ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પેટ્રો કેમિકલ સેકટરની મહત્વપૂર્ણ ભૂમિકા: વાડીનાર રિફાઈનરી પેટ્રો કેમિકલ વિસ્તરણ માટે ૮૫૦ મિલિયન યુએસ ડોલરનું રોકાણ
ન્યુ-એજ ડાઉન સ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી વાડીનાર રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ્સના વિસ્તરણના ભાગરૂપે ૮૫૦ મિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે, જે માટે ૨૦ એમએમટીપીએ રિફાઇનરીમાંથી ફેલેટ ફ્રી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદૃન કરવા ઉ.ઇ. ગ્રેસ એન્ડ કું. પાસેથી પ્રોસેસ ટેકનોલોજીનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે.
વિસ્તરણના ભાગરૂપે નયારા વાર્ષિક ૪૫૦,૦૦૦ ટનની ક્ષમતા ધરાવતા પોલિપ્રોપલેન પ્લાન્ટની સ્થાપના કરવાની યોજના ધરાવે છે. ફીડસ્ટોરનો પ્રાથમિક સ્ત્રોત વર્તમાન એફસીસી યુનિટ રહેશે, જેનો શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉપયોગ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ બિઝનેસમાં વર્તમાન અને ભાવિ રોકાણ ભારતમાં પેટ્રોકેમિકલ હબ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બી. આનંદે જણાવ્યું હતું કે, “ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પેટ્રોકેમિકલ સેક્ટરની ભુમિકા મહત્વપૂર્ણ છે. પેટ્રોકેમિકલ્સમાં અમારા પ્રવેશ સાથે અમારા એનર્જી બાસ્કેટને વૈવિધ્યસભર બનાવવું એ વિકાસગાથાનો એક ભાગ બનવાની દિશામાં એક કદમ છે. અમે અમારી ભાગીદારી દ્વારા શ્રેષ્ઠતા માટે તથા અમારા કારોબારમાં ઇનોવેશન માટે કટીબદ્ધ છીએ. ગ્રેસ સાથેની અમારી ભાગીદારી અમારી રિફાઇનરીમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સાચી ટેકનોલોજીની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરશે.
નયારા એનર્જીના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર સેરગે ડેનિસોવે જણાવ્યું હતું કે, “અમારી વાડીનાર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરી રહી છે. ગ્રેસના યુનીપોલ પીપી પ્રોસેસ ટેકનોલોજીમાં રોકાણથી અમે અમારા ગ્રાહકો માટે ફેલેટ-ફ્રી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરવા સક્ષમ બનીશું. પ્રદેશમાં આ અદ્યતન પીપી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થઇ રહૃાયો છે ત્યારે નયારા એનર્જી સુનિશ્ર્ચિત કરવા માગતા છે કે તો ગ્રાહકોની માંગને પૂર્ણ કરવા માટે વિશ્વસનીય અને ખર્ચ-કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ગ્રેસની તમામ ગેસ-ફેઝ યુનીપોલ પીપી પ્રોસ્ોસ ટેકનોલોજી સૌથી વિશ્ર્વસનીય ટેકનોલોજી પૈકીની એક છે, જે હોમોપોલીમર્સ, રેન્ડમ કોપોલીમર્સની અદ્યતન અનો વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવે છે તેમજ ઇન્ડસ્ટ્રીમાં કોપોલીમર્સનો અસર કરે છે.
ગ્રેસના સ્પેશિયાલિટી કેટલિસ્ટ બિઝનેસના પ્રેસિડેન્ટ લૌરા સ્ચવિનો જણાવ્યું હતું કે, “ભારતમાં ગુજરાત ખાતે વાડીનાર રિફાઇનરીમાં નયારા એનર્જીની ટેકનોલોજી માટેની પસંદૃગી બનતા ગ્રેસ ઉત્સાહિત છે. અમનો વિશ્વાસ છે કે હોમોપોલીમર, રેન્ડમ કોપોલીમર અને ઇમ્પેક્ટ કોપોલીમર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી સાથે અમારા નોન-ફેલેટ કોનસીસ્ટા કેટલિસ્ટ નયારા એનર્જીનો આ વિસ્તારમાં પોલીપ્રોપોલિન રેઝિન ઉત્પાદનમાં અગ્રેસર બનાવશે.