયા કિનારે લાવવામાં આવી રહી છે. આ તપાસ એજન્સીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેને ક્યાં સપ્લાય કરવાની હતી તેની માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે.
મોટી સફળતા
3500 કરોડનું 700 કરોડ ડ્રગ્સની રિકવરી એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ જથ્થો માત્ર દાણચોરોના નેટવર્કને મોટો ફટકો નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે ભારતીય એજન્સીઓ દાણચોરી પર નજર રાખી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કેસમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે બોટ પર હાજર ડ્રગ્સ અને અન્ય પુરાવાઓ તપાસ્યા બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
ડ્રગ હેરફેર પર હુમલો
ગુજરાતના દરિયાઈ વિસ્તારનો વારંવાર ડ્રગ્સની દાણચોરી માટે ઉપયોગ કરવામાં આવે છે. આ કામગીરીથી દાણચોરોનું મનોબળ હટી જશે અને એજન્સીઓનું મનોબળ વધુ વધારશે. આ ઓપરેશન દેશની સુરક્ષા અને યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે એક મોટું પગલું છે.
અહેવાલ : અશોક થાનકી