ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં નક્સલીઓએ મંગળવારે સવારે IED વિસ્ફોટ કર્યો, જેમાં પોલીસ અને 209 કોબ્રાના 16 જવાન ઘાયલ થઈ ગયા. એસપી ચંદન કુમાર સિન્હાએ ઘટનાની પુષ્ટી કરી છે. બ્લાસ્ટ પછી નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યુ.

મળતી માહિતી મુજબ રાય સિંદરી પહાડ પર નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો હતો. ઘાયલ જવાનોને સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી રાંચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શહીદ થયેલાં જવાનો પોલીસની સી-60 ફોર્સના કમાન્ડો હતા. આ ફોર્સમાં 60 જવાનો હોય છે. આ ફોર્સની રચના 1992માં તૈયાર કરાઈ હતી. ગઢચિરોલીના તત્કાલીન એસપી કેપી રઘુવંશીએ કર્યુ હતું. આ ફોર્સના કમાન્ડોને નક્સલ વિરોધી અભિયાન માટે તૈયાર કરવામાં આવે છે. આ જવાનો ગોરીલા યુદ્ધમાં માહેર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.