શિયાળ સસલા ચંદનધો કાચબા શાહૂડીના કપાયેલા અંગો સાથે પાંચ શિકારી ઝડપાયા પાંચેયનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર
અબતક, મનુ કવાડ,ગીરગઢડા
ગીર ગઢડા તાલુકાના જસાધાર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા રેન્જ સ્ટાફ દ્વારા પકડવામાં આવેલા વન્ય જીવોના શિકાર કરતા પરપ્રાંતિય આરોપીઓના રિમાન્ડ મંજૂર કરી છે.
નાયબ વન સંરક્ષક ગીર પૂર્વ વન વિભાગ ધારીની સુચના અને મેં મદદનીશ વન સંરક્ષક ઉનાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ. બી. ભરવાડ તથા જસાધાર રેન્જ સ્ટાફ દ્વારા ગીર અભયારણ્ય તથા તેને સંલગ્ન રેવન્યુ વિસ્તારોમાં વન્ય જીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સધન તપાસની કામગીરી હાથ ધરેલ હતી ત્યારે ઉના તાલુકાના હેઠળના નવાબંદર ગામે મર્યાદેવી નામે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં એક શંકાસ્પદ હિલચાલ કરતા ઈસમ નજરે ચડતા રૂબરૂ જઈ તપાસ કરતા તેની આજુબાજુ શિકાર માટેના ફાસલા ગોઠવેલા મળી આવેલ હતા આ ઈસમ એસ.એમ.બાયો પ્રોટીન કંપનીમાં રહેતો તથા નોકરી કરતો હોય રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક કંપનીમાં રેડ પાડતા આસામ રાજ્યના પરપ્રાંતિયા મજુરો . વર્કરો એ કંપનીના મકાનમાં વન્યજીવ શિયાળ સસલા ચંદનધો કબુતરના શિકાર કરી વન્ય જીવોનાં માસ લોહી તથા વન્ય જીવોનાં અંગે ઉપાયોમાંથી બનાવેલ તેલ ખાધેલ તેમજ ખાવા માટે બોઈલ કરી સુકવણી કરી છુપાવેલ તેમજ શાહુ ડીના પીંછા કાચબાના મોઢા છુપાવી રાખેલ જેથી રેન્જ ગુન્હા નંબર 1 /22-23 થી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 મુજબ ગુન્હો નોંધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી ઉનાની નામદાર જયુડીરયલ ફાસ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દ્વારા તમામ પાચે ય આરોપીઓને 3 દિવસ માં રિમાન્ડ મંજૂર કરેલ.
આ ગુન્હાની આગળની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસાધાર અને તાલુકા વાઈલ્ડ લાઈફ વોડેન એલ બી ભરવાડ ચલાવી રહયા છે.