સ્વચ્છ ભારત અભિયાન અને નો પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીનીઓએ આશરે પ૦૦ વધુ કાપડની થેલીઓ બનાવી
રાજકોટમાં સરોજીની નાયડુ સ્કુલ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અને નો પ્લાસ્ટીક ઝુંબેશ અંતર્ગત વિઘાર્થીઓ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાળાઓ દ્વારા રાજકોટના અનેક વિસ્તારોની મહીલાઓને કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે મેયર બીનાબેન આચાર્ય ઉ૫સ્થિત રહ્યા હતા. ઉપરાંત બહોળી સંખ્યામાં મહીલાઓ પણ ઉ૫સ્થિત રહી હતી.
સરોજીની નાયક સ્કુલની બાળાઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ થેલીઓ અમે જાતે બનાવી છે. અને લોકોને આપીએ છીએ જેથી રાજકોટ પ્લાસ્ટીક મુકત બને. ગોહીલ કલ્પા પ્લાસ્ટીક બનાવવામાં જે વસ્તુનો ઉપયોગ થાય છે તે શરીર માટે નુકશાન કારક છે. રોશની પ્લાસ્ટીક જયાં ત્યાં ફેકાતું હોય છે તે પ્રાણીઓ ખાય છે. અને પ્રાણીઓ મૃત્યૃ પામે છે. પ્લાસ્ટીકનો નાશ થતો નથી એટલે જમીનને નુકશાન કરે છે. અશ્ર્વિની સરબધીયા આ વિચાર અમારા પ્રિન્સીપાલે આપ્યો છે. આપણે આ પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ ન કરીએ અને કપડાના થેલીનો ઉપયોગ કરીએ જેથી સ્વચ્છતા રહે અને નુકશાન થતું અટકે.
ધોળકીયા ઇશિતા વધારાના કાપડનો ઉપયોગ કરીને કાપડની થેલી બનાવવામાં આવે જેથી થેલી વધુ વખત આપણે ઉપયોગ કરી શકીએ.
પ્લાસ્ટિકની થેલીના ઉપયોગથી પ્રદુષણ વધે છે જેથી કાપડની બેગ વાપરવી જોઇએ: સોનલબેન ફળદુ
સોનલબેન ફળદુ પ્રિન્સીપાલ એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજનો અમારી આ કાર્યક્રમ પ્લાસ્ટીક મુકત ભારતનો છે. વિઘાર્થીની દ્વારા લગભગ ૫૦૦ થી વધારે કાપડની થેલીઓ બનાવી છે જે આસપાસના વિસ્તારમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આજે એક સંદેશ આપશું કે આપણે વધુને વધુ કાપડની થેલીનો ઉપયોગ કરવી પ્લાસ્ટીકની થેલીના ઉપયોગથી પ્રદુષણ વધે છે અને ઘરના તથા ધરતી પરના લોકોને મોટું નુકશાન પહોચાડે છે.