રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા
અબતક, નવી દિલ્હી
ઝારખંડમાં નક્સલીઓએ ગિરિડીહ પાસે બુધવાર-ગુરૂવાર વચ્ચેની રાત્રિ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાડી દીધો હતો. આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-ગયા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે.
પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના કહેવા પ્રમાણે પેટ્રોલમેન ગૌરવ રાજ અને રોહિત કુમાર સિંહે ચિચાકીના સ્ટેશન માસ્તરને જણાવ્યું હતું કે, રાત્રે ૧૨:૩૪ કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. આ અંગેની સૂચના બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગના ગોમો-ગયા (જીસી) રેલવે ખંડ પર સુરક્ષાના કારણોસર પરિચાલન રોકી દેવામાં આવ્યું છે.
રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા.
પૂર્વ મધ્ય રેલ્વેના સીપીઆરઓ રાજેશ કુમારમાં કહેવા પ્રમાણને તેમને રાતે ૧૨:૩૪ વાગે જાણ થઈ કે ધનબાદમાં આવેલ કરમાબાદ ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. જેથી આ મુદ્દે જાણ થતાજ તેમણે બધી ટ્રેનો રોકી દીધી હતી. જેથી મોટી જાનહાની થતા ટળી હતી.
આ ઘટનાને કારણે કુલ ૩ ટ્રેનોને રોકવામાં આવી છે જેમા ધનબાદ પટના એક્સપ્રેસ રાતના ૧૨:૩૫ વાગ્યાથી ચૌધરીબાંધમાં રોકી દેવામાં આવી છે. હટિયા ઈસલામપુર એક્સપ્રેસ પારસબંધમાં ૧૨:૩૭ વાગ્યેથી રોકી દેવામાં આવી. તેમજ રાચીં-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસને પારનાથમાં રાતે ૧૨:૫૫ વાગ્યાથી રોકી દેવામાં આવી છે.
રેલ્વે દ્વારા આ ઘટનાને લઈને આજે ઘણી ટ્રેનોના રૂટ બદલામાં આવ્યા છે જેમા હાવડા-જોધપુર એક્સપ્રેસ પ્રધાનખંટા-ગયા-ડીડીયૂને બદલે પટના ડીડીયૂ થઈને જશે. હાવડા-છત્રપતિ શિવાજી ટર્મિનસ એક્સપ્રેસ પણ પ્રધાનખંટા-ગયા-ડીડીયૂના બદલે ઝાઝા-પટના-ડીડીયૂ થઈને જશે. કાલકા-હાવડા એક્સપ્રેસ ડીડીયૂ-ગયા-પ્રધાનખંટાને બદલે ગયા-પટના-ઝાઝા થઈને જશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હાવડા એક્સપ્રેસ પણ ડીડીયૂ-ગયા પ્રધાનખંટા થઈને જશે. નવી દિલ્હી-ભૂવનેશ્વર રાજધાની એક્સપ્રેસ ડીડીયૂ-ગયા-પ્રધાનખંટાને બદલે ડીડીયૂ-પટના-ઝાઝા થઈને જશે. આનંદવિહાર રાચી ઝારખંડ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પણ કોડરમા-રાજાબેરાને બદલે કોડરમા-હજારીબાગ ટાઉન-બરકાકાન થઈને જશે
ઉલ્લેખનીય છે નક્સલીઓએ રેલ્વે ટ્રેક ઉડાવ્યા બાદ ધનબાદ ડેહરી આન સોન એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. જેના કારણે આ ટ્રેનના મુસાફરોને કે જેમણે પહેલાથી બુકીંગ કરાવી રાખ્યું હતુ તેમેને ભારી હાલાંકીનો સામનો કરવો પડશે.