પુરઝડપે બસના ચાલકે ચાર મુસાફરોને કચડયા: એક ગંભીર
નવસારી એસ.ટી.ડેપોમાં ગતકાલે સમી સાંજે રૂટની બસના ચાલકે બસને પ્લેટફોર્મ પર લેતી વેળાએ બેદરકારીથી ચલાવી ચાર મુસાફરોને કચડી નાખતા જેમાં ત્રણ મુસાફરોના મોત નિપજયા હતા. જયારે એક ગંભીર છે. પ્રાથમિક તપાસમાં ૨૦ દિવસ પૂર્વે ભરતી થયેલા ચાલક સામે પગલા લેવાશે. આ બનાવને પગલે લોકોમાં નાશભાગ મચી ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ નવસારીના એસ.ટી.ડેપોની રૂટની બસના ચાલક બસને પ્લેટફોર્મ નં.૪ ઉપર લેતી વેળાએ કાબુ ગુમાવતા પ્લેટફોર્મ પર બસની રાહ જોતા મુસાફરો પર બસ ચડી જતા જેમાં ચાર મુસાફરો ચગદાતા જેમાં બેના ઘટના સ્થળે મોત નિપજયા હતા જયારે બેને ગંભીર રીતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જયાં એકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.અકસ્માતને પગલે લોકોમાં નાશભાગ મચી ગઈ હતી અને લોકોનો રોષ જોઈ બસ ચાલક નાશી ગયો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટનાને પગલે પોલીસે બ્રેક ફેલ થવાને કારણે દુર્ઘટના સર્જાય હોવાનું તારણ બહાર આવ્યું હતું. જયારે આર.ટી.ઓ.ના અધિકારીઓએ બસનું ટેસ્ટીંગ કરતા બ્રેક બરાબર હોવાનું ડ્રાઈવમાં ખુલતા ચાલકની બેદરકારી બહાર આવતા જેની સામે પગલા લેવામાં આવશે. તેમજ ચાલક પ્રવિણભાઈ ધાંધલ ૨૦ દિવસ પહેલા જ ડ્રાઈવર તરીકે ભરતી થયા હતા.