- ગણદેવી પાસે ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનો જથ્થો રાખનાર વેપારી ઝડપાયો
- ચાર બેરલમાં 500 લીટર થીનર સહિત જ્વલનશીલ પદાર્થ પોલીસે કર્યું કબ્જે
- મૂળ રાજસ્થાનના દિપક બોરીવાલ નામના વ્યક્તિની પોલીસે કરી અટકાયત
- થિનર ક્યાંથી લાવવામાં આવ્યું હતું એ દિશામાં પોલોસે તપાસ શરૂ કરી
- પોલીસે 27,900નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
નવસારી જિલ્લાના ગણદેવા વિસ્તારમાં એલસીબીએ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 27,900ની કિંમતનો 500 લીટર થીનર અને ટર્પેન્ટાઇન પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે. જે અંગે 19 માર્ચના રોજ હેડ કોન્સ્ટેબલ નયકુમાર હનુભા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈને બાતમી મળી હતી.
બાતમી મુજબ, ગણદેવાના લીમડાચોક વિસ્તારમાં દીપકભાઈ મોહનલાલ બોલીવાલ કોઈપણ ફાયર સેફ્ટીના સાધનો કે પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે દરોડો પાડી મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગણદેવામાં રહેતા દીપકભાઈની ધરપકડ કરી છે. એલસીબી હવે આરોપી પાસેથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરી રહી છે. આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: રામ સોનગઢવાલા