૧૩ બેરલ ભરેલું બે લાખની કિંમતનું પ્રવાહી બોટ માંથી મળી આવ્યું: કુલ રૂ.૨૭ લાખનો મુદ્દામાલ કબજે

નવસારીના બીલીમોરા નજીકના દરિયા કિનારાના ધોલાઈ બંદર ઉપર મંગળવાર રાત્રીના મરીન પોલીસે બાતમી આધારે બોટમાં લઈ જવાતો જ્વલનશીલ પ્રવાહી સાથે બોટને ઝડપી લીધી હતી. બે લાખની કિંમતના 13 બેરલ પ્રવાહી મળી બોટ સહિત રૂ. 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 8 શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે એક શખ્સ ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથધરી છે.

બનાવની વિગતો મુજબ ધોલાઈ મરીન પોલીસને બોટમાં જ્વલનશીલ પ્રવાહી બંદર જેટીએ ઉતરવા હોવાની બાતમી મળતા બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોટ જેટી ઉપર લાંગરતા પોલીસે તેમાં તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેમાંથી 13 બેરલમાં 2730 લિટર પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રવાહી સાથે રૂ. 25 લાખની ગજ લક્ષ્મી બોટ મળી કુલ રૂ. 27,04,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ધોલાઈ મરીન પોલીસે આરોપીઓમાં અશોકભાઇ ટંડેલ (ઉ.વ. 45, રહે. કકવાડી, તા.જિ.વલસાડ), નિલેશભાઇ પાઢકર (ઉ.વ. 24) અને પ્રકાશ વાઢુ (ઉ.વ., રહે. બારડપાડા, તા.તલાસરી, જિ.પાલઘર, મહારાષ્ટ્ર), અવિનાશ પવાર (ઉ.વ. 20, રહે. મેઢકપાડા તા.તલાસરી, જિ.પાલઘર, મહારાષ્ટ્ર), વિલાસ સનવર (ઉ.વ. 25), વસંત ઢાંગડા (ઉ.વ. 32), વિજય શિવાજી કૌર (ઉ.વ. 20) અને કિશન માલજી કૌર (ઉ.વ. 20, તમામ રહે. સુત્રકાર તા.તલાસરી, જિ.પાલઘર મહારાષ્ટ્ર)ની અટક કરવામાં આવી હતી. જ્યારે રાજુભાઇ ટંડેલ (રહે. મોટી દાંતી, તા.જિ.વલસાડ)ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.