નયારા એનર્જીના સતત પ્રયાસોથી ૧૮ શાળામાંથી ૧૧ને ‘એ’ગ્રેડ રેન્ક
નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની, નયારા એનર્જી, વાડીનારમાં તેની રિફાઈનરીની આસપાસમાં વસતા સમુદાયોમાં સાક્ષરતા અને આજીવિકા હાંસલ કરવાનો આંક સતત ઉંચો આવે તે હેતુથી સતત કાર્યરત રહી છે. કંપની અવિરતપણે સમાવેશી વિકાસનો અને રિફાઈનરીની આસપાસ વસતા સમુદાયોના જવાબદાર પસંદગીના પડોશીતરીકે કામ કરવાનો વારસો જાળવી રહી છે.તેમણે કોર્પોરેટ માળખાના ભાગ તરીકે સામાજીક જવાબદારીઓ માટે ઊંડી કટિબધ્ધતા અને વ્યુહાત્મક સંકલન દર્શાવવાનુ ચાલુ રાખ્યું છે.
નયારા એનર્જી ઓપન સ્કૂલ મારફતે વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શિક્ષણના સ્તરેથી જ ભણવાની ખેવના સતત પ્રબળ બને અને શાળા છોડી જવાના દરમાં ઘટાડો થાય તેવુ વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નીશીલ રહી છે કે જેથી શિક્ષણની ઉપલબ્ધી સરળ બને. નયારા એનર્જી તેની વાડીનાર રિફાઈનરીના વિસ્તરણ આયોજનની સાથે સાથે યુવાનો અને મહિલાઓમાં માઈક્રો-એન્ટરપ્રાઈઝ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટેના એક વિશિષ્ઠ કૌશલ્ય પ્રોગ્રામ ઉપર કામ કરી રહી છે. કંપની તેના આઉટરીચ પાર્ટનર સાથેની ભાગીદારીમાં યુવાનો અને મહિલાઓને સોફટ સ્કીલ પૂરી પાડીને તેમનુ સશક્તિકરણ કરી રહી છે કે જેથી તેમને ભવિષ્યમાં રોજગારીની આકર્ષક તકો પ્રાપ્ત થઈ શકે.
કંપની પોતાની વાડીનાર રિફાઈનરીની આસપાસનાં ગામડાંમાં ભણતરના મહત્વના અભિગમો અપનાવવા શિક્ષણ માટેના પ્રયાસોની આગેવાની લેવાને કારણે તેમજ પ્રોત્સાહક પ્રયાસોને કારણે શાળાઓમાં હાજરી વધી છે તથા શાળા છોડી જવાના પ્રયાસમાં ઘટાડો થયો છે. આનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ૧૫ ગામનાં ૪૦૦થી વધુ બાળકોને મળ્યો છે. કંપની ગ્રામશિક્ષા કેન્દ્રો , એનઆઈઓએસ કલાસિસ, સ્માર્ટ ક્લાસિસ, પુસ્તકાલયો, રેમેડિયલ ક્લાસિસ વિવિધ પ્રયાસો મારફતે શિક્ષણના નિર્દેશકોમાં સુધારા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે. કંપનીના સતત અને એકત્રિત પ્રયાસોને કારણે ગુજરાત સરકારે હવે ૧૮ સ્કૂલોમાંથી ૧૧ને એ ગ્રેડની રેંક આપી છે.
વાડીનાર પ્રા.શાળાના પ્રિન્સીપાલ શું કહે છે ?
વાડીનાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ, હેડ ઓફ સ્કૂલ સમીર દતાણી જણાવે છે કે નયારા એનર્જીના શિક્ષણના પ્રયાસોનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકાજીલ્લાનાં ઘણાં બાળકોને મળ્યો છે.સ્માર્ટ ક્લાસને કારણે વર્ગખંડની હાજરીમાં સુધારો થયો છે અને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત થયા અને અભ્યાસમાં વધુ રૂચી દર્શાવતા થયા છે. હું સમુદાયોમાં ભણતરનો આંક ઉંચો લઈ જવા બદલ નયારા એનર્જીનો તેમના સતત યોગદાન બદલ આભાર માનુ છું
નયારા એનર્જી દેશની બીજા નંબરની સૌથી મોટી રિફાઈનરી
નયારા એનર્જીએ નવા યુગની આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે અને રિફાઈનીંગથી માંડીને રિટેઈલ સુધીની હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં સબળ હાજરી ધરાવે છે. ઓગસ્ટ ૨૦૧૭માં આ કંપની રોઝનેફટ અને ગ્લોબલ કોમોડિટી ટ્રેડીંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઈનવેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ કંપની હાલમાંગુજરાતના વાડીનારમાં વાર્ષિક ૨૦ મિલિયન મે.ટનની ક્ષમતા ધરાવતી ભારતની બીજા નંબરની સૌથી મોટી આ રિફાઈનરી દુનિયામાં સૌથી વધુ ૧૧.૮ની કોમ્પ્લેક્સિટી ધરાવતી સૌથી અદ્યતન સીંગલ સાઈટ રિફાઈનરીની માલિકી અને સંચાલન ધરાવે છે. વધુ માહિતી www.nayaraenergy.com ઉપર ઉપલબ્ધ છે.
સ્માર્ટ કલાસીસે ભજવ્યો મહત્વનો ભાગ
વાડીનાર રિફાઈનરી સ્કૂલનાં ઈતિહાસ શિક્ષિકા કુ. કુશાલી જણાવે છે કે સમાજવિજ્ઞાનને વાર્તા તરીકે સમજાવાય ત્યારે તેનુ ઉત્તમ ભણતર આપી શકાય છે. એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેકટ વડે વાર્તાકથનની કલાને આનંદપ્રદ બનાવાય છે અને વિવિધ અભિગમ સારી રીતે સમજાવી શકવાની સાથે સાથે તેને સુસંગત બનાવી શકાય છે. શાળાના શિક્ષણને સુધારવામાં નયારા એનર્જીના સ્માર્ટ કલાસિસે મહત્વની ભૂમિકા બજાવી છે. વિદ્યાર્થીઓ પાત્રો અને પ્રક્રિયા સાથે પોતાને સાંકળી શકે છે અને અભ્યાસ સામગ્રી સારી રીતે ગ્રહણ કરી શકે છે.