8 હજારથી વધારે વૈષ્ણવ એક સાથે ગરબા માણશે: અબતક શુભેચ્છા મુલાકાતે આવેલા પૃષ્ટિરસ રાસોત્સવની ટીમ
પુ.પા.ગો .108 શ્રી કાલીન્દીવહુજી શ્રી નટવર ગોપાલજી મહારાજશ્રીની પ્રેરણાને આર્શીવાદથી તા . 26/09/2022 થી 04/102022 સુધી સમય રાત્રે 9 થી 12:00 કલાક સુધી ” વજભુમી ’ એપલ અલ્ટુરા ની સામે પાઠક સ્કુલ વાળી શેરીમાં , 150 રીંગ રોડ , રાજકોટ ખાતે ભક્તિસભર અને સુરક્ષીત વાતાવરણમાં હજારો ભાવિક વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો હાજરી આપે છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ નરેશભાઈ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં દ્વારકેશ ગુપદ્રારા આયોજીત નવવિલાસ પૃષ્ટિરસ રાસોત્સવની અલગ અંદાજથી ભવ્યાતીભવ્ય અભુતપૂર્વ આયોજન કરવામાં આવે છે . 16 વર્ષની સફળતા બાદ 17 માં નવવિલાસ પૃષ્ટીરસ રાસોત્સવ -2022 ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે . ત્યારે હજારો વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો નવવિલાસ પૃષ્ટિરસ રાસોત્સવ માટે તે માટે નું જાજરમાન આયોજન થયુ છે.
રાજકોટ ના આંગણે ધાર્મીક માહોલમાં યોજના2ા નવવિલાસ પૃષ્ટિરસ રાસોત્સવનું સમગ્ર પૃષ્ટીમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે . ત્યારે આયોજક દ્વારકેશ ગૃપના મનસુખભાઈ ઘેલાભાઈ સાવલીયા તથા બીપીનભાઈ હદવાણી તથા પ્રફુલભાઈ હદવાણી દ્વારા જણાવાયુ હતુ કે પ્રાચીન રાસોત્સવમાં નવી પરંપરા ની પહેલ કરનાર નવવિલાસ પૃષ્ટીરસ રાસોત્સવ સતત 17 માં વર્ષે ધાર્મીક આયોજન કરવામાં આવ્યુ છે. આ અલૌકિક કાર્યક્રમની ખાસ વિશેષતા જણાવતા મનસુખભાઈ ઘેલાભાઈ સાવલીયાએ જણાવ્યુ કે નવિલાસ પૃષ્ટીરસ રાસોત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો બેસીને 2મીને અને જોઈને આંનદ માણી શકે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે . તેમજ આમંત્રીત મહેમાનો અને દર્શકો માટે બેસવાની ખાસ વ્યવસ્થા કરવામા આવી છે . તદઉપરાંત નવ દિવસ અલગ – અલગ પ્રકારના નોરતા ( પ્રસાદ ) ની વ્યવસ્થા બધુ જ ની:શુલ્ક છે . કોઈ પાસે કોઈપણ પ્રકા2 નો ચાર્જ લેવામા આવતી નથી નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવ માં પ્રખ્યાત કિર્તન મંડળી ના સુરતાલ ની સુરાવલી ના સથવારે હજારો વૈષ્ણવો ના મન ડોલાવે તેવુ આયોજન કરાયુ છે . જેમાં કિર્તનીષા કમલેશભાઈ બાંગા , નરેશભાઈ નારીયા , સંજયભાઈ સંઘાણી , અમીતભાઈ સંઘાણી , વિજયભાઈ વિરાણી , વજુભાઈ વસોયા , જયેશભાઈ સંઘાણી , હિતેશભાઈ ના 2ીયા પોતાના સુર રેલાવશે .
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દ્રારકેશ ગ્રુપ ના સભ્ય ઓ મનસુખભાઈ સાવલીયા , બિપીનભાઈ હદવાણી પફુલભાઈ હદવાણી, વીરજીભાઈ પરસાણા, હરીભાઈ બાલધા પ્રફુલભાઈ સંઘાણી, ધનસુખભાઈ વેકરીયા , કુમનભાઈ વરસાણી, સંદિપભાઈ સાવલીયા, ભરતભાઈ સંચાણીયા, નરેશભાઈ ના2ીયા, ચિરાગભાઈ સોની ,માધવભાઈ સોની તથા દ્વારકેશ ગ્રુપના તમામ કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે . વધુ માહીતી માટે નરેશભાઈ ના2ીયા મો . નં . 94272 21656 ઉપર સંર્પક કરવા નો રહેશે .