ભવનાથમાં મસ્જિદ બનાવવાની પરવાનગી માંગનાર ને દેશ નિકાલ અને ભવનાથ ગામ માં મુસ્લિમોના નામે દસ્તાવેજ ની એન્ટ્રી ન પાડવા ફરમાન જારી કર્યું હતું
હિમાલયના પરદાદા જેવું દિર્ઘાયુ ધરાવતાં ગીરનારમાં સચેતન તીર્થ સ્થળો અને 36 કરોડ દેવતાઓનો વાસ છે, ગીરનારને દૂરથી જુવો તો એવું લાગે કે કોઇ અવધુત સ્થિર નિંદ્રામાં ઓઢે છે
અબતક, રાજકોટ
અશાંત ધારા ની ગુજરાતમાં લાગુ કરવામાં આવેલી હાલ ની જોગવાઈ જેવા કાયદા નો જૂનાગઢના પ્રજાવત્સલ નવાબે આઝાદી પૂર્વે સફળ પ્રયોગ કર્યો હતો જુનાગઢ હિન્દુ જૈન ધર્મની પ્રાચીન અસ્મિતા સાચવનાર પ્રદેશ તરીકે સદીઓથી પ્રખ્યાત છે ત્યારે પાકિસ્તાન સાથે જોડાણ કરીને ભારત વિરોધી માનસિકતા માટે વગોવાયેલા નવાબ શાસકોની ધર્મ સહિષ્ણુતા નીતિના અનેક દાખલા મોજૂદ છે જૂનાગઢના ભવનાથ પરિસરમાં હિન્દુ દેવસ્થાનો ની મર્યાદા કાયમ જળવાઈ રહે અને ભવનાથમાં ક્યારેય હિન્દુ-મુસ્લિમ વચ્ચે ધાર્મિક સ્થળોને લઈને વિવાદ ન થાય તે માટે જૂનાગઢના નવાબ બહાદુરખાન જી બીજાએ ભવનાથમાં મસ્જિદના બાંધકામની મંજૂરી માંગતી અરજી રદ કરી અરજદારની નબળી માનસિકતા અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી માનસિકતા હોવાનું ઠેરવીને અરજદાર જુનાગઢના અમીર પરિવારનો હોવા છતાં તેને તત્કાલીન દેશનિકાલ કરી દીધો હતો.
એટલું જ નહીં તત્કાલ નવાબ સરકારે એવો જીઆર બહાર પાડ્યો હતો કે જૂનાગઢના ભવનાથ ગામતળમાં કોઈપણ બિનહિંદુ એટલે કે મુસ્લિમ ખ્રિસ્તી ના નામે કોઈપણ મિલકતના દસ્તાવેજ ન કરવા ના હુકમ રાજની મહોર સાથે બહાર પાડ્યો હતો, આજે પણ પ્રાચીન દરગાહો સિવાય ભવનાથમાં કોઈપણ મુસ્લિમના નામે મિલકતો નથી, આમ ધર્મ સહિષ્ણુતા અને સામાજિક શાંતિ ને ધ્યાને લઇ જૂનાગઢના નવાબો એ દાયકા પૂર્વે હાલના અશાંતધારા જેવી કાયદાકીય જોગવાઈ કરી હતી
જુનાગઢ તીર્થ ક્ષેત્ર એટલે હિન્દુ જૈન વૈષ્ણવ સ્વામિનારાયણ ઈસ્લામ ધર્મની ચેતના ભૂમિ
ઐતિહાસિક પુરાતન ધર્મ પર્યટન સ્થળ ની ઓળખ ધરાવતી જૂનાગઢની ધરતી ને ચેતનવંતી ધર્મભૂમિ માનવામાં આવે છે લગભગ દુનિયામાં કોઈ ભૂમિ ને સદભાગ્ય નથી સાંભળ્યું તેવું સદભાગ્ય જૂનાગઢને મળ્યું ગણાય, જૂનાગઢની ભૂમિ પર દર શિવરાત્રીએ સ્વયમ શિવ ભગવાન સાધુરૂપે મુર્ગી કુંડમાં સ્નાન કરવા આવે છે, આજે પણ આ સિલસિલો ચાલુ હોવાનું મનાય છે, આ જ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા ની ભક્તિ ના પ્રતાપે ભગવાન શ્રીકૃષ્ણ 18 વખત જૂનાગઢ આવ્યા હતા,. નરસિંહ મહેતાની હૂંડી અને કુંવરબાઇ ના મામેરા માટે ધકો ખાનારા ભગવાન શ્રીકૃષ્ણનો નરસિંહ મહેતાને દામોદર કુંડમાં ભેટો થયો હતો વૈષ્ણવ તાર મહાપ્રભુજીની બેઠકજી પણ દામોદર કુંડ ના કાંઠે છે આ જ રીતે ભગવાન સ્વામિનારાયણ સદેહ જૂનાગઢ આવ્યા હતા અને આજે તેમના હાથે જ નિર્માણ પામેલા રાધા દામોદર દેવનું મંદિર મોજુદ છે સાથે સાથે જૈન ધર્મના 34માં તીર્થકર ભગવાન નેમિનાથ પણ ગિરનાર પર આવ્યા હતા અને આજે પણ તેમના પાદુકા ગિરનારની ભુમિને ચેતનવંતી રાખે છે હિન્દુ જય સ્વામિનારાયણ સંપ્રદાય ની જેમ ઈસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબ ડી 11મી પેઢી ના સીધા વારસદાર દાતાર જમીયલ શાહ ધર્મ પ્રચાર અને અનિષ્ટો ના સહારે અને દુનિયાની સેવા માટે જૂનાગઢમાં આવ્યા હતા, વર્ષો સુધી પોતાના પ્રતાપથી માનવ અને દીન દુખિયાની સેવા અને રોગમુક્તિ કરાવીને ઉપલા દાતારની ગુફા માં કાયમી પરદો કરી ગયા આમ જૂનાગઢમાં તમામ ધર્મના મૂળભૂત ગુરુ ભગવંતો નું અલોકિક સાક્ષાત્કાર થયો છે જુનાગઢ ની ભૂમિ તરીકે પુણ્યશાળી બની છે યાત્રાધામ તરીકે તમામ ધર્મોના મૂળ જૂનાગઢની ધરતી પર સમાયેલા છે ઈતિહાસીક પૌરાણિક વિરાસત ની જેમ જુનાગઢ હિન્દુ જય સ્વામિનારાયણ વૈષ્ણવ અને ઈસ્લામ ધર્મના લોકો માટે પૂજનીય ભુમી બની છે
ધર્મનગરી જૂનાગઢનો પ્રદેશ ખરા અર્થમાં શિવ પ્રિય
ભવનાથ ભુતનાથ બિલનાથ અને સોમનાથ એક જ રેખા પર
જુનાગઢ ના તોરણ રા માંડલીકએ બંધાવ્યા હતા આજે પણ બે હજાર વર્ષના ભવ્ય ભૂતકાળ ધરાવતાં ઉપરકોટના કિલ્લાને ક્ષજ્ઞદજ્ઞ અકબંધ છે ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢની ભાતીગળ નગર રચના અને દેવ મંદિરોમાં પણ એક ખાસ વિશેષતા જોવા મળે છે
ગિરનાર ની પ્રતિકૃતિ એક સૂતેલા અવધૂત સંત જેવી જોવા મળે છે ગિરનાર નો આકાર જ એક મહાન શિવલિંગ જેવો દેખાય છે મહાદેવ શિવ અને જૂનાગઢને એક ખાસ સંબંધ છે દર વર્ષે શિવરાત્રીએ અવધૂત નાગા સાધુ ના રૂપમાં સ્વયં ભોળાનાથ જૂનાગઢની ચેતન ભૂમિમાં આવે છે તેવી શ્રદ્ધા થી ભવનાથ નું શિવ મંદિર શિવભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે, શિવ સાથે જૂનાગઢને અદભુત નાતો છે ભવનાથ નું શિવ મંદિર શહેરના સીમાડે આવેલ ભૂતનાથ મંદિર અને સોમનાથ નું દાદશ જ્યોતિર્લિંગ ફળયવિંશ આથમણે જતી સૂર્યકિરણ માં સુરેખ એક જ લીટીમાં છે ભવનાથના શિવ દર્શન અને સોમનાથના દર્શન એક જ પુણ્ય ફળ આપે છે જૂનાગઢનું ભૂતનાથ મહાદેવ નું મંદિર ભવનાથ અને સોમનાથ ના મધ્યે બિરાજમાન છે શિવ મંદિરોની ગિરનારથી અરબસાગર સુધીની આ રેખા માં અનેક નાના-મોટા શિવ મદિરો આજે પણ હયાત છે આમ જૂનાગઢ અને ખાસ કરીને ગિરનાર તીર્થ ક્ષેત્ર પર શિવની વિશેષ કૃપા છે ગીરના જંગલોમાં વનવાસ દરમિયાન પાંડવો માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત શિવ મંદિરો પણ આવેલા છે જૂનાગઢની તીર્થભૂમિ શિવ ચેતના જગાવતી ભૂમિ તરીકે પૂજાય છે
સાર્વજનિકઅન્ન ક્ષેત્ર અને વિદ્યાર્થીઓ માટે આવાસ નિવાસની પહેલ જૂનાગઢના ધર્મ ક્ષેત્રોની દૈન
પહેલ કરવામાં જૂનાગઢ નું નામ હંમેશાં આગળ રહે છે આઝાદીની ચળવળ માટે આરઝી હુકુમત બનાવી પ્રજા એ જૂનાગઢને પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવી તે ઉભો કરી હતી તેમ સાર્વજનિક ક્ષેત્ર અને વિદ્યાર્થીઓ માટે આશ્રમની સુવિધાનો પ્રારંભ કરવાની પ્રથા જુનાગઢ ના નામે બોલે છે
આજે સાર્વજનિક ક્ષેત્ર સંસ્કૃતિ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવે છે ત્યારે જૂનાગઢમાં નવાબીકાળમાં કાયમી ધોરણે ગરીબ દીન દુખિયા અને યાત્રાળુઓ માટે રાજ્ય તરફથી લંગર ક્ષેત્ર ચલાવવામાં આવતું હતું જેમાં વિનામૂલ્યે ભોજન સુવિધાની રાજ ની વ્યવસ્થા હતી
પરંતુ જાહેર જનતા માટે ધર્મ અનુરાગી અન્નક્ષેત્ર નો પ્રારંભ ઉપલા દાતારની જગ્યાએ થી થયો હતો ત્યાર બાદ નીચલા દાતાર નુંઅન્ન ક્ષેત્ર શરૂ થતાં આમ સાર્વજનિક ક્ષેત્રની ની પ્રથા જૂનાગઢ પછી સતાધાર અને પરબના અન્નક્ષેત્ર ધમધમતા થયા… આ જ રીતે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ કરવાની પહેલ પણ જુનાગઢ ના નામે બોલે છે જૂનાગઢમાં આશ્રમથી પ્રારંભ થયેલી આ પ્રથામાં વિદ્યાર્થીઓને આશ્રમમાં રાખવામાં આવતા હતા ત્યાર પછી મહત્વ ગોપાલનંદજી બાપુ એ ભવનાથ અને અમદાવાદમાં પોતાના આશ્રમોમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ શરૂ કરી આમ ગુજરાત સૌરાષ્ટ્રની ગૌરવશાળી પરંપરા અને ક્ષેત્ર અને વિદ્યાર્થીઓના આવાસ ભોજનની વ્યવસ્થાની શરૂઆત પણ જુનાગઢના નામે જ લખાય છે
જૂનાગઢના 9નવાબ 9બેગમો 999 ગામ 9 દરવાજા અને સાચી આઝાદી ની તારીખ 9 નવેમ્બર બની
જૂનાગઢની આઝાદી નો ઇતિહાસ સમગ્ર દેશના સ્વતંત્ર સંગ્રામ થી જરા અલગ બન્યો છે જૂનાગઢની આઝાદી માટે બબ્બે સંઘર્ષ કરવા પડ્યા હતા જૂનાગઢને આઝાદ થવા બ્રિટિશ હુકૂમત અને નવાજ બનેલા પાકિસ્તાન એમ બે રાષ્ટ્રોની હુકુમત ફગાવી સ્વતંત્રતા મેળવી હતી જૂનાગઢને નવના આંક સાથે કાયમી નાતો રહ્યો છે જૂનાગઢમાં નવાબો નું શાસન હતું, નવું નવામાં નવું બેગમો અને જુનાગઢ નગર ફરતે ગઢ કિલ્લા ને નવ દરવાજાઓ નું કવચ હતું નવાબની રિયાસત ને 999 ગામ નું રજવાડું ગણાતું શહેર ફરતે 9 દરવાજામાં ઉપરકોટ નો દરવાજો વંથલી દરવાજો સાપુર દરવાજો ધારા ગઢદરવાજો ગિરનાર દરવાજો કાલવા દરવાજો સ્ટેશન દરવાજો મજેવડી દરવાજો અને દિવાન ચોક ના પેલેસ ના દરવાજા ની ભવ્ય વિરાસત ધરાવતા જૂનાગઢમાં હવે માત્ર સ્ટેશન દરવાજો અને મજેવડી દરવાજો જ હયાત છે જોકે 9 સાથે જુનાગઢ નો કાયમી ના તો રહેવાનો હોય તે જૂનાગઢને પાકિસ્તાનની હકૂમતમાંથી નવેમ્બર મહિનાની 9 તારીખે આઝાદી મળી હતી