અર્વાચીન રાસોત્સવમાં નાઇટ વિઝન સીસીટીવી કેમેરા ગોઠવવા પોલીસની તાકીદ
શહેરમાં વિવિધ સ્થળે અર્વાચીન રાસોત્સવનું આયોજન થતા કાયદો અને વ્યવસ્થા જાળવવા ડીસીપી મનોહરસિંહ જાડેજાએ અર્વાચીન રાસોત્સવનના આયોજકો સાથે બેઠક યોજી હતી. અર્વાચીન રાસોત્સવમાં નાઇટ વિઝન સીસીટીવી કેમેરા રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રીમાં દાડીયા દંગલ ન મચાવે તે માટે ૨૦૦ જેટલા બ્રેથએનેલાઇઝરનો ઉપયોગ કરી લોકો નિરાતે રાસોત્સવ માણી શકે તેવું આયોજન કરાયું છે.
અર્વાચીન રાસોત્સવના આયોજક સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજો બેઠક યોજી ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે દરેક આયોજકોએ જરૂરી પાર્કીગ વ્યવસ્થા ગોઠવવી, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા સિકયુરીટી સ્ટાફ રાખવા, નશો કરેલા શખ્સોને એન્ટ્રી ન આપવા, રોમીયોગીરી અને છેડતીની ઘટના અટકાવવા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવનાર હોવાનું ડીસીપી જાડેજાએ જણાવ્યું છે.
રાસોત્સવ દરમિયાન દારૂડીયા દંગલ ન મચાવે તે માટે ૨૦૦ જેટલા બ્રેથએનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવનાર છે. નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રાતે બારના ટકોરે પ્રાચીન અને અર્વાચીન ગરબી બંધ કરાવશે તેમ યાદીમાં જણાવ્યું છે.