રાજકોટ નવલનગરમાં રહેતા ખોજા યુવાને પોતાના મિત્રને સોનાના ચેઇન પર એક લાખ અપાવ્યા બાદ એક લાખની ઉઘરાણી કરવા સોની યુવાને ઉમાકાંત પંડિત વિસ્તારમાં આંતરી છરીના ચાર ઘા ઝીંકી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવલનગરમાં રહેતા આકાસ અનિલભાઇ ગીલાણી નામના 21 વર્ષના ખોજા યુવાને કૃણાલ સોની નામના શખ્સે છરીના ચાર ઘા ઝીંકી દેતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
સોનાના ચેઇન ઉપર મિત્રને પૈસા અપાવ્યા હતા: ઉઘરાણી કરી છરીના ચાર ઘા ઝીંકી દીધા
આકાશ ગીલાણીએ પોતાના મિત્ર ડાનિશને સોનાના ચેઇન ઉપર કૃણાલ સોની પાસેથી એક લાખ અપાવ્યા હતા. તેની ઉઘારણી માટે કૃણાલ સોની મોબાઇલમાં રીંગ કરતો હતો ત્યારે પોતાના મોબાઇની બેટરી ઉતરી ગઇ હોવાથી સ્વીચ ઓફ થઇ ગઇ હતી. અશોક ગાર્ડન પાસે નાસ્તો કરવા બેઠો તે દરમિયાન મોબાઇલ ચાર્જ કર્યો તે દરમિયાન કૃણાલ સોનીએ મોબાઇલમાં વાત કરી કયાં છો તેમ પૂછી મારા એક લાખ તારે ખાઇ જવા છે તેમ કહી ઉમાકાંત પંડિત વિસ્તારમાં આવીને છરીના ચાર ઘા ઝીંકી ભાગી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. માલવીયાનગર પી.એસ.આઇ. બી.બી.રાણા સહિતના સ્ટાફે કૃણાલ સોની સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.