નકસલવાદ વિરોધી અભિયાનથી બોખલાહટપણુ
છત્તીસગઢના નારાયણપૂર જિલ્લામાં મંગળવારે નકસલીઓએ જિલ્લા પોલીસ દળના જવાનો પર કરેલા હુમલામાં પાંચ જવાન શહિદ થયા હતા. આ વિસ્તારમાં નકસલવાદ વિસ્તારમાં આ વર્ષેનો સૌથી મોટો હુમલો છે. મંગળવારે સાંજે બસ નાલા પરના નાના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નકસલીઓએ આઈઈડીથી બ્લાસ્ટ કર્યો હતો. જેથી બસ નાલામાં ઉંધી પડી હતી હુમલામાં બસના ચાલક સહિત પાંચ જવાનો શહીદ થયા હતા.છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે આ હુમલાને વખોડી કાઢી શહીદ જવાનોના પરિવારને સાંત્વના પાઠવી હતી.
તેમણે ટવીટ કરી જણાવ્યું છેકે રાજયમાં નકસલી વિસ્તારોમાં કાર્યવાહીથી નકસલીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આથી નકસલીઓ બોખલાઈ ગયા છે. અને આવા હુમલા કરે છે. નકસલીઓ સામેની કાર્યવાહી હવે કડક કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.બસ્તાર રેન્જ આઈજીપી પી.સુંદરરાજે જણાવ્યું હતુ કે આ નકસલી હુમલામાં બસ ચાલક સહિત પાંચ જવાનો શહીદ થયા છે. હુમલાના સ્થળે તુરત જ સુરક્ષા દળોની ટુકડીઓ મોકલાઈ છે.નારાયણપૂરનાં એસપી સહિત ગર્ગે જણાવ્યું હતુ કે અંદાજે 40 જેટલા જવાનો બસ દ્વારા નકસલીઓ સામેની કાર્યવાહી પૂર્ણ કરી પોતાના નિયત સ્થળે પરત ફરી રહ્યા હતા ત્યારે એક નાળા પરના નાના પુલ પર બસ પહોચી ત્યારે આઈઈડીથી હુમલો થયો હતો. જેમાં બસ નાલા પરથી નીચે ખાબકી હતી વિસ્ફોટથી ઘટના સ્થળે જમીનમાં પણ મોટા ખાડો પડી ગયો હતો. આ હુમલામાં અંદાજે 15 જેટલા જવાનો ઘવાયા છે. અને તેમા ત્રણની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.