નેશનલ ન્યુઝ
ભારતીય નૌકાદળે નવા એડમિરલ્સની ઇપોલેટ્સ ડિઝાઇનનું અનાવરણ કર્યું છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાના ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રના દરિયાઇ વારસા સાથેના ઊંડા જોડાણને દર્શાવે છે. ડિઝાઇનમાં ગોલ્ડન નેવી બટન, અષ્ટકોણ, તલવાર અને ટેલિસ્કોપનો સમાવેશ થાય છે, જે માનસિકતામાં પરિવર્તન, વ્યાપક દ્રષ્ટિ, નૌકાદળના ઉદ્દેશ્યનો સાર અને સતત વિકસતી દુનિયામાં દૂરદર્શિતાનું પ્રતીક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસ 2023ની ઉજવણી દરમિયાન ડિઝાઇનની જાહેરાત કરી હતી, જેમાં નેવલ એન્સાઇન અને ભારતના સમૃદ્ધ દરિયાઇ વારસામાંથી તેની પ્રેરણા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
As we usher in the new year #2024, #IndianNavy proudly unveils the new Design of Admirals’ Epaulettes. Announced by @PMOIndia during #NavyDay2023 at Sindhudurg – the 🛑 in the new Design, drawn from the Naval Ensign & inspired from Rajmudra of #ChhatrapatiShivajiMaharaj, is a… pic.twitter.com/Ssxq8ZLOZd
— SpokespersonNavy (@indiannavy) December 29, 2023
આ નવી ડિજાઈન આપણ પંચ પ્રાણના બે સ્તંભને દર્શાવે છે. પ્રથમ એ કે આપણને આપણા વારસા પર ગર્વ છે અને બીજું એ કે ગુલામીની માનસિકતાથી મુક્તિનો આપણો પ્રણ હવે પૂરો થઇ રહ્યો છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી હાર્બર વિરુદ્ધ ભારતીય નેવી દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ટ્રાઈડેન્ટની યાદમાં 4 ડિસેમ્બરે નેવી દિવસ મનાવાય છે.