નવસારી: સેવાસેતુ કાર્યક્રમમાં એક જ દિવસમાં કામ પુરૂ થતા સલિમભાઇએ માન્યો નવસારી જિલ્લા તંત્રનો આભાર સેવાસેતુ જેવા કાર્યક્રમો ચોક્કસ યોજવા જોઇએ. જેમાં અમારા સમયનો પણ બચાવ થયો છે અને તંત્રની સારી કામગીરી પણ જોવા મળી છે. સલિમભાઇ યુસુફભાઇ શૈખ સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ ઘર આંગણે જ સરકારની સેવાઓનો લાભ મેળવતા વિવિધ લાભાર્થીઓએ નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓ પૈકિ એક સલિમભાઇ યુસુફભાઇ શૈખ તેમના 80 વર્ષના માતા સહિત પત્નિ અને દિકરી સાથે રેશનકાર્ડનું ઇ-કેવાઇસી કરાવવા આવ્યા હતા. તેમણે સરકારના સેવાસેતુ જેવા કાર્યક્રમ ફાયદાકારક રહે છે એમ જણાવી પોતાના 80 વર્ષના માતા સહિત પરિવારનું ઇ-કેવાયસી ગણતરીના સમયમાં પુરૂ થતા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે મારા માતાની ઉંમર 80 વર્ષ છે તેમને લઇને નવસારી સુધી જવું કઠીન કામ હતું જે આજે સેવાસેતુ કાર્યક્રમમા ઘર બેઠા ખુબ જ સરળતાથી કામપુરૂ થયું છે. જેના માટે હું નવસારી જિલ્લા તંત્રની વ્યવસ્થાનો આભારી છું. વધુમાં સેવાસેતુ જેવા કાર્યક્રમો ચોક્કસ યોજવા જોઇએ. જેમાં અમારા સમયનો પણ બચાવ થયો છે અને તંત્રની સારી કામગીરી પણ જોવા મળી છે. આ ઉપરાંત સલિમભાઇએ આવા કાર્યક્રમો સરકાર ભવિષ્યમાં પણ કરતી રહે તે માટે અનુરોધ કર્યો હતો.