ભારતીય નેવીએ સોમવારે મઝગાંવ ડોક લિમિટેડ (MDL)માં ચોથી સ્કોર્પીન ક્લાસ સબમરીન વેલા લોન્ચ કરી.પ્રોજેક્ટ 75 અંતર્ગત ભારત છ સબમરીન તૈયાર કરી રહ્યું છે. રિપોટ્સ મુજબ બાકીની બે સબમરીન INS વાગરી અને INS વાગશીર પરનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. જેને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાંસની કંપની નેવલ ગ્રુપ (ડીસીએનએસ)ના સહયોગથી સ્કોર્પીન ક્લાસ સબમરીનના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે 6 સબમરીન તૈયાર કરવા માટે 2005માં કરાર થયો હતો. જે અંતર્ગત તમામ સબમરીન મુંબઈમાં જ તૈયાર થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.