આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે: મેઘરાજા શુકન સાચવશે?

રથયાત્રાની સાથે સાથે

  • * રથયાત્રાની તૈયારી પૂર્ણ ભવ્યાતિ ભવ્ય રથયાત્રા માટે રાજકોટમાં થનગનાટ.
  • * શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ-સમસ્ત નાનામૌવા ગામ-ક્ષત્રિય રાજપુત સમાજ-હિન્દુ જાગરણ મંચનું ભવ્ય આયોજન.
  • * જગન્નાથ મંદિર ૧૦૦થી વધારે સમગ્ર ભારતના વિવિધ રાજયોમાંથી અલગ-અલગ અખાડાના સંતો મહંતો તેમજ ધર્મપ્રેમી ભાવિકોની પધરામણી.
  • * રાજસ્થાનથી જય હનુમાન યુવા અખાડા-વૃંદાવનથી પૂજય સંતોના અખાડા અને સિદી બાદશાહનું ધમાલ નૃત્યના યાત્રા દરમિયાન દબદબો રહેશે.
  • * રથયાત્રા તેમજ મુખ્ય રથની સુરક્ષા માટે ચુનંદા કાર્યકર્તાઓની ટીમ તૈનાત.
  • * લીંબડીયા હનુમાન ટ્રસ્ટ-ચેનપુર (અમદાવાદ) બાનલેબ રાજકોટ, સુરક્ષા સેતુ, ગૌસેવા આયોગ ગૌચર વિકાસ બોર્ડનો પણ સહયોગ.

* રાજકોટની ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રામાં અમદાવાદની જેમ મામેરા માટે વેઈટીંગ ૨૦૨૦ સુધી ફુલ.

  • ભગવાન જગન્નાથજી ‚ટ-સમય
  • જગન્નાથ મંદિરથી પ્રસ્થાન ૮.૦૦
  • વૃદાવન કાલાવડ રોડ ૮.૩૦
  • સાધુ વાસવાણી રોડ ૧૦.૧૫
  • રૈયા ચોકડી ૧૧.૦૦
  • કિશાનપરા ચોક ૧૧.૪૦
  • ફૂલછાબ ચોક ૧૧.૫૦
  • હરીહર ચોક ૧૨.૦૦
  • પંચનાથ મહાદેવ મંદીર ૧૨.૦૫
  • ત્રિકોણબાગ ૧૨.૩૦
  • સાંગણવા ચોક ૧૨૧.૪૦
  • ભુપેન્દ્ર રોડ ૧૨.૪૫
  • સ્વામીનારાયણ મંદિર ૧૨.૫૫
  • સ્વામીનારાયણ મંદીર-
  • મામેરા વિધિ પ્રસાદ ૨.૦૫
  • આશાપુરા મંદીર ૨.૪૫
  • સોરઠીયા વાડી ચોક ૩.૩૦
  • નિલકંઠ ટોકીઝ ૪.૦૦
  • પી.ડી.એમ. કોલેજ ૪.૩૦
  • સ્વામીનારાયણ ચોક ૪.૫૦
  • આનંદ બંગલા રોડ ૫.૧૦
  • નાનામૈવા ચોકડી ૬.૧૦
  • શાસ્ત્રીનગર ૬.૩૦
  • કૈલાસ ધારા આશ્રમ
  •  જગન્નાથ મંદીર  ૮.૧૫
  1. રાજકોટમાં જગન્નાથ રથયાત્રામાં ૫૦૦થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત
  2. પોલીસ કમિશનર ગેહલોતના માર્ગદર્શન હેઠળ ૪ એસીપી, ૧૩ પીઆઈ, ૫૦ પીએસઆઈ સહિતનો કાફલો તૈનાત

અષાઢી બીજ નિમિતે આવતીકાલે શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. જેથી રથયાત્રાને ૫૦૦થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા આપવામાં આવી છે. પોલીસ કમિશનર ગેહલોતના માર્ગદર્શન હેઠળ ૪ એસીપી, ૧૩ પીઆઈ, ૫૦ પીએસઆઈ સહિતનો કાફલો તૈનાત કરવામાં આવશે.

જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું સવારે ૮ કલાકે પ્રસ્થાન થશે. રથયાત્રા નિલ દા ધાબા, પુષ્કરધામ જે કે ચોક આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, તુલશી બંગલા ચોક, રૈયા ચોકડી, હનુમાનમઢી ચોક, કિશનપરા ચોક, ફુલછાબ ચોક, હરિહર ચોક, લીંબડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ અને સ્વામિનારાયણ મંદિરે પહોંચશે. ત્યારબાદ આશાપુરા મંદિર, સોરઠીયાવાડી, સહકાર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, રાજનગર, શાસ્ત્રીનગર અને કૈલાશબાપુ આશ્રમ ખાતે પહોંચશે. રથયાત્રામાં ૧૦૦ હોમગાર્ડ જવાન, ૩૧ મહિલા કોન્સ્ટેબલ, ૬૦ ટ્રાફિક બ્રિગેડ અને ૪ ઘોડે સવાર તૈનાત રહેશે.

સબ કા નાથ, જય જગન્નાથ…. આવતીકાલે અષાઢી બીજના દિવસે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા રાજકોટ શહેરના રાજ માર્ગો પર ફરશે. નંદકુંવરની નગરચર્યા નિહાળવા નગરજનોના નયનો આતુર છે. શું મેઘરાજા અષાઢી બીજનું શુકન સાચવશે ?

શ્રી જગન્નાથજી શ્રીસુમદ્રાજી તથા બલરામજી દર વર્ષે એક જ રથમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળતા એક રથના કારણે હજારો શ્રઘ્ધાળુઓને ભગવાનનો રથ ખેંચવા તેમજ દર્શન પૂજા અર્ચના વખતે બહુ જ અડચણ તેમજ ભકતજનોના ભારે ઘસારાને કારણે દર્શન નો લાભ નહતો મળતો ગત વર્ષના અનુભવો તેમજ સુચનોને સમીતીએ ઘ્યાનમાં રાખીને આ વર્ષે સમીતી દ્વારા ત્રણ અલગ અલગ રથનું વિધિ વિધાન મુજબ મુજબ પુરી તેમજ અમદાવાદ (કર્ણાવતી) જેવા વિશેષ મંદીર આકારના ભવ્ય શોનું નિર્માણ કરેલ છે સર્વ નગરના ભકતજનોને આ વર્ષે ત્રણ અલગ અલગ રથ ખેંચવા નો તેમજ દર્શનો લાભ મળશે એક રથને એકી સાથે ૧૫૦ થી ૨૦૦ શ્રઘ્ધાળુઓને રથ ખેંચવાની ખાસ વ્યવસ્થાનું આયોજન કરેલ છે રથ ખેંચવા માટે ભાઇઓ તેમજ બહેનો માટે અલગ અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવશે.

દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની સામાજીક સંસ્થાઓ મંડળો મહીલા ધુન મંડળો ગૌશાળાઓ તેમજ અલગ અલગ સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાશે.

દર વર્ષે રથયાત્રામાં ભકતોને આકર્ષણ જમાવવા અને હિન્દુ ધર્મના પૂજય સંતોની શકિત કરાવવા રાજસ્થાનથી ખાસ અખાડાની ટીમ આ વર્ષે પણ આવશે. સાથે ઉત્તરપ્રદેશ હરિદ્વાર અખાડાના સંતો પોતાની શકિત અને તપસીયાનું રોમાંચક અકલ્પીય પ્રયોગો દ્વારા શકિત પ્રદર્શત બતાવશે મહાકુંભનું આકર્ષણ હનુમાન અખાડાના દાવો આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે.

આ વર્ષે સોરઠીયાવાડી ચોકથી કોઠારીયા નીલકંઠ રોડ સહકાર મેઇન રોડ થાણે પી.ડી. માલવીયા રથયાત્રા ફરકે જેથી આ વિસ્તારમના ભકતો ને રથયાત્રા ના દર્શન તેમજ રથ ખેંચવાનો લાભ મળશે.

સમીતી દ્વારા આ વર્ષની રથયાત્રામાં હમ સબ હિન્દુ એક હૈ પ્રાંત ભાષા પહેરવેશ અલગ અલગ હોય શકે તેને ઘ્યાનમાં રાખીને વિવિધતામાં એકતા ના દર્શન કરાવવા સિદ્દી બાદશાહ ધમાલ નૃત્ય ની ટીમને આમંત્રિત કરેલ છે જે રથ દરમીયાન વિવિધ હેરતભર્યો ખેલ રજુ કરશે તેમજ ત્રણ ટીમ અખાડા નૃત્ય દ્વારા નગરજનોને આકર્ષિત કરશે તલવારબાજી ત્રિશુલબાજી ના દાવ દિગંબર તેમજ રામાનંદી અખાડાના સંતો રજુ કરશે.

આ રથયાત્રા પરંપરા મુજબ પૂજા આરતી કરીને સવારના ૭ કલાકે શ્રી જગન્નાથજી મંદીર કૈલાસ ધામ આશ્રમ નાનામૈવા થી પ્રસ્થાન કરશે જે શહેર ના વિસ્તારમાં ‚ટ મુજબ આંદ ઉત્સાહ ધર્મ ભકિત ભાવ સાથે બપોરના સમયે શ્રી સ્વામીનારાયણ મંદીર ભુપેન્દ્ર રોડ ખાતે બહેનશ્રી સુભદ્રાજી ના મામેરા ના યજમાન બીપીનભાઇ પલાણ (સોશ્યલ ગ્રુપ) દ્વારા ભગવાન ના મામેરા વિધી થશે. ઉપરાંત સંતો મહંતોનું સ્વાગત ભેટપુજા પ્રસાદ લઇને એક કલાકના વિરામ બાદ ‚ટ પર પ્રયાણ કરશે ૨૮ કીલોમીટરના રુટ પૂર્ણ કરીને નિજ મંદીર મહાઆરતી કરીને સાધુ સંતોને ફરાળ તેમજ ભકતજનોને ભોજન પ્રસાદ કરાવીને પૂર્ણ થશે.

ભગાવન જગન્નાથજીની આ ભવ્ય રથ યાત્રામાં પુણ્યનું ભાથું ભરવા માટે તન મત અને ધનથી જોડાવા ત્યાગી રામકિશોરદાસ બાપુ ખોડીયાર માતા મંદીર કૈલાસધામ આશ્રમ જગન્નાજી મંદીર તરફથી આહવાન કરવા આવેલ છે.

જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા ચમનભાઈ સિંઘવ (વી.એચ.પી.), મંગેશભાઈ દેસાઈ (હિન્દુ જાગરણ મંચ), વિક્રમસિંહ પરમાર, નવિન ચંદ્રગોરડીયા, હરપાલસિંહ જાડેજા (હિન્દુ યુવાવાહિની), રાજુભાઈ જાુંજા, પ્રવિણભાઈ કણઝારીયા તેમજ મહંત ત્યાગી રામકિશોરદાસજીબાપુ, મહંત ઘનશ્યામદાસજી (સોમનાથ), મહંત કનૈયાદાસજી (તાલાલા), મહંત રામસ્વ‚પદાસજી (વારાણસી), મહંત રામજીદાસજી મહારાજ, મહંત બલરામદાસજી (હરીદ્વાર), કોટવાલ નરસંગદાસજી (રાજકોટ મંડળ), મહંત રામદાસજી વિગેરેએ ભારે જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.